ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (17:55 IST)

માર્ચ મહિનાનું રાશિફળ - જાણો કેવો રહેશે માર્ચ મહિનો તમારે માટે

મેષ - આ મહિનામાં તમારી રાશિના બારમા સ્થાનમાં કેતુ શુક્ર અને મંગળ ચાલી રહ્યા છે. જે ખૂબ મહેનત કરાવશે. પણ તમને ખૂબ મુશ્કેલી આવશે. મહિનાની શરૂઆતમાં વડીલો અને ઉચ્ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિ કાયમ રહેશે.  જેમા આર્થિક પ્રગતિ સારી રહેવાની શક્યતા છે. વ્યવસાયિક સફળતા સાથે સાથે તમારુ વૈવાહિક જીવન પણ સારુ રહેશે.  મોજ મસ્તી માટે ધન ખર્ચ થઈ શકે છે. જો કે આ સમયે તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર કાબુ રાખવાની જરૂર છે. તમે તમારી મધુર વાણીની મદદથી તામરી વાત  લોકોને ગળે ઉતારી શકશો. આ સમય તમારે માટે ખૂબ મહત્વપૂર્ણ છે. મહિનાના બીજા ભાગમાં તમારુ સ્વાસ્થ્ય સારુ રહેવાની શક્યત છે. આ સમય તમે આર્થિક રોકાણ વિશે ગંભીરતાથી વિચાર કરીશુ. તમે ઘરેણાની ખરીદી કરી શકો છો. સંતાનની પ્રગતિથી મન પ્રસન્ના રહેશે. ઘરમાં શુભ કાર્યનુ આયોજન થઈ શકે છે. મહિનાના અંતમાં તમારા અને જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. આ મહિનાની 17, 18, અને 19 તારીખ શેર બજાર અને ટ્રેડિંગના કામ કાજ સમજી વિચારીને કરો. પણ આ લાંબા સમય માટે હોવા જોઈએ. 
 
વૃષભ - મહિનાની શરૂઆતમાં તમને આર્થિક મામલે સારો લાભ થવાની શક્યતા છે.  કલા સજાવટ સંગીત અને ચિત્રકારી સાથે જોડાયેલ લોકોને આશા અનુરૂપ પરિણામ મળી શકે છે. આ ઉપરાંત આ સમય જમીન મકાનની ખરીદ વેચાણ અને ખેતી સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલ જાતકો માટે પણ લાભની આશા છે. કેટલક સમય પછી તમારી ખર્ચ કરવાની નીતિ બદલશે.  અને તમે મનોરંજક ગતિવિધિઓમાં ધન ખર્ચ કરી શકો છો. મહિનાના મધ્યમાં તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં બીજા સાથે જોડાયેલા રહેવા માટે કમ્યુનિકેશન પર વિશેષ જોર આપશો. તમે તમારી વાણી દ્વારા કામ કઢાવવામાં સફળ રહેશો. વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલ છે. લાંબા સમયના રોકાણ માટે આ સમય ખૂબ અનુકૂળ છે. આ મહિનાની ધનની આવકમાં થોડીક અડચણ આવી શકે છે. આ મહિનાની 19 અને 20 તારીખ દરમિયાન પિતાની ખરાબ સ્વાસ્થ્ય ચિંતાનુ કારણ બની શકે છે. 10-16 તારીખ સુધી શેર બજાર કે ટ્રેડિંગમાં રોકાણ કરી શકો છો. તેનાથી લાભ થવાની શક્યતા છે. જો બની શકે તો બાકી અમય શેર બજારથી દૂર રહો.  
 
 
મિથુન - મહિનાની શરૂઆતમાં વ્યવસાયિક ક્ષેત્રમાં આમ તો સમય અનુકૂળ છે. પણ બીજાના ભરોસે કાર્ય ન છોડો. વ્યવસાયના સ્થાનમાં કેતુ. શુક્ર અને મંગલની યુતિ બની રહી છે. ભાગ્યનો સાથ મળશે અને ધનની આવક બની રહેશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનુ આયોજન થઈ શકે છે. તમે કોઈ ધાર્મિક સમારંભમાં ભાગ લઈ શકો છો. આયાત નિકાસના વેપારમાં લાભ થવાની શક્યતા છે. પારિવારિક સોહાર્દ કાયમ રાખવા માટે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો પડશે.  માતા સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. મહિનાના બીજા ભાગમાં સરકારી વિભાગો કાર્યાલયમાં ઉચ્ચાધિકારીઓઅ અને ઘરમાં મોટા વડીલો તરફથી સહયોગ મલી શકે છે. કામનો બોઝ વધી શકે છે.  19 અને 20 તારીખ દરમિયાન તમને દુખદ સમાચાર મળી શકે છે. જોકે તમે આ સમયે તમારી આવક વધારવા માટે નવા સ્ત્રોત ઉભા કરી શકો છો. જમીન . રિયલ એસ્ટેટ અને ફાઈનેંસ ના ધંધામાં સાવધાની રાખવાની જરૂર છે.  
 
 
કર્ક - ગણેશજી ગ્રહોની સ્થિતિ જોયા પછી કહી રહ્યા છે કે આ મહિનો તમારે માટે ઘણો સારો છે. તમે સુખદ વૈવાહિક જીવનનો આનંદ લેશો. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ તમે વૃદ્ધિ અને તર્ક સાથે આગળ વધતા વ્યવસાયને પ્રગતિના પથ પર લઈને જશો. તમારુ ભાગ્ય તમને પુર્ણ સાથ આપશે. જો કે અપેક્ષા જેવુ પરિણામ મળવાની શક્યતા ઓછી છે.  તમારે નિરાશ થવાની જરૂર નથી.  કારણ કે આનાથી તમારુ મનોબળ અને પ્રયાસોને ઝટકો લાગી શકે છે.  મહિનાની શરૂઆતમાં તમારુ સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે અને તમારા પિતાની સથે કોઈ વાતને લઈને વિવાદ ન કરો. મહિનાની અંતિમ ચરણમાં તમે જમીન. ખેતી સૌદર્ય પ્રસાધન કલા વગેરે ક્ષેત્રમાં સારી રીતે આગળ વધી શકો છો. વિદ્યાર્થી વર્ગ માટે સમય અનુકૂળ છે. આ મહિનાની 16, 17 અને 18 તારીખ દરમિયાન તમારા સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખો. ગણેશજીની સલાહ છે કે સ્વાસ્થ્ય સંબંધી થોડી પણ બેદરકારી ન રાખો નહી તો તમને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.  
 
સિંહ - આ મહિનો ખૂબ સારો રહેવાની આશા છે. નોકરિયાત જાતક પોતાની બુદ્ધિ અને પ્રતિભાના બળ પર આગળ વધશે. ભાગીદારીન વેપારમાં પરિસ્થિતિયો સારી રહેશે. પણ જો તમએ ચર્ચા કર્યા વગર કોઈ નિર્ણય પર પહોંચો છો તો તમારે આર્થિક નુકશાન માટે તૈયાર રહેવુ પડશે.  જો જાતક મશીનરી પર કાર્યરત છે. તેમને સાવધાની રાખવાની જરૂર  છે. કારણ કે  આ સમય દુર્ઘટનાની શક્યતા પ્રબળ છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. મહિનાના બીજા ભાગમાં અનૈતિક કાર્યોથી દૂર રહો. નહી તો તમારી છબિ ખરાબ થઈ શકે છે.  વૈવાહિક જીવનમાં વિનમ્રતા કાયમ રાખો. સંબંધોમાં મતભેદ અને તણાવ રહી શકે છે.  મહિનાના અંતિમ ચરણમાં તમારા ભાગ્યનુ સમર્થન મળશે. આ સમયે તમએ લાંબા સમય માટે રોકાણ કરો અને અચલ સંપત્તિના વેપારમાં લાભ થવાની શક્યતા છે. તમે શનિની નાની પનોતીના પ્રભાવમાં છો. તેથી તમને બેચેની અને ચિંતા થઈ શકે છે. 12, 13 અને 14 તારીખ દરમિયાન વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખો કારણ કે દુર્ઘટનાની શક્યતા છે. રિયલ એસ્ટેટ સંબંધિત કાર્યોમાં સાવધાની રાખો. મહિનાની શરૂઆત નોકરિયાત માટે સારી છે. અને આ સમય તેમને સારા પ્રસ્તાવ મળી શકે છે. કાર્યસ્થળ પર તમારુ સન્માન વધશે. 
 
 
કન્યા - માર્ચ મહિનો તમારે માટે થોડો ખરાબ રહી શકે છે. જોકે ગણેશજી તમને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપે છે. નોકરિયાત જાતકોને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે ધ્યાન આપવાની જરૂર છે અને તમારા સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખવુ પડશે. વૈવાહિક જીવન અને ભાગીદારી સંબંધિત કાર્યોમાં મોટી અડચણ આવી શકે છે.  ભાગીદારો પર આંખ બંધ કરી વિશ્વાસ ન કરો. આ અઠવાડિયે સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો.. ઘાયલ થવાના યોગ છે. તેથી વાહન કે મશીનરી ચલાવતી વખતે સાવધાન રહો. મહિલા જાતકો સાથે સારા સંબંધ બનાવીને ચાલો. આ મહિનો ધંધો અને વ્યવસાય માટે ખૂબ સારો છે. તમારા વિરોધીઓની દરેક ચાલ નિષ્ફળ થવાની શક્યતા છે. ઉધાર આપેલ ધનની વસૂલી માટે ભાગ દોડ કરવી પડશે. કોઈ સરકારી અડચણને કારણે તમને ધન ખર્ચ કરવુ પડી શકે છે. તમારા કાર્ય મોડેથી પૂરા થશે. 
 
 
તુલા - તુલા જાતકોને આ મહિને સંતાન્ન સુખ મળવાની પુર્ણ શક્યતા છે. ઘર પરિવારમાં પણ તમને સોહાર્દ અન શાંતિના વાતાવરણનો એહસાસ થશે. તમારા મનમાં અનૈતિક વિચાર આવી શકે છે. જો કે ગણેશજી તમને આનાથી દૂર રહેવાની સલાહ આપે છે. વ્યવસાય સંબંધિત મામલામાં તર્ક ક્ષમતા ફાયદાકારી સાહિત થશે. શેયર બજાર સંબંધી નિર્ણયોમાં ઉતાવળ ન કરો.  નોકરિયાત જાતકો વિશેષ કરીને ઈંટીરિયર ડેકોરેશન કલા સંગીત સજાવટ સૌદર્ય પ્રસાધન સંપત્તિની ખરીદ વેચાણ કૃષિ ઉત્પાદન વગેરે સાતેહ જોડાયેલ જાતકોને પ્રગતિ માટે વિશેષ તક મળશે. વિદ્યાર્થી વર્ગ માટે મહિનાના ઉત્તરાર્ધ સારો રહેશે. જો કે આ સમયે તમને તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો પડશે. આ ઉપરાંત યાત્રા દરમિયાન પણ સાવધ રહો. આ મહિનાના આર્થિક મોરચા પર ધનની આવક જાવકમાં સંતુલન બન્યુ રહેશે. પારિવારિક સંબંધ સાચવવાની જરૂર છે. વિવાહ ઉત્સુક જાતકોને જીવનસાથી મળવાની શક્યતા છે. તમારે તમારા વિરોધીઓથી સાવધ રહેવુ પડશે. 
 
વૃશ્ચિક - આ મહિનાની શરૂઆત તમારે માટે મધ્યમ સુખકારી રહેવાની શક્યતા છે. તમે ઘર પરિવારની ખુશી માટે વિશેષ મહેનત કરશો. જો કે પારિવારિક સભ્યો સાથે સોહાર્દ બાનવી રાકહ્વા માટે તમારે તમારા ગુસ્સા પર કાબુ મેળવવો પડશે.  તમે નવા સાહસથી ડરશો. બની શકે કે તમારા હાથમાંથી સોનેરી તક નીકળી જાય. સંતાન સાથે તમારા સંબંધ ખાટા મીઠા રહેશે. વિદ્યાર્થીઓને અપેક્ષિત સફળતા માટે ખૂબ મહેનત કરવી પડશે. આ સમયે તમારા વિરોધી માથુ ઉંચકવાનો પ્રયત્ન કરશે. થોડા સાચવીને રહેજો.  નોકરિયાત જાતકોને વધુ સંયમ અને સતર્કતા રાખવાની જરૂર સ્વાસ્થ્ય બાબતે વિશેષ સાવધાંરી રાખવી પડશે.  ગણેશજીની સલાહ છે કે  તમારે થોડા સમય માટે બહારનુ ખાવાનુ છોડવુ પડશે.  17 અને 18 તારીખ દરમિયાન માનહાનિનો ભય છે. અનૈતિક કાર્યોથી દૂર રહો. તમારી આવકના સ્ત્રોત વધશે. આર્થિક સંકટ ઓછુ થશે. અચલ અને ચલ સંપત્તિ અને વાહન ખરીદીના યોગ છે. 
 
 
ધન - મહિનાની શરૂઆતમાં ધન રાશિના જાતકોને ઘણા બધા અટકેલા કાર્યો ફક્ત પોતાની મધુરવાણીને કારણે થઈ જશે. આર્થિક મોરચે પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે. વિદેશ સંબંધિત અને લાંબી અવધિનુ આયોજન માટે સમય અનુકૂળ છે. ઘર પરિવારના સભ્યો માટે તમે ઘન ખર્ચ કરી શકો છો. જો કે આ સમયે તમને સંતાન સંબંધી સમસ્યાઓ પરેશાન કરી શકે છે. મહિનાના અંતિમ ચરણમાં તમારી અંદર સાહસ નીચલા સ્તર પર રહેશે. ભાઈ બહેનોનો સહયોગ પણ ઓછો મળશે. આ સમય તમે અધ્યાત્મ તરફ વધુ નમશો. આ મહિને તમને લક્ષ્મી પ્રાપ્ત થવાના યોગ છે. જો કે આ સમયે તમારા ઠગાઈ જવાની શક્યતા છે. નોકરિયાત જાતકોએ સાચવીને રહેવુ જોઈએ. કારણ કે કાર્યસ્થળ પર કોઈની સાથે બોલ ચાલ કે ઝગડો થવાની શક્યતા છે. પારિવારિક સંબંધોમાં ચાલી રહેલ તણાવ ઓછો થઈ શકે છે.  

મકર - આર્થિક બાબતે પ્રગતિ, સાહસ અને રોમાંચ, મૌજ અ-મસ્તી વૈભવ સિવાય બુદ્ધિ પ્રતિભા અને જ્ઞાનમાં વૃદ્ધિ સાથે તમે આ મહીનાની  શરૂઆત કરશો. તમે વૈવાહિક સુખનો આનંદ લએશો પરંતુ તમે ખોટા વાદ-વિવાદથી તમારી વાતો ને સહી સિદ્ધ કરવાની કોશિશ ન કરવી. જેમ-જેમ મહીનો  આગળ વધશે, તમે તમારા પરિવારના વિશે વધારે વિચાર કરશો. પરિવારને સુખ સુવિધા આપવાનો પ્રયાસ કરશો. વાહન ખરીદવાની કે ગૃહ સજાવટના પ્રસંગ  બની શકે છે. મહીનાના ઉતરાર્ધમાં તમારા પર કાર્યોના ભાર વધશે. તમારા જ્ઞાન ઉચ્ચ સ્તર પર થશે. અને તમે નવી-નવી વસ્તુઓ વાંચવા શીખવા ઈચ્છશો.  સંબંધિઅત કાર્ય ધીમી ગતિ થી આગળ વધશે. 16 અને 17ના સમયે તમારી બુદ્ધિના બળે તમારા ધંધાને નવા સ્તર પર લઈ જશો. તમે તમારી આવકમાં વધારો  કરવામાં  સફળ થશો. ગણેશજીની સલાહ છે કે બજારથી જુદુ કરીને વિચાર કરશો. 
 
 કુંભ -  આ સમયે આત્મ કલ્યાણ અને પ્રગતિ દ્વ્રારા સમાજ કે પરિવારમાં પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે ઉત્તમ છે. તમે તમારી બુદ્ધિમતાના  બળે ખૂબ આગળ નિકળી શકો છો. ગણેશજીની સલાહ છે કે અનૈતિક વિચારોને તમારા પર આવવા ન દો અને ધીરજથી કામ કરવું. આ સમયે તમારી આવકમાં  અવર-જવરમાં સંતુલન રહેશે. ગણેશજીને લાગી રહ્યું છે કે તમે લાંબી અવધિ માટે નિવેશ કરવા માંગો છો તો સમય અનૂકૂળ છે. મહીનાના મધ્યે તમે રોજબરોજની  ભાગદૌડને વિરામ આપતા કોઈ સુંદર સ્થળે ફરવાનો પ્લાન કરી શકો છો. આ સિવાય તમે વ્યવાસાયિક બાબતોમાં સાહસ કરવામાં પાછળ નહી હટશો. ભાઈ-બહેનો  સાથે તમારા સંબંધ અનૂકૂળ રહેશે અને દરેક કાર્યમાં તેમના સહયોહ મળશે. તમને તમારી વાણી પર ખાસ ધ્યાન રાખવું પડશે. આ મહીને ધંધામાં વિકાસ જોઈને  ઘણા લોકો તમારાથી બળતરા કરી શકે છે. તમારા શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે. જો તમને થોડી પણ અસ્વસ્થતા લાગે તો ચિકિત્સકની સલાહ લેવી. 
 
મીન : મીન જાતકો માટે આ મહીનેના પ્રારંભ થોડું સકારાત્મક સંકેત નથી આપી રહ્યું છે આ સમયે એક તો તમારી પ્રતિષ્ઠા ભંગ થશે અને બીજો તમે  સરકાર વિરોધી કાર્યમાં ભાગ લેશો. આ સિવાય તમે વૈભવ અને મૌજ-મસ્તી માટે ઘણા-બધા પૈસા ખર્ચ કરી શકો છો. ગણેશજીની સલાહ છે કે તમે ધન ખર્ચ કરતા  પહેલા તમારી વિત્તીય સ્થ્તિની સમીક્ષા કરી લેવી જોઈએ, કારણકે તમારા બિન જરૂરી ખર્ચ તમને આર્થિક સંકટમાં નાખી શકે છે. આ સિવાય આ મહીનેના બીજા  અઠવાડિયામાં તમારી અર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આટલું જ નહી જીવનના દરેક માર્ચ પર તમને સફળતા મળવાની શક્યતા છે. આર્થિક  બાબતોથી સંકળાયેલા બાબતોમાં  સકારાત્મક પરિણામ મળશે. તમારી મધુર વાણી અને તમારા વિનમ્ર સ્વભાવના કારણે લોકો તમારી માન ઈજ્જત કરશે. સારા  પરિણામ માટે સખ્ત પરિશ્રમ કરવું પડશે. શેયર બજારમાં કાળજીપૂર્વક નિવેશ કરવું.