શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (17:33 IST)

શનિ રાશિ બદલે તે પહેલા કરો આ 15માંથી કોઈ પણ 2-3 ઉપાય ધન હાનિથી બચશો

જાન્યુઆરી 2017ના અંતમા શનિ રાશિ બદલી રહ્યા છે . આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે સારો રહેશે   અને કેટલીક રાશિઓ માટે પરેશાની વધારી શકે છે. શનિના અશુભ અસરથી બચવા માટે અહીં જણાવી રહેલ  ઉપાય કરવાથી લાભ મળી શકે છે. 
પીપળ પર જળ ચઢાવો અને સાત પરિક્રમા કરો. આ ઉપાયથી  શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થાય છે. 

કાળી ચકલી ખરીદવી અને તેને પિંજરામાંથી મુક્ત કરી નાખવી. 

દર શનિવારે સવારે જળમાં કાળા તલ નાખી સ્નાન કરવું. સ્નાન પછી કોઈ પીપળ પર દૂધ અને જળ અર્પિત કરવું. 

લોખંડનો ત્રિશૂલ શિવ, ભૈરવ કે દુર્ગા મંદિરમાં દાન કરવો . 

ઈચ્છામુજબ રાઈ લો અને તેને કાળા કપડામાં બાંધી પીપળના જડમાં મૂકી આવો. આ ઉપાયથી લગ્ન સંબંધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 

હનુમાનજીના સામે ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.  

કોઈ ગરીબને પહેરવા યોગ્ય જૂતા કે ચપ્પલ દાન કરવા. 

શનિવારે વાંદરાઓને કાળા ચના ગોળ કેળા ખવડાવો. આ ઉપાયથી હનુમાનજી સાથે જ શનિની કૃપા પણ મળે છે.

એક વાટકી તેલ લો અને તેમાં તમારો ચેહરો જોઈ. ત્યારબાદ આ તેલનું  દાન કરી નાખો. 

અડદની દાળ વાટીને તેનો લોટ પાણીમાં મિક્સ કરી બાંધી લો. ત્યારબાદ તે લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો. 

શનિવારે કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી ધારણ કરો. કોઈ સ્મશાનમાં લાકડીનું દાન કરો.  

કાળા કૂતરાને દૂધ પીવડાવો. જ્યારે પણ રોટલીઓ બનાવો તો છેલ્લી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખવડાવો. આ ઉપાય દર શનિવારે કે દરરોજ કરી શકો છો. 
 

ઘરની આસપાસ જ્યાં પણ કાળી કીડીઓ હોય ત્યાં ખાંડ અને લોટ કીડીઓને નાખો.  

દર શનિવારની સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીપક પ્રગટાવો. 
ॐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરવા.