VIDEO અંક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારા મૂલાંક મુજબ તમારો આજનો દિવસ

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (12:00 IST)

Widgets Magazine
numerology


અમે તમને તમારા મૂલાંક મુજબ તમારુ રોજનુ ભવિષ્ય બતાવીશુ.. જેના દ્વારા તમે જાણી શકશો કે કેવો રહેશે તમારો આજનો દિવસ... તો ચાલો જોઈએ કે ન્યુમરોલોજી મુજબ તમારો આજનો દિવસ કેવો રહેશે.. સૌ પ્રથમ આપણે જોઈશુ મૂલાંક 1 થી 
 
મૂલાંક 1 - જે જાતકોનો મૂલાંક 1 છે તેમને આજે કામ મહેનત અને મિત્રોનો પૂરો સહયોગ મળશે. આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળ આપનારો રહેશે.   આજે તમે કેટલાક થોડા સાવધ રહો.. કોઈ નવુ કામ શરૂ કરશો નહી.. નોકરી ધંધો સારો ચાલશે.. પણ પાર્ટનરશિપમાં સાવધાન રહો.. પૈસા અટકી શકે છે. કામકાજનો વિસ્તાર થશે.  પણ તમારી પરેશાનીઓ અને મહેનત વધેલી જ રહેશે.  સાચવીને અને સતત કોશિશ કરવી પડશે.. જે વસ્તુઓને તમે બેકાર સમજી ચુક્યા છો તે વસ્તુ બેકાર નથી લવ પ્રપોજલ મોકલવા માટે આજનો દિવસ શુભ છે.. આજ તમારા માટે શુભ કલર છે કૉપર 
 
મૂલાંક 2 - આજે મૂલાંક 2 વાળાને સાવધ રહેવુ જોઈએ. પૈસા સાથે જોડાયેલા મોટા ડિસીઝન સમજી વિચારીને લો. આજે કોઈ કામમાં જેટલી કોશિશ કરશો તેનાથી થોડી ઓછી સફળતા મળવા પર તમારુ મન થોડુ દુખી જરૂર થઈ શકે છે. આજે કોઈપણ ક્ષેત્રમાં  આપેલા તમારા યોગદાનનો તમે ફાયદો જરૂર ઉઠાવી શકશો.  તેથી આજે તમે યોગદાન કરવામાં સંકોચ કરશો નહી. વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ થશે. પત્ની અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.  સ્વાસ્થ્ય સારુ રહેશે.  આપને માટે આજનો શુભ કલર છે - સફેદ 
 
મૂલાંક 3 - આજે તમારો દિવસ સારો રહેશે. આજે તમે વિચારેલા કાર્યો પૂરા થઈ જશે. આજે કોઈને તમારી મદદની જરૂર પડશે.  આજે બની શકે કે તમારુ કામ સમયસર ન થવાથી તમે દુખી રહો.. આજે તમે તમારુ કામ સારુ અને મીઠુ બોલીને કરાવી જ લેશો.. કાર્યસ્થળ પર જૂનિયર તમારાથી નારાજ રહી શકે છે. લવ પાર્ટનરને આર્થિક સહયોગ કરી શકો છો. સંબંધ મધુર થશે. વ્યવસાયિક પ્રતિસ્પર્ધાથી દૂર રહો. લેવડ દેવડ ગુપ્ત રાખો. ટાંસિલની પ્રોબ્લેમ થઈ શકે છે. સાવધાન રહો.. શુભ રંગ હળવો પીળો 
 
 
મૂલાંક 4 - આજે તમારા ફાલતૂ ખર્ચ ખતમ થઈ જશે. આજે તમારા વિચારેલા કાર્ય પૂરા થઈ જશે. આજનો દિવસ તમારે માટે ખૂબ સારો રહેશે.  તમારુ અટ્રેક્શન વધી જશે. આજે તમારા કામકાજ અને નોકરીનો પક્ષ મજબૂત પણ અને  તેના પરિણામ આવનારા દિવસોમાં તમારા ફેવરમાં પણ આવશે. આજે આવકમાં વધારો થશે. તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો.. પાર્ટનરને મનાવવા માટે ખર્ચા કરવા પડશે.  વ્યવસાયને વધારવા માટે આજે કોઈ નવો નિર્ણય લઈ લો. આજે તમારુ ડિસીઝન યોગ્ય સાબિત થશે. આજે આપને માટે શુભ રંગ છે ગ્રે 
 
મૂલાંક 5 - આજે અચાનક કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.  તમે ખુશીથી ઝૂમી જશો  આ સમાચાર પૈસા સાથે સંબંધિત હોઈ શકે છે. બિઝનેસ કે નોકરી સાથે જોડાયેલા રહી શકો છો. આજે તમને ફાયદો થવાનો છે. જે સમસ્યા અનેક દિવસોથી બનેલી છે તેને ખતમ થવામાં સમય લાગશે.  તમારો નિર્ણય લેવામાં થોડી પરેશાની થશે.. માતા પિતાનો સહયોગ મળશે. તમારો પાર્ટનર વ્યસ્ત છે. તેથી મતભેદ થઈ શકે છે. બિઝનેસમાં જોખમ લેશો નહી. નહી તો કર્જ લેવુ પડી શકે છે. સ્ફૂર્તિ અને તાજગી રહેશે.. આજનો તમારો શુભ રંગ છે મહેંદી જેવો લીલો 
 
મૂલાંક 6 - આજના તમારા ગ્રહો તમારી પાસેથી એ કામ કરાવશે.. જે અનેક દિવસોથી ગૂંચવાયેલા અને અટકેલા છે.  તમને એ માટે સમય પણ વિચારી રાખ્યો હતો આજે તે કામ કરવાનો સમય છે જે તમે ક્યારથી પ્લાન કર્યુ હતુ.  આજે તમારી કિસ્મત તમને સાથ આપવાની છે. ભાગ્યોદય થશે.  મિત્રો સાથે મુલાકાત થશે. સંબંધીઓનો સહયોગ મળશે.  લવ લાઈફની શરૂઆત આજે શાનદાર રીતે થશે. પ્રેમના એકરાર માટે આજનો દિવસ સારો છે.  વેપાર લાભદાયક રહેશે. આજે તમે ઊંઘ અને થાકનો અનુભવ કરશો. આજનો તમારો શુભ રંગ છે પીચ 
 
મૂલાંક 7 - આજે તમને ખરબ સમાચાર મળવાની દિવસભર શંકા રહેશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ બની શકે છે. પણ આજે તમે તમારા કર્મથી પરિસ્થિતિઓ બદલી શકો છો. દિલની વાત દરેકને કરશો નહી.  તમારુ ઘર કે ઓફિસ સાથે જોડાયેલ કોઈ વ્યક્તિ છે જે તમારી વાત સાંભળવા તૈયાર છે. તેને તમારા મનની વાત કરી લો. તે જે સલાહ આપે તેને માની લો.  ખર્ચ વધુ થશે. શત્રુ પક્ષ હાવી રહેવનો પ્રયાસ કરશે. સાચવીને દિવસ વિતાવો.  લવ પાર્ટનર સાથે થોડા રિસાયેલા રહેશો.. સમજી વિચારીને નિર્ણય લેવાથી લાભ થશે.  વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં પડશો નહી.. તમારુ આરોગ્ય આજે નબળુ રહેશે.. ભોજનમાં મસાલેદાર વસ્તુઓનો પ્રયોગ 
કરશો નહી.. આજનો તમારો શુભ રંગ છે કત્થઈ 
 
મૂલાંક 8 - આજે તમારુ આરોગ્ય ખરાબ રહી શકે છે. સાવધ રહો. આજે તમને અચાનક ફાયદો થવાનો છે. જે વિવાદ ચાલતો આવ્યો આજે ખતમ થઈ જશે. આજે પાર્ટનર સાથે મતભેદ થશે પણ છતાય તમારે તમારા પાર્ટનરના કહેવા પ્રમાણે ચાલવુ પડશે.. આજે કંઈક નવુ કરવાની ઈચ્છા છે તો કરી લો કિસ્મત તમારો સાથ આપશે.  પૈસાના કામ પણ સવાર સવારે જ પતાવી લો. તમારા જીવનસાથીને આજે પ્રમોશન મળશે.  પ્રેમમા સફળતા મળશે.  માનસિક દબાણ હોવા છતા ખુશ રહેશો.. આજનો દિવસ સાવધ રહો. વેપારનો વિસ્તાર કરવાનુ વિચારશો નહી.. પેટનો દુખાવો થઈ શકે છે તેથી ભોજન સાવધાનીથી કરો.. શુભ રંગ જાંબુડી 
 
મૂલાંક 9 - આજે કોઈ નવુ કામ ન કરશો અને ન તો કરવાનો વિચારશો.. આજે તો બસ રોજની જેમ જ કાર્ય કરો. કારણ કે આજે તમને કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.. આજે ખુદથી તમે સંતુષ્ટ નહી રહો પણ દુખી થશો નહી.. તમારા જે મિત્રો છે તે જ આજે તમારા કાર્ય પૂરા કરાવશે.  પણ બીજાના કાર્યમાં અડંગો ઉભો કરશો નહી.. મકાન દુકાન પ્લોટની પ્રાપ્તિ થશે. આળસનો અનુભવ કરશો..  આજનો દિવસ સારો રહેશે.. પાર્ટનર સાથે સમય વીતાવશો.. અજનબી વ્યક્તિનો વિશ્વાસ ન કરો.. આર્થિક સ્થિતિથી મનોબળમાં વધારો થશે... માનસિક તનાવ થઈ શકે છે.. ભૂખ ન લાગવાથી પરેશાન થઈ શકો છો.. આજે તમારે માટે શુભ રંગ છે લાલ Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અંક રાશિફળ - જાણો કેવુ રહેશે તમારા મૂલાંક તમારો આજનો દિવસ Astrology 2017 Monthly Yearly Rashi Mangal Dosh Kundali Dosh Free Kundali Horoscope Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Astrology 2017 In Gujarati Daily Rashifal Gujarati Know Your Dainik Rashifal Gujarati Rashi Bhavishya 2017 - Rashi Bhavishya 2017 In Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Video- આજે શુ કહે છે તમારી રાશિ.. આજે આ શુભ ઉપાય અપનાવો (see video)

નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે... આજે ઘરની બહાર નીકળતા જ તમને ખ્યાલ આવતો હશે કે ન જાણે આજનો ...

news

ઓગસ્ટમાં રાહુ કરાવશે બ્રેકઅપ.. જાણો કોણુ તૂટશે દિલ

ઓગસ્ટનો મહિનો પ્રેમીઓ માટે સિતમનો મહિનો સાબિત થવા જઈ રહ્યો છે. અલગ કરવાના કારક ગૃહ ...

news

VIDEO મંગળવાર 1 ઓગસ્ટ 2017 - આજે શુ કહે છે તમારી રાશિ.. સાંભળો વીડિયો

મેષ - આજે મેષ રાશિના જાતકોને અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને ...

news

August Monthly Astro 2017 - જાણો કેવો રહેશે ઓગસ્ટ મહિનો તમારે માટે

આ મહિનો તમારે માટે શુભ ફળદાયક રહેવાની શક્યતા છે. આ મહિનાની શરૂઆતમાં તમારામાં ભાવના અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine