વાર્ષિક રાશિફળ 2017 અને 2018 - આ વર્ષે કંઈ રાશિના લોકો બનશે ધનવાન.. અને કોણે કરવી પડશે મહેનત જાણો એક ક્લિક પર

happy new year
Last Updated: શનિવાર, 21 ઑક્ટોબર 2017 (11:00 IST)
જ્યોતિષ મુજબ દીવાળી 2018 સુધી લગભગ બધા મોટા ગ્રહોની ચાલ બદલવાની છે. જેની શુભ અશુભ અસર બધી રાશિયો પર રહેશે.. 12માંથી 8 રાશિયો માટે આવનારુ એક વર્ષ સારુ રહેશે. નોકરી બિઝનેસમાં પ્રમોશન સાથે ઈનકમ પણ વધશે.
કેટલાક લોકો પ્રોપર્ટી સંબંધી મોટા રોકાણ કરી શકે છે.
આ 8 માંથી 5 રાશિવાળાને અચાનક ધન લાભ થઈ શકે છે.. બીજી બાજુ 3 રાશિયોને રોકાયેલો પૈસો પરત મળી શકે છે.. અન્ય 4 રાશિયો માટે ઓક્ટોબર 2018 સુધીનો સમય ઠીક ઠાક રહેશે...

મેષ - મેષ રાશિવાળાને આ વર્ષે ઈનકમ માટે નવા સોર્સ મળી શકે છે. પૈસાની આવક ઠીક રહેશે. તમને કેટલાક શાનદાર ફાયદા પણ થશે.. તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. ઉધાર આપેલા પૈસા
આ વર્ષે પરત મળી શકે છે. લેવડ દેવડ અને રોકાણ સંબંધી જરૂરી કામ ધીરે ધીરે પૂરા થશે.
આર્થિક પરેશાનીઓથી બચવા માટે તમે સારી ફાઈનેનેશિયલ પ્લાનિંગ કરવાની કોશિશ કરશો અને તમને મોટાભાગે સફળતા પણ મળી શકે છે..

અહી રાખો સાવધાની.. તમારે આર્થિક મામલે સાવધાન રહેવુ જોઈએ. લેવડ દેવડ અને કોઈપણ પ્રકારના રોકાણને લઈને હિસાબ કિતાબ પર પુરૂ ધ્યાન આપો. મોટા રોકાણ કરવાથી બચવુ જોઈએ. તમારા ખર્ચા પણ વધેલા રહેશે... ઓકટોબર 2018માં તમારી આવક ઘટી શકે છે.

આ વર્ષે કરો આ ઉપાય - સેંવિંગ અને ઈનકમ વધારવા માટે તમારા ઘરની પાણીની ટાંકીમાં શંખ અને ચાંદીનો સિક્કો નાખો..


વૃષભ - પૈસા કમાવવા માટે તમને સારી તક મળી શકે છે. તમારા પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતા છે. આ વર્શે તમારા ઈંટરનેટ અને સંચારના અન્ય સાધનોની મદદથી ધન લાભ થઈ શકે છે. મે-જૂનમાં તમે સારી રીતે સમજી વિચારી પછી જો રોકાણ કરશો તો તમને અણધાર્યો નફો થઈ શકે છે. સાથે જ તમે પૈસા બચાવવામાં સફળ રહેશો.
આ રાખો સાવધાની - આર્થિક મામલે આ વર્ષે તમારે સાવધ રહેવુ પડશે. ફાલતૂ ખર્ચ પર કંટ્રોલની જરૂર છે. આર્થિક તંગીને કારણે પારિવારિક જીવનમાં પરેશાની વધી શકે છે. આશા મુજબ તમને નફો નહી થઈ શકે. જાન્યુઆરીમાં આર્થિક નુકશાનના યોગ બની રહ્યા છે. શેયર કમોડિટી અને મ્યુચુઅલ ફંડમાં રોકાણ જરૂર કરો.. કેટલીક ખાસ જવાબદારીઓ પૂરી કરવા માટે તમે કર્જ પણ લઈ શકો છો.

આ વર્ષે કરો આ ઉપાય - નુકશાનથી બચવા અને ઈનકમ વધારવા માટે આમળાના ઝાડની પૂજા કરો.
મિથુન - ઓક્ટોબર 2018 સુધી આર્થિક સ્થિતિ સારી રહેશે. નવા ઈનકમ સોર્સ મળશે. જેનાથી તમારી આવક વધશે.
જૂનથી ઓક્ટોબર વચ્ચે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.
નોકરી અને બિઝનેસમાં પણ ફાયદો વધશે.
ઈંક્રીમેંટ થશે. બિઝનેસમાં રોકાયેલુ પૈસો પણ મળશે..
લોટરીથી તમને સારો પૈસો મળી શકે છે.
સ્ટોક માર્કેટમાં પૈસા લગાવવા તમારે માટે લાભકારી થઈ શકે છે.. આ દરમિયાન તમે લોખંડ, કપડા, બ્યુટી પ્રોડક્ટસ, મિલ્ક પ્રોડક્ટ્સ અને પર્યટન સાથે જોડાયેલ વેપારમાં પૈસા લગાવવાથી તમારો ફાયદો વધી શકે છે.

અહી રાખો સાવધાની - લેવડ-દેવડ અને રોકાણમાં થોડી સાવધાની જરૂર રાખો. કોઈ વિશ્વાસપાત્ર માણસ પણ તમારી સાથે દગો કરી શકે છે. જોખમ ભરેલા રોકાણ કરવાથી બચવુ જોઈએ.
અનુભવી લોકોની સલાહથી જ રોકાણ કરો..

આ વર્ષે કરો આ ઉપાય -
આર્થિક સ્થિતિમાં સુધાર માટે દર બુધવારે ગણેશજીને દુર્વા અને લાડુ ચઢાવો.


આ પણ વાંચો :