Widgets Magazine

Jyotish 2017 : કયા વારે કયુ દાન કરવાથી લાભ થાય છે ?

Widgets Magazine


આપણી ત્યાં દરેક વારનું જુદુ જુદુ મહત્વ છે. સોમવાર, મતલબ ઉપવાસનો દિવસ તમે માનતા હશો પણ આપણા શાસ્ત્રો મુજબ બીજા વારનું પણ એટલુ જ મહત્વ હોય છે. આટલુ જ નહી શાસ્ત્રોમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે કયા વારે કઈ વસ્તુઓનુ મહત્વ હોય છે. 

આવો જાણીએ કયા વારે કંઈ વસ્તુનુ મહત્વ હોય છે.

: રવિવાર મતલબ સૂર્યદેવની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે. સૂર્યદેવની કૃપા મેળવવા માટે દરેક રવિવારે ગોળ અને ચોખા, તાંબાના સિક્કા નદીમાં સમર્પિત કરો. સૂર્યને અર્ધ્ય આપો.

: શાસ્ત્ર મુજબ સોમવાર એટલે ચંદ્રનો દિવસ. ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે ખીર જરૂર ખાવી જોઈએ. કુંડળીમાં ચંદ્ર નીચનો હોય તો સફેદ રંગના વસ્ત્રો પહેરવા અને ચંદનનું તિલક લગાવવુ જોઈએ.

- મંગળ ગ્રહની વિશેષ પૂજા કરવાનો દિવસ છે. આ દિવસે મસૂરની દાળ દાન કરવી. જે લોકોને મંગળ હોય તેમણે લાલ વસ્તુઓનુ દાન કરવુ. દરેક મંગળવારે થોડી રેવડીઓ નદીમાં માછલીઓ માટે નાખવી, હનુમાનજીની પૂજા કરવી.

: બૃદ્ધિના દેવતા બુધ ગ્રહનો આ દિવસ છે. જે લોકોની કુંડળીમાં બુધ અશુભ હોય તેમણે આ દિવસે મગ ખાવા ન જોઈએ અને દાન પણ ન કરવા જોઈએ. મંગળવારે રાત્રે લીલા મગ પલાળી મુકવા અને બુધવારે સવારે આ મગ ગાયને ખવડાવવા.

ગુરૂવાર - આ દિવસ દેવગુરૂ ગુરૂનો દિવસ છે. જે લોકોની કુંડળીમાં ગુરૂ સારી સ્થિતિમાં ન હોય તેમણે બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રોનુ દાન કરવુ. કઢી-ભાત પોતે પણ ખાવ અને ગરીબ છોકરાઓને પણ ખવડાવો. પીળો રૂમાલ પોતાની પાસે રાખવો. '

: દૈત્યના ગુરૂ શુક્રાચાર્યનો આ દિવસ છે. આ દિવસે શુક્ર ગ્રહની વિશેષ ઉપાસના કરવી. આ દિવસે દહી અને લાલ જુવારનું દાન કરવુ. સફેદ રેશમી વસ્ત્રનું દાન કરવુ.

: શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી. આ દિવસે કોઈ નવા કામ શરૂ કરવા નહી. દરેક શનિવારે એક નારિયેળ નદીમાં વહાવી દેવુ. શનિદેવના દર્શન કરવા અને તેલ અર્પણ કરવુ.



આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

Weekly Astrology - 28 મે થી 3 જૂન 2017

મેષ- આ અઠવાડિયું તમારા માટે સકારાત્મક કોશિશની અને સોચ સાથે કરેલ કોશિશ તમારા માટે ખાસ ...

news

Love and Astro - નામના પ્રથમ અક્ષર પરથી જાણો તમારો પાર્ટનર Romantic છે કે નહી

દરેક કોઈને પોતાના પાર્ટનરથી આશા હોય છે કે તે દરેક ક્ષણને યાદગાર બનાવે. આ માટે પાર્ટનરનુ ...

news

તમારું નામ ક્યાં અક્ષરે શરૂ થાય છે.. What is your Naming words???

વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ વિભાગમાં આજે અમે તમને તમારા નામના પહેલા અક્ષરથી તમારું સ્વભાવ ...

news

weekly astrology-21 મે 2017 થી 28 મે 2017

મેષ - સંપત્તિ ખરીદ-વેચ માટે બહુ સોનેરી સમય છે. વિક્રેતાને આશાથી વધારે ફાયદો મળી શકે છે. ...