Mole on Body - શરીરના કયા ભાગ પર તલ હોય તો શું થાય...?

શુક્રવાર, 21 એપ્રિલ 2017 (09:55 IST)

Widgets Magazine


તલ-મસા શરીરના જુદા જુદા ભાગો પર હોઈ શકે છે. આ તલનું અર્થઘટન તેના રંગ, આકાર અને કદ તથા શરીર પર તે કયા ભાગ પર છે તેના પરથી કરી શકાય છે. આપણે શરીરના અમુક ભાગ પર હોવાના પરિણામ વિષે માહિતી મેળવીએ.

ખભા પર તલ: જમણા ખભા પરનો તલ બહાદુર અને ધીરજવાળી વ્યક્તિ હોવાનું દર્શાવે છે, આવી વ્યક્તિ હાથ પરનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા વિના ઊંઘતી નથી. ડાબા ખભા પરનો તલ બીજાઓ સાથે ઝઘડામાં સોંડાવાઈ જતી વ્યક્તિ દર્શાવે છે.

છાતી પર તલ: છાતીની જમણી તરફ તલ હોય તો તે વધુ છોકરીની સંતતિ દર્શાવે છે. આવી વ્યક્તિને નાણાકીય મુશ્કેલીઓ પીડે છે, પણ તેને અન્યો તરફથી પૂરતું માન-સન્માન મળે છે. છાતીની ડાબી તરફ તલ હોય તો તે દર્શાવે છે કે વ્યક્તિ હોશિયાર છે અને તે પોતાના સંબંધીઓ તેમ જ મિત્રો સાથે સારા સંબંધો જાળવતી નથી. તેને માટે નાણાકીય સમસ્યા સામાન્ય બાબત છે. વળી છાતીની સાવ વચ્ચોવચ તલનું હોવું ભારે નાણાકીય મુશ્કેલીઓ દર્શાવે છે. આવી વ્યક્તિ ભારે દેવામાં સંડોવાઈ જાય છે, પણ તેને ઈશ્ર્વર પ્રત્યે ભક્તિભાવ હોય છે.

બગલમાં તલ: જમણી બગલમાં તલ સમૃદ્ધિ માટેની ઈચ્છા-એષ્ણા દર્શાવે છે. ડાબી બગલમાં તલ મહિલાઓ માટેની ઈચ્છા-એષ્ણા દર્શાવે છે.

પાંસળા પર તલ: પાંસળીઓ પર જમણી તરફનો તલ વ્યક્તિમાં ઘણો આંતરિક ભય હોવાનું દર્શાવે છે. તે સહેલાઈથી જૂઠ્ઠું બોલે છે. ડાબી તરફની પાંસળી પરનો તલ વ્યક્તિની કમાણી સરેરાશ હોવાનું દર્શાવે છે.

પેટ પર તલ: પેટના જમણે હિસ્સે તલ સારી કમાણી અને મહિલાઓ માટે ખેંચાણ દર્શાવે છે. પેટના ડાબે ભાગે તલ સહેલાઈથી નાણાં કમાઈ લેવાનું ગમતું હોય એવી ઈર્ષાળુ વ્યક્તિ દર્શાવે છે. તે ખેતીની કેટલીક જમીન પર કબજો ધરાવશે. ડૂંટીની નજીક તલ હોય તો તે વ્યક્તિનું વૈભવી જીવન દર્શાવે છે. આવી વ્યક્તિ બહુ બોલકી કે બડબડનારી હોય છે.

હાથ પર તલ: જમણા હાથ પરનો તલ દર્શાવે છે કે વ્યક્તિ કોઈ પણ કામ પૂરી ચીવટથી અને બુદ્ધિપૂર્વક પૂર્ણ કરશે. ડાબા હાથ પરનો તલ દર્શાવે છે કે વ્યક્તિ ધનવાન બનવા ઈચ્છે છે, પણ તે સામાન્ય સ્તરે જ રહે છે.

ડાબી કે જમણી કોણી પરનો તલ સંપત્તિ અને સફળતા દર્શાવે છે. આવા જાતકને લલિતકળા ગમે છે. તે અન્યોને મદદ કરે છે અને અન્યો પાસેથી મદદ મેળવે છે. કાંડા પરનો તલ બાળપણમાં ગરીબી હોવાનું દર્શાવે છે. તે લેખક કે ચિત્રકાર થાય છે. તે વ્યક્તિ ભક્તિભાવવાળી થશે. તે વૃદ્ધ થશે ત્યારે તેની આવકમાં વધારો થશે.

હથેળીઓમાં તલ: હથેળીમાં અંદરના કોઈ પણ ભાગમાં તલનું હોવું સારું નથી ગણાતું. આવા તલ વિવિધ અવરોધો દર્શાવે છે.

આંગળીઓમાં તલ: આંગળીઓમાં કોઈપણ હિસ્સામાં તલનું હોવું સારું ગણાતું નથી. તે વિવિધ પ્રકારના અવરોધો દર્શાવે છે.

પીઠ પર તલ: કરોડરજ્જુ પાસે કોઈ પણ હિસ્સામાં આવેલો તલ નામ અને કીર્તિ દર્શાવે છે. આવી વ્યક્તિ નેતા કે પ્રધાન બને છે.

પીઠની જમણી તરફનો તલ સારું આરોગ્ય અને હિંમત-શૌર્ય દર્શાવે છે. પીઠ પર ડાબી તરફનો તલ મુત્સદ્દીપણાથી કાર્ય પૂરું કરવાનો ગુણ દર્શાવે છે.

નિતંબ પર તલ: જમણા નિતંબ પરનો તલ ડહાપણ અને સર્જનશીલતા દર્શાવે છે. આવી વ્યક્તિ કલાકાર થાય. ડાબા નિતંબ પરનો તલ ગરીબી દર્શાવે છે. આવી વ્યક્તિ વંચિતો જેવું જીવન જીવે છે.

ગુપ્તાંગ પર તલ: ગુપ્તાંગ પર કોઈ પણ હિસ્સામાં તલનું હોવું વ્યક્તિની સેક્સ માટેની વધુ પડતી એષ્ણા દર્શાવે છે. આવી વ્યક્તિઓ સામાન્યપણે રખાત ધરાવશે.

જાંઘ પર તલ: જમણી જાંઘ પરનો તલ બહાદુરી-શૌર્ય દર્શાવે છે. વ્યક્તિને વિદેશ જવાનો મોકો મળશે. તેને કોઈ મહિલા તરફથી, પછી તે તેની પત્ની હોય કે કોઈ અન્ય મહિલા, લાભ થશે. ડાબી જાંઘ પરનો તલ વ્યક્તિને કોઈ કળામાં પારંગત બનાવશેે. તે આળસુ બનશે અને તેને બહુ ઓછા મિત્રો હશે.

પગ પર તલ: જમણા પગની પીંડી પરનો તલ તમામ સાહસમાં સફળતા દર્શાવે છે. મહિલાઓ તરફથી લાભ થાય. જાતક કદાચ રાજકારણમાં સંકળાય. ડાબા પગ પરની પીંડી પરનો તલ કામકાજ કે ધંધાને કારણે પ્રવાસો દર્શાવે છે. ઘણા મિત્રો હશે.

જમણા પગ પરની ઘૂંટી પરનો તલ દૂરંદેશપણું દર્શાવે છે. જાતકને બોલબોલ કરવાની-બબડાટ કરવાની ભેટ મળી હશે. વ્યક્તિને ઈશ્ર્વરમાં બહુ શ્રદ્ધા હશે. ડાબી ઘૂંટી પરનો તલ ઈશ્ર્વરમાં ભક્તિભાવ હોવાનું સૂચવે છે. એ વ્યક્તિ ઓછું બોલે છે. જીવનમાં કોઈ એક તબક્કે તે વ્યક્તિ કાનૂની સમસ્યાનો સામનો કરે છે.

પગના પંજા પર તલ: પગના જમણા પંજા પરનો તલ સારી પત્ની અને સારું કૌટુંબિક જીવન દર્શાવે છે. આવી વ્યક્તિને ઈશ્ર્વરમાં ભક્તિભાવ હશે. ડાબા પંજા પરનો તલ પત્ની સાથે સમસ્યા સર્જે છે. આવી વ્યક્તિ નાણાકીય તેમ જ અન્યોના ક્રોધનો સામનો કરે છે. પંજાના તળિયે તલ હોય તો તે પ્રવાસ અને શત્રુઓ તથા લંપટ વૃત્તિ હોવાનું સૂચવે છે. વ્યક્તિ લલિતકળાપ્રેમી હોઈ શકે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
તલ શરીરના કયા ભાગ પર તલ હોય તો શું થાય...?શરીરના અમુક ભાગ પર તલ હોય તો શું થાય...? હિન્દુ ધર્મ વિશે હિન્દુ માન્યતાઓ હિન્દુ શાસ્ત્રો મુજબ હિન્દુ શાસ્ત્ર સનાતન ધર્મ હિન્દુ ઈતિહાસ મહાભારત મહાભારતનો ઈતિહાસ મહાભારતનું પાત્ર રામાયણ રામાયણનો ઈતિહાસ રામાયણનું પાત્ર રામાયણ વિશે કર્ણ અર્જુન દ્રોપદી સીતા રામ અને કૃષ્ણ હિન્દુ ધર્મના સિદ્ધાંતો પારંપરિક પરંપરા પ્રતિષ્ઠા ધાર્મિક સંસ્કૃતિ રીતિ રીવાજ દેવી પૂજા હિન્દુ ધર્મનું સાહિત્ય તહેવારો દેવ દેવી આરતી સંગ્રહ પંચાંગ Devi Dev Hindu Customs Religious Ramayan Mahabharat Hinduism Facts Bhartiya History Bhagwad Geeta Sanatan Dharma Mole On Body Religion.about Hindu Dharm Hindu Customs And Traditions

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

તમારા નાના-મોટા કાર્યમાં સફળતા અપાવશે આ ઉપાયો

દરેક વ્યક્તિ ઘરની આંતરિક કે બાહ્ય બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોય છે. જેમ કે કોઈ નવુ ...

news

ધનપ્રાપ્તિ માટે રાશિ મુજબ અચૂક મંત્ર અને ધન પ્રાપ્તિના સામાન્ય ટોટકે

જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક જાતકની ચદ્ર રાશિ હોય છે અને દરેક ચન્દ્ર રાશિનો સ્વામી ગ્રહ હોય ...

news

સાપ્તાહિક રાશિફળ - 16 અપ્રેલથી 22 એપ્રિલ

મેષ- આ અઠવાડિયાના સમયે સૂર્ય તેમની ઉચ્ચ રાશિ મેષથી અશ્વિની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે ...

news

આંગળી જોઈને પસંદ કરો પત્ની નહી તો, આખી જીંદગી પછતાવવું પડશે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની ઓળખ તેમના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine