શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By

કયા વારે કયુ દાન કરવાથી લાભ થાય છે ?

આપણી ત્યાં દરેક વારનું જુદુ જુદુ મહત્વ છે. સોમવાર, મતલબ ઉપવાસનો દિવસ તમે માનતા હશો પણ આપણા શાસ્ત્રો મુજબ બીજા વારનું પણ એટલુ જ મહત્વ હોય છે. આટલુ જ નહી શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે કયા વારે કઈ વસ્તુઓનુ મહત્વ હોય છે. 


આવો જાણીએ કયા વારે કંઈ વસ્તુનુ મહત્વ હોય છે. 

રવિવાર મતલબ સૂર્યદેવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરેક રવિવારે ગોળ અને ચોખા, તાંબાના સિક્કા નદીમાં સમર્પિત કરો. સૂર્યને અર્ધ્ય આપો. 

શાસ્ત્ર મુજબ સોમવાર એટલે ચંદ્રનો દિવસ. ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવી જોઈએ. કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને ચંદનનું તિલક લગાવવુ જોઈએ. 

મંગળ ગ્રહની વિશેષ પૂજા કરવાનો દિવસ છે. આ દિવસે મસૂરની દાળ દાન કરવી. જે લોકોને મંગળ હોય તેમણે લાલ વસ્તુઓનુ દાન કરવુ. દરેક મંગળવારે થોડી રેવડીઓ નદીમાં માછલીઓ માટે નાખવી, હનુમાનજીની પૂજા કરવી. 

બૃદ્ધિના દેવતા બુધ ગ્રહનો આ દિવસ છે. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ હોય તેમણે આ દિવસે મગ ખાવા ન જોઈએ અને દાન પણ ન કરવા જોઈએ. મંગળવારે રાત્રે લીલા મગ પલાળી મુકવા અને બુધવારે સવારે આ મગ ગાયને ખવડાવવા. 

ગુરૂવાર - આ દિવસ દેવગુરૂ ગુરૂનો દિવસ છે. જે લોકોની કુંડળીમાં ગુરૂ સારી સ્થિતિમાં ન હોય તેમણે બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રોનુ દાન કરવુ. કઢી-ભાત પોતે પણ ખાવ અને ગરીબ છોકરાઓને પણ ખવડાવો. પીળો રૂમાલ પોતાની પાસે રાખવો. '

દૈત્યના ગુરૂ શુક્રાચાર્યનો આ દિવસ છે. આ દિવસે શુક્ર ગ્રહની વિશેષ ઉપાસના કરવી. આ દિવસે દહી અને લાલ જુવારનું દાન કરવુ. સફેદ રેશમી વસ્ત્રનું દાન કરવુ.