બુધવાર, 17 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: મંગળવાર, 14 માર્ચ 2017 (10:55 IST)

આજથી થશે કાળી રાતની શરૂઆત.. 13 એપ્રિલ સુધી રહો સાવધ

14 માર્ચ મંગળવારથી મીન મહિનાની શરૂઆત થઈ રહી છે. જેનો વિશ્રામ 13 એપ્રિલ ગુરૂવારના રોજ થશે. જેના પરમ ધામ ગોલોકને મેળવવા માટે ઋષિ તપસ્યા કરે છે. બીજી બાજુ દુર્લભ પદ મીન મહિનામાં સ્નાન પૂજન અનુષ્ઠાન અને દાન કરનારા સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂની રાશિમાં સૂર્યનુ ગોચર મીન માસ અર્થાત ખર માસ કહેવાય છે.   તેને મીન માસ કે પછી કાળી રાત્ર પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઈપણ શુભ કાર્ય થતુ નથી. જ્યોતિષશાસ્ત્ર મુજબ  સૂર્યની જ્યારે જ્યારે ગુરૂની રાશિ ધનુ અને મીનમાં પરિભ્રમણ થાય છે અથવા જ્યારે ક્યારેય પણ ધનુ અને મીન સંક્રાતિ થય છે તે મીન્માસ અર્થાત ખર માસ કહેવાય છે.  તેને મીન માસ કે પછી કાળી રાત પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં કોઈપણ શુભ કામ નથી કરવામાં આવતુ.  જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યનુ જ્યારે જ્યારે ગુરૂની રાશિ ધનુ અને મીનમાં પરિભ્રમણ થાય છે અથવા જ્યારે ક્યારેય પણ ધનુ  અને મીન સંક્રાંતિ થાય છે ત્યારે મીન માસ કહેવાય છે. મીનમાસમાં માંગલિક કાર્ય થતા નથી. પણ મીનમાસમાં ભક્તિ, સાધના અને ઉત્સવનો ક્રમ ચાલુ રહે છે. 
 
શાસ્ત્રીય માન્યતા મુજબ આ મહિનામાં નામકરણ, વિદ્યા આરંભ, કર્ણ છેદન, અન્ન પ્રાશન, ચૌલકર્મ, ઉપનયન સંસ્કાર, વિવાહ સંસ્કાર, ગ્રહ પ્રવેશ અને વાસ્તુ પૂજન વગેરે માંગલિક કાર્ય વર્જિત માનવામાં આવે છે.  પણ દાન-પુણ્યનુ હજારગણું ફળ મળે છે. શાસ્ત્રો મુજબ આ મીન માસમાં સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પોતાના નિત્યકર્મથી નિવૃત્ત થઈ જવુ જોઈએ અને શક્યત ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ.  વર્તમાન દિવસો પર ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ સાથે જ ગૌ દાન, બ્રાહ્મણની સેવા, દાન વગેરે આપવાથી અધિક ફળ મળે છે.