શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

આ મંત્રથી શુક્રવારની રાત્રે પ્રસન્ન થશે લક્ષ્મી અને વરસશે ધન

સુખ સમૃદ્ધિ ઈચ્છતા લોકો માટે શુક્રવારનો દિવસ સોથી ઉત્તમ છે. આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા મા લક્ષ્મી અને કુબેરની કૃપા થાય છે. 
 
આ દિવસે નિયમમુજબ સંધ્યાના સમયે પૂજા કરતા અવશ્ય લાભ મળે છે. જો તમે શુક્રવારના દિવસે વૈભવ લક્ષ્મીનુ વ્રત કરો છો કે નહી પણ કરો તો પણ તમારા માટે આ ઉપાય ખૂબ કામનો છે. 
 
આ ઉપાયને કરનારાઓના ઘરે સદૈવ લક્ષ્મી સંગ કુબેરનો વાસ રહે છે. પણ લક્ષ્મી અને કુબેરની કૃપા મેળવવા માટે તમારે શુક્રવારના દિવસે જાપ કરનારા મંત્રો વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ હવે આ મંત્રો વિશે... 
 
શુક્રનો વૈદિક મંત્ર 
 
शुक्र का वैदिक मंत्र 
ॐ अन्नात्परिस्रुतो रसं ब्रह्मणा व्यपिबत क्षत्रं पय: सेमं प्रजापति: ।
ऋतेन सत्यमिन्दियं विपान ग्वं, शुक्रमन्धस इन्द्रस्येन्द्रियमिदं पयोय्मृतं मधु ।
 
 
શુક્ર માટે તાંત્રોક્ત મંત્ર - 
 
ॐ ह्रीं श्रीं शुक्राय नम:
ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:
ॐ वस्त्रं मे देहि शुक्राय स्वाहा
 
આ રીતે કરો જાપ 
 
શુક્રવારના દિવસે સંધ્યા સમયે સ્નાન કરો. ત્યારબાદ લાલ વસ્ત્ર ધારણ કરી દેવી લક્ષ્મીની ઉપાસના માટે બેસો. મા લક્ષ્મીનુ ધ્યાન કરી હાથમાં ફૂલ અને અક્ષત લઈને નીચે લખેલ મંત્રનો જાપ કરો. 
 
महालक्ष्मी च विद्महे,
विष्णुपत्नी च धीमहि,
तन्नो लक्ष्मी: प्रचोदयात्।
 
હવે ફૂલ-અક્ષત ચઢાવી દો અને આ મંત્ર વાંચો.. 
 
ॐ श्रीं श्रीं महालक्ष्म्यै श्रीं श्रीं ॐ नम:।
 
પૂજા કે આરતી જરૂર કરો.