Widgets Magazine
Widgets Magazine

અંગારિકા સંકષ્‍ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ અને જ્યોતિષ

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (00:01 IST)

Widgets Magazine

આજે મહા વદ ત્રીજ એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે.
 
અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્‍હાવો બની રહે છે. જેથી આ દિને મુંબઇના સિધ્‍ધી વિનાયક, અષ્‍ટ વિનાયકના મંદિરો, ગણેશપુરા કાલાવડના સંપડા સહીતના ભારતભરના વિવિધ સ્‍થળોના ગણેશ મંદિરોમાં ભક્‍તોના ધાડેધાડા ઉતરી પડશે. 
 
પૌરાણીક માન્‍યતા અનુસાર સાથે પણ એક ધાર્મિક માન્‍યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ... કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા. અને માત્ર ભક્‍ત નહી પરંતુ અનન્‍યભાવથી વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.
 
આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ હુ હાથ જોડવા માંગુ છું ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્‍યા આ દિવસે કૃષ્‍ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
 
વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને માઘ ત્રીજનો અનોખો સંયોગ થતાં, આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે.  આ વર્ષે 2017માં 14 ફેબ્રુઆરી, 13 જૂન અને 7 નવેમ્બર આમ કુલ 3 અંગારિકા ચતુર્થી છે.  
 
અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે 'ગણેશયાગ' કરશે. એટલું જ નહીં ગણેશ ઉપાસકો 'ગણપતિ અથર્વશીર્ષ', 'સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર' વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરશે.
 
આ દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ - આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે. આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લંબોદર એવા ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મોદક પણ ધરાવવામાં આવે છે.


ચંદ્રોદય સમય - 21:43Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ક્યારે ન કરવા આ ટોટકાના ખોટા પ્રયોગ, પીળી સરસવના ટોટકા કરતા જ અસર જોવાશે

પીળી સરસવ એક બહુ સામાન્ય વસ્તુ છે પણ તંત્રમાં તેને ખાસ સ્થાન આપ્યું છે પ્રાચીન તંત્ર ...

news

સાપ્તાહિક રાશિફળ - 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

મેષ- સાર્વજનિક જીવનમાં યશ, કીર્તિ પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક અને વ્યાપારિક સંબંધ ...

news

Love marriage ની ઈચ્છા અને Married life ને સુખમય બનાવા માટે ઉપાય Valentine Day Special

સુંદર અને શ્રેષ્ઠ પતિ-પત્નીની પ્રાપ્તિ અને તરત મનભાવતા લગ્ન અમાટે દેવી ભૈરવીની સાધના ...

news

11 ફેબ્રુઆરીની સવારે લાગશે 2017નુ પ્રથમ ચંદ્ર ગ્રહણ, રહો સાવધ

આવતીકાલે 11 ફેબ્રુઆઈ શનિવારે પહેલા ચંદ્ર ગ્રહણ લાગશે. ચન્દ્ર ગ્રહણનુ સ્થાનીક સમય કંઈક આ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine