ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

જ્યોતિષ 2017 - મંગલ પૂજનમાં લાલ રંગનો પ્રયોગ કેમ કરવામાં આવે છે

જ્યોતિષ માન્યતાઓમાં મંગળ ગ્રહને ખૂબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. આ એક ઉગ્ર ગ્રહ છે. જે વિજય, શોર્ય, વિવાહ, સંપત્તિ, ભૂમિ,  સૈન્ય સેવાઓ સાથે સંબંધિત છે. જો કે જ્યોતિષમાં તેમને પાપ ગ્રહ પણ કહેવામાં આવે છે. પણ આ ગ્રહ પાપી નથી હોતો. ઉલ્લેખનીય છે કે મંગળ ગ્રહનો પ્રભાવ વ્યક્તિ પર એવો પડે છે કે વ્યક્તિને કેટલાક કાર્યોમાં અવરોધ જરૂર આવે છે. આવામાં મંગલ ગ્રહનુ પૂજન મહત્વપૂર્ણ હોય છે. મંગલ દેવનુ પૂજન લાલ પુષ્પ, લાલ વસ્ત્ર અને કંકુથી કરવાનુ વિધાન છે. 
 
ઉલ્લેખનીય છે કે મંગલ ગ્રહની પ્રવૃત્તિ ઉગ્ર માનવામાં આવે છે અને ગ્રહોમાં પણ આ રક્તવર્ણી આભા માટે થયુ છે. આવામાં તેમનુ પૂજન રક્ત પુષ્પથી કે લાલ રંગની વસ્તુઓથી કરવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન મંગળનુ કુમકુમથી અભિષેક કરવાથી તેઓ પ્રસન્ન  થાય છે અને શુભફળ આપે છે. વિશ્વમાં મંગલનાથ દેવનુ એકમાત્ર આવુ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પ્રતિષ્ઠિત છે. જ્યા ભાત પૂજનનુ વિધાન છે. 
 
શ્રદ્ધાળુ અહી પણ ભગવાન મંગળનાથને લાલ વસ્તુઓ અર્પિત કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકે છે.  ભગવાન મંગળને ક્રોધી સ્વભાવના માનવામાં આવે છે.  એવુ કહેવાય છે કે ભગવાનનુ કુમકુમથી પૂજન કરવાથી ભગવાન મંગલનાથ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે. એટલુ જ નહી જો તમે તમારા ઘરમાં મંગળવારના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને મંગળ યંત્રને જળ અને દૂધથી શુદ્ધ કરી વિધિવત રીતે પ્રતિષ્ઠા કરીને રોજ મંગળ યંત્ર પર કુમકુમથી તેનુ પૂજન કરો તો શ્રદ્ધાળુના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવે છે.