બુધવાર, 17 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 3 જાન્યુઆરી 2015 (12:19 IST)

વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે મિથુન રાશિવાળા લોકો માટે વર્ષ 2015

પારિવારિક ભવિષ્યફળ - મિથુન ભવિષ્યફળ 2015 મુજબ વર્ષની શરૂઆતમાં પરિવારના સભ્યોની સંખ્યામાં વધારો શક્ય છે. આ વધારો કોઈના લગ્ન કે પછી સંતાનના જન્મને કારણે હોઈ શકે છે. આ વર્ષે તમારો પુર્ણ પ્રયાસ પરિવારના લોકોને ઘણી બધી સુવિદ્યાઓ પુરી પાડવાનો રહેશે. મિથુન રાશિફળ 2015 કહે છે કે તમારો આ પ્રયાસ મહદ્દઅંશે સફળ પણ થશે. પણ વચ્ચે વચ્ચે પરિવારના કેટલાક સભ્યોનો વર્તાવ વિશેષ કરીને નાના ભાઈની વર્તણૂંક તમને ગમે નહી. જેની પાછળ શનિના ત્રીજા ભાવની દ્રષ્ટિનો પ્રભાવ રહેશે. તેથી મિથુન 2015 રાશિફળ બતાવે છે કે આવી સ્થિતિમાં શનિ ગ્રહનો ઉપચાર જરૂર કરાવો. મતલબ થોડી પરેશાનીઓ રહેવા છતા આ વર્ષ પારિવારિક બાબતો માટે સારુ કહી શકાશે. 
 
સ્વાસ્થ્ય ભવિષ્યફળ - મિથુન રાશિફળ 2015 બતાવે છે કે જો તમે અગાઉ કોઈ બીમારીને કારણે પરેશાન થયા હશો તો આશા છે કે છઠ્ઠા ભાવમાં સ્થિતિ શનિ તમારા સ્વાસ્થ્ય લાભ માટે થોડી મદદરૂપ થઈ શકે છે. આ વર્ષે તમને જૂની બીમારીથી છુટકારો મળી શકે છે. પણ શનિના છઠ્ઠા ભાવમાં હોવાને કારણે કેટલી જુની પદ્ધતિના ઉપચારોની મદદ લેવી યોગ્ય રહેશે. જો દવાઓ સાથે પ્રાર્થના પર પણ જોર આપવામાં આવે તો જૂની બીમારીઓ તો દૂર થશે જ સાથે સાથે નવી કોઈ બીમારી નહી થાય. 
પ્રેમ અને વૈવાહિક ભવિષ્યફળ - મિથુન પ્રસંગમા આ વર્ષે તમને મિશ્રિત પરિણામો મળી શકે છે. મિથુન રાશિફ્ળ 2015 સંકેત કરે છે કે વર્ષના પ્રથમ ભાગમાં બૃહસ્પતિ બીજા ભાવમાં છે તેથી આ સમય કોઈ નિકટની વ્યક્તિ સાથે આત્મિક લગાવ શક્ય છે. આ સમય મળેલ સંબંધ જો સગોત્રીય નહી થયો તો પરિજન આ સંબંધ માટે માની શકે છે. બીજી બાજુ મિથુન ભવિષ્યફળ 2015 મુજબ વર્ષનો બીજો ભાગ દરેક રીતે પ્રેમ પ્રસંગ દાંમ્પત્ય જીવન માટે અનુકૂળ રહેશે. લગ્ન કે સગાઈ માટે પણ સમય અનુકૂળ રહેશે. 
કાર્યક્ષેત્ર ભવિષ્યફળ - મિથુન 2015 રાશિફ્ળ કહે છે કે કાર્યક્ષેત્ર માટે સામાન્ય રૂપે પણ આ વર્ષ સારુ રહેશે.  દશમેશ ગુરૂ ઉચ્ચાવસ્થામાં રહેશે. તેથી નોકરિયાત લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળતા લાવી શકે છે. પદોન્નતિ કે વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. જો તમે નોકરીની શોધમાં છો તો કોઈ સારી નોકરી મળી શકે  છે. વ્યવસાયી અનેક સારી જગ્યાએ મૂડી રોકાણ કરી શકે છે.  વર્ષનો બીજા ભાગમાં કોઈ મનપસંદ સ્થાન પર સ્થાનાંતરણ બની શકતો પણ સતત મેહનત કરતા રહેવુ પડશે. જો કે મિથુન રાશિફળ 2015 મુજબ તમે દૈનિક કાર્યોમા સ્ફૂર્તિવાન કાયમ રહેશો અને કાર્યક્ષેત્રમાં સારુ કરતા રહેશો. 
 
 
 
આર્થિક ભવિષ્યફળ મિથુન રાશિફળ 2015ની દ્રષ્ટિથી આ વર્ષ તમારી આવકમાં વધારો શક્ય છે. ખાસ કરીને વર્ષનો પ્રથમ ભાગ આર્થિક મામલાઓ માટે ખૂબ અનુકૂળ છે. કોઈ અપરોક્ષ લાભ પણ મળી શકે છે. જો કે તમે કોઈ ધાર્મિક કાર્યમાં થોડો 
ઘણો  ખર્ચ કરી શકો છો અથવા પરિવારના સભ્યો અન અન્ય લોકોના હિતમાં પણ આ ખર્ચ કરી શકો છો.  બીજી બાજુ મિથુન ભવિષ્યફળ 2015 મુજબ વર્ષના બીજા ભાગમાં કોઈ મોટો રોકાણ ખાસ કરીને જમીન મિલકતમાં રોકાણ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવુ જરૂરી રહેશે. 
 
 
શિક્ષા ભવિષ્યફળ - વિદ્યાર્થીઓ માટે વર્ષ અનુકૂલ રહેશે. કેરિયરના સ્થાનનો સ્વામી ગુરૂવાર ઉચ્ચાવસ્થામાં છે. તેથી વ્યવસાયિક શિક્ષા લેનારાઓ માટે વર્ષ સારુ રહેશે. પન ચતુર્થમાં રાહુની સ્થિતિને જોતા કહેવુ યોગ્ય રહેશે કે અભ્યસામાં કોઈ પ્રકારની બેદરકારી યોગ્ય નથી. મિથુન રાશિફળ 2015ના મુજબ પ્રતિયોગી પરીક્ષાઓ માટે વર્ષનો પ્રથમ ભાગ અનુકૂળ રહેશે. બીજી બાજુ વર્ષના બીજા ભાગમાં દૂર જઈને અભ્યાસ કરનારાઓ માટે સારા પરિણામ મળશે. અન્ય વિદ્યાર્થીઓએ લગન અને એકાગ્રતાથી અભ્યાસ કરવો પડશે. 
 
મિથુન રાશિફળ ઉપાય 
 
શરીર પર ચાંદી ધારણ કરો 
દર ત્રીજા મહિને વહેતા પાણીમાં ચાર નારિયળ પધરાવો 
 
આશા કરીએ છે કે મિથુન રાશિફળ 2015 તમને આ વર્ષે થનારી બધે સમસ્યાઓમાંથી છુટાકરો મેળવવામાં મદદ કરશે અને તમારા આવનારા સમયને સારુ બનાવવામાં યોગદાન આપશે.