ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: ગુરુવાર, 5 ફેબ્રુઆરી 2015 (17:47 IST)

જુલાઇ ૨૦૧૫થી એક વર્ષ સુધી લગ્નના શુભ મુહૂર્તો નથી

આગામી જુલાઇ ૨૦૧૫થી ઓગસ્‍ટ ૨૦૧૬ સુધી લગ્નો કરવા માટે શુભ મુહૂર્તો ન હોવાથી લગ્ન કરવા ઇચ્‍છતા નવયુગલોનાં માતા-પિતા ચિંતામાં મુકાયાં છે. ઉપરાંત લગ્ન કરાવનારા પંડિતો અને મેરેજના બિઝનેસ સાથે જોડાયેલા તમામ લોકો ચિંતામાં મુકાયેલા હોવાથી રાજયભરના જયોતિષીઓની ચિંતન શિબિરમાં ૩૦૦થી વધુ જયોતિષીઓ ભેગા મળીને જયોતિષવિદ્યાના વિવિધ ગ્રંથોની મદદ લઇને શક્‍ય તેટલા વધુ મુહૂર્તો કાઢશે.

   ૧૪ જુલાઇ, ૨૦૧૫ના દિવસે સવારે ૬ કલાક ૨૫ મિનિટથી ૧૧ ઓગસ્‍ટ ૨૦૧૬ના રાત્રીના ૨૧ કલાક ૨૭ મિનિટ સુધી સિંહસ્‍થ બૃહસ્‍પતિનો યોગ સર્જાયો છે. જયોતિષાચાર્યના જણાવ્‍યાનુસાર, આ યોગ દરેક લગ્નોત્‍સુક યુવક-યુવતીના માબાપને પરેશાન કરતા યોગ હોવાથી ગુજરાત રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશના જયોતિષીઓ ભેગા મળીને તેનું અનુકરણ લાવશે. આ મૃત્‍યુ મહાયોગ આ ત્રણ ક્ષેત્રોમાં બૃહદ થતો હોવાથી જયોતિષીઓ મુહૂર્ત આપતા અચકાય છે. તેના કારણે આ સમસ્‍યામાંથી માર્ગ મેળવવા માટે અવનવા રસ્‍તાઓ શોધવા માટે પ્રયત્‍ન કરી રહ્યા છે.

   મહાઅધિવેશનમાં સંસ્‍થા દ્વારા સિંહસ્‍થ ગુરુ અને તેના પરિણામોની ચર્ચા કરવામાં આવશે. ગંગા નદીના મુખથી અંતભાગ સુધીમાં દક્ષિણ તરફ જયારે ગોદાવરી નદીના મુખથી અંતભાગ સુધીના ઉત્તરદિશામાં આ યોગ ખૂબજ દુર્શપરિણામ અને ખોટ પ્રભાવ હોવાથી પરેશાની સર્જે છે.

નિર્ણયસિંધુ, ધર્મસિંધુ, મુહૂર્ત ચિંમતામણિ, મુહૂર્ત માર્તંડ, મુહૂર્ત સંજીવની, ધર્મમુહૂર્ત વિચાર વગેરે ધર્મગ્રંથોનો આધાર લઇને વધારેમાં વધારે મુહૂર્તો આપી શકાય તેનું ચિંતન કરવામાં આવશે.

જયોતિષીઓના મતાનુસાર, આ યોગ દરમિયાન લગ્ન થાય તો દાંપત્‍ય જીવનમાં ખટરાગ આવવાની સંભાવના છે. આથી બને ત્‍યાં સુધી આ સમયે લગ્ન કરવાના ટાળો. મુહૂર્ત પ્રમાણે લગ્ન થતાં નથી ક્‍યાંકને ક્‍યાંક મતમતાંતર થવાના કારણો આ સમય દરમિયાન લગ્ન કરવાથી જલદીથી છૂટાછેડા થવાના દાંપત્‍ય જીવનમાં મતમતાંતરો આવે છે.