શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (17:34 IST)

નવ વર્ષ 2017માં નસીબ ચમકાવવુ હોય તો કરો રાશિ મુજબ આ સરળ ઉપાય

નવુ વર્ષ 2017માં ધન લાભ અને બધી સુખ-સુવિદ્યા મેળવવા માટે અહી બતાવવામાં આવેલ રાશિ મુજબ ઉપાય કરશો તો સકારાત્મક ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ બધા ઉપાય શિવજી સાથે સંબંધિત છે. શિવ પુરાણ મુજબ આ સૃષ્ટિનુ સૃજન શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ કર્યુ છે અને શ્રીહરિ તેનુ પાલન કરી રહ્યા છે. તેથી બધા દેવોમાં શિવજીને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.  તેમની કૃપાથી જીવનમાં બધા સુખો પ્રાપ્ત કરી શકાય છે.  અહી જાણો તમારે રાશિ માટે ખાસ ઉપાય... 
 
 
મેષ - આ રશિનો સ્વામી મંગળનુ પૂજન શિવલિંગ રૂપમાં જ કરવામાં આવે છે. શિવલિંગ પર કાચુ દૂધ અને દહી અર્પિત કરો. ઘતુરો ચઢાવો. દિવો પ્રગટાવીને ભગવાનની આરતી કરો. 
 
વૃષ - કોઈપણ શિવ મંદિર જાવ અને ભગાઅન શિવને શેરડીના રસથી સ્નાન કરાવો. તયરબાદ મોગરાના ફૂલ ચઢાવો. અંતમાં ભગવાનને મીઠાઈનો ભોગ લગાવો અને આરતી કરો. 
 
મિથુન - સ્ફટિક કે શિવલિંગની પૂજા કરશો તો શ્રેષ્ઠ રહેશે. આ રાશિના લોકો લાલ ગુલાબ, કુમકુમ, ચંદન અત્તર વગેરેથી શિવલિંગનો અભિષેક કરો. આંકડાના ફૂલ અર્પિત કરો. 
 
કર્ક - અષ્ટગંધ અને ચંદનથી શિવજીનો અભિષેક કરો. બોર અને લોટથી બનેલી રોટલીનો ભોગ લગાવીને પૂજન કરો.  શિવરાત્રીથી શરૂ કરીને શિવલિંગ પર રોજ કાચુ દૂધ અને જળ ચઢાવો. 
 
સિંહ - આ રાશિના લોકોને જુદા જુદા પ્રકારના ફળોનો રસ અને પાણીમાં ખાંડ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. આંકડાના ફૂલ ચઢાવો. મીઠાઈનો ભોગ લગાવો. 
 
કન્યા - તમે મહાદેવને બોર, ઘતુરો, ભાંગ અને આંકડાના ફૂલ ચઢાવો. બિલ્વ પત્ર પર મુકીને પ્રસાદ અર્પિત કરો. અંતમાં કર્પૂર મિશ્રિત જળથી અભિષેક કરો. અડધી પરિક્રમા કરો. 
 
તુલા - જળમાં જુદા જુદા ફૂલ નાખીને શિવજીનો અભિષેક કરો. ત્યારબાદ બિલ્વપત્ર, મોગરા, ગુલાબ, ચોખા, ચંદન વગેરેથી ભોલેનાથને અર્પિત કરો. અંતમાં આરતી કરો. 
 
વૃશ્ચિક - આ લોકોએ શુદ્ધ જળથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. મધ, ઘી થી સ્નાન કરાવ્યા પછી જળથી સ્નાન કરાવો. આરતી કરો. ફૂલ ચઢાવો. મસૂરની દાળનુ દાન કરો. 
 
ધનુ - ભાત મતલબ ચોખાથી શિવલિંગનો શ્રૃંગાર કરો પહેલા ચોખા બાફી લો. ત્યારબાદ બાફેલા ચોખા ઠંડા કરીને શિવલિંગનો શ્રૃંગાર કરો.  સૂકા માવાનો ભોગ લગાવો. 
 
મકર - તમે ઘઉંથી શિવલિંગને ઢાંકીને વિધિપૂર્વક પૂજા કરો. આરતી થયા પછી ઘઉંનુ દાન ગરીબ લોકોને કરો.  આ ઉપાયથી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. 
 
કુંભ - જળમાં પાણી નાખીને શિવલિંગને સ્નાન કરાવો. સફેદ અને કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર ચઢાવો. બિલી પત્ર, ગુલાબ વગેરે ફુલ અર્પિત કરો. ત્યારબાદ આરતી કરો. 
 
મીન - પીપળ નીચે બેસીને શિવજીની પૂજા કરો. ૐ નમ: શિવાય મંત્રનો 108 વાર જાપ કરો અને બિલ્વ પત્ર ચઢાવો. આરતી કરો. શિવલિંગ પર ચણાની દાળ ચઢાવો.