બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By

Video- #Saptahik #rashifal- કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (24 જુલાઈ થી 30 જુલાઈ)

મેષ- આ અઠવાડિયે કોર્ટ-કચેરીના ચક્કર લગાવવાની જરૂર પડી શકે છે.  નાણાકીય બાબતો સાથે સંકળાયેલા નિર્ણય થોડા સમય માટે ટાળવા. સ્વાસ્થ્યની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે.  બીમારનું સ્વાસ્થ્ય સારું થશે અને મન ખુશ રહેશે.  બધા પરેજ  જરૂરી છે.  આ અઠવાડિયું સંબંધોને લઈને થોડું અઘરું થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કોઈ પ્રકારની ભૂલ ન કરવી. છાત્રોએ  મહેનત કરવી પડી શકે છે. કેરિયર માટે તમને પરસેવો વહાવવો પડશે. તમારા પરિજન સાથે સારો સમય ગાળશો. વીકેંડ પર ફરવાનો  પ્લાન પણ બનાવી શકો છો. 
શુભ રંગ - લીલો  શુભ અંક - 5 
વૃષભ- આ અઠવાડિયામાં શેર બજાર તમને લાભ આપી શકે છે. ધંધામાં પણ નફો થશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરવી. રોગ થતા જરૂરી દવા અને ઉપચાર જરૂર કરો. આ અઠવાડિયે કુંવારા માટે માંગુ આવી શકે છે. નવા મિત્ર અને સાથી  બનવાની આશા છે. લાંબા સમયથી જે પરીક્ષા કે ટેસ્ટના પરિણામની તમે રાહ કરી રહ્યા હતા તે આ અઠવાડિયે મળી શકે છે. પરિણામ તમારા પક્ષમાં જ રહેશે. પરિવારમાં બધુ સામાન્ય  રહેશે. સંયમ રાખો. કોઈ મિત્રની સલાહ તમને આ સમયે લાભ પહોંચાડી શકે છે. 
શુભ રંગ -વાદળી     શુભ અંક - 1 
 

મિથુન- આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ અઠવાડિયે તમારો અમૂલ્ય સમય તમારા પાર્ટનરને આપો. તમારા પાર્ટનરને તમારી જરૂર છે. બેકારની વાત અને ઝગડાથી બચવું. છાત્રો માટે સમય સારો છે. મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરશો તો સફળતા તમારા સાથે રહેશે. પારિવારિક સ્તર પર ખૂબ ઉતાર ચઢાવ રહી શકે છે. ઘરના વડીલ સાથે કોઈ વિષય પર વિવાદ થઈ શકે છે. 
શુભ રંગ -પીળો     શુભ અંક - 4  
 
કર્ક - 
આર્થિક બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે. આ સમયે પ્રાપર્ટી વેચવાનો ઈરાદો પણ મગજમાં ન લાવવો. નવી પ્રોપર્ટી લેવા માટે સમય અનૂકૂળ નથી. અઠવાડિયામા મધ્યમાં માથાનો દુ:ખાવો અને થાકથી પરેશાન થઈ શકો છો. ભોજન પર ખાસ ધ્યાન આપો. તનાવની અસર તમારા સંબંધો પર પડી શકે છે. બંધુજન અને મિત્રોથી વિવાદ થવાની શકયતા છે. કેરિયરથી સંકળાયેલો કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.  વિદ્યાર્થીઓ માટે આ સમય આગળની યોજના બનાવવા માટે શુભ છે. ઘરમાં કોઈની સાથે તર્ક થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. આ અઠવાદિયા કોઈ અજાણ્યા માણસ સાથે મિત્રતા ન કરવી. 
શુભ રંગ -નારંગી     શુભ અંક -  9 

સિંહ- આ અઠવાડિયું રોકાણ માટે સારું નથી. ધંધામાં નુકશાન થઈ શકે છે. પણ આ નુકશાન હોશિયારીથી ટાળી શકાય છે. વાહન ચલાવતા સમયે કે રસ્તો ઓળંગતી વખતે ખૂબ સાવધાન રહેવું. આ અઠવાડિયે બગડેલા સંબંધો સુધરી શકે છે. ગેરસમજ પરથી પડદો હટી શકે છે પણ તે માટે જરૂરી છે કે તમે તમારા જીવનસાથી સાથે વાતચીત કરતા રહો. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાની પ્રબળ શકયતા છે. સમય તમારા માટે અનૂકૂળ છે. ઘણા દિવસોથી ચાલી રહી પરેશાનીઓનો આ અઠવાડિયે ઉકેલ મળી શકે છે. કોઈ મિત્રના કારણે રોકાયેલો કાર્ય પૂર્ણ થશે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. 
શુભ રંગ-ગ્રે  શુભ અંક -  3 
કન્યા- આ અઠવાડિયે સ્ટોક માર્કેટમાં પૈસા ન લગાવવા. ગ્રહો તમારી  સાથે નથી. તેથી નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. તમારું સ્વાસ્થ્ય આ અઠવાડિયે પૂરી રીતે ઠીક રહેશે. પણ બહારની વસ્તુઓ ખાવાથી કોઈ પરેશાની ઉભી થઈ શકે છે. આ અઠવાડિયે તમે રોમાંટિક મૂડમાં રહેશો. પ્રેમના એકરાર માટે સમય સારો છે. આ અઠવાડિયું કેરિયરની બાબતમાં નોર્મલ રહેશે. બેરોજગારોને દોડધામ કરવી પડશે. લાઈફ પાર્ટનરની સાથે તમારા સંબંધ મધુર થશે. પરિવારનો ભરપૂર સહયોગ મળશે. મિત્ર પણ તમારા પક્ષમાં ઉભા રહીને તમારી મદદ કરતા જોવા મળશે.  
શુભ રંગ -મેજેંટા     શુભ અંક - 2   
 

તુલા- શેયર માર્કેટમાં રોકાણ કરવું શુભ સિદ્ધ થઈ શકે છે. વ્યાપારમાં નવી શકયતાઓ શોધી શકાય છે. ભાગ્ય તમારી સાથે છે. આ અઠવાડિયે ગ્રહો તમારાથી રિસાયેલા લાગે છે. ઈજા થવાની શકયતા છે. તેથી ગાડી ચલાવતી સમયે સાવધાન રહેવું. આ અઠવાડિયે જીવનના કેટલાક ખાસ ક્ષણ સંબંધોને આપો. મિત્ર અને પરિજનને તમારા સાથની જરૂર છે. આ અઠવાડિયું છાત્રો માટે મુશ્કેલી ભર્યું થઈ શકે છે. વાંચતા સમયે એકાગ્રતા બનાવવા માટે મહેનત કરવી પડશે.. સંતાન તરફથી શુભ સમાચાર મળવાની શકયતા છે. મિત્રોનો સાથ મળશે. પરિવારમાં પણ બધા તમને સહયોગ આપશે. 
શુભ રંગ -  પીળો   શુભ અંક - 3  
 
વૃશ્ચિક- આ અઠવાડિયે મુદ્દાને લઈને કરેલ યાત્રા સફળ થશે. બિજનેસ ટૂર કે પ્રાપર્ટી ખરીદવા માટે બહાર જવું પડે તો જરૂર જવું. આ અઠવાડિયે હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દીઓને રાહત મળી શકે છે. સમય સારી રીતે વીતશે.  બસ આપ તનાવથી દૂર રહેજો. દરેક સંબંધો  સ્પેશ માંગે છે. તમને આ વાત સમજવી પડશે. બીજાના વ્યક્તિગત બાબતોમાં દખલ ન કરવી. ખાસ કરીને તમારા પાર્ટનરની બાબતમાં. વિદ્યાર્થીને આ અઠવાડિયે સરળતાથી સફળતા મળશે.  આમ તો એંજીનીયર અને ટેકનિકલ ફીલ્ડના વિદ્યાર્થીને થોડી પરેશાની થઈ શકે છે. પરિવારિક સંબંધોમાં પ્રગાઢતા આવશે. કોઈ મહેમાનની આવવાની શકયતા છે. 
શુભ રંગ - બ્રાઉન    શુભ અંક -  6 
 

ધનુ - અઠવાડિયાની શરૂઆત તો સામાન્ય થશે પણ અઠવાડિયાના મધ્ય સુધી તમને ક્યાંકથી અપ્રત્યાશિત લાભ મળી શકે છે. કોઈ રોકાયેલા પૈસા કે ગુમાવેલ વસ્તુ તમને પરત મળી શકે છે. આ અઠવાડિયા તમે ખુશમેજાજ રહેશો. આરોગ્ય પણ સારુ રહેશે. આ અઠવાડિયે તમારા પર કામનો ભાર વધારે છે અને આ કારણે તમારા નિકટના તમારા પર  ગુસ્સે થઈ શકે છે. તમારા સાથી અને પરિવાર માટે પણ સમય કાઢવો. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. ઓછી મેહનતથી પણ વધારે પરિણામ મળશે. કોઈ નવી જૉબમી ઑફર આવી શકે છે. આ અઠવાડિયે કોઈ સંબંધીના કારણે ઘરમાં ક્લેશ થઈ શકે છે. ગેરસમજથી બચવાનું એક જ રસ્તો  હોય છે વાતચીત.  
 
શુભ રંગ - ગુલાબી    શુભ અંક -7 
 
 
મકર- આ અઠવાડિયે ગ્રહો તમારી સાથે છે. ધંધામાં વધારો થશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે. અઠવાડિયાના કેટલાક દિવસ આળસ ભરેલા હોઈ શકે છે. આળસથી બચવા માટે સવારે જલ્દી ઉઠવાનો પ્રયાસ કરો. તમારા સાથીને કોઈ ખોટુ વચન ન આપવુ. 
 
નહી તો આવનારા સમયમાં તમને પરેશાની થઈ શકે છે. કેરિયરને નવી દિશા મળી શકે છે. આ અઠવાડિયે  પરિવાર માટે સમય કાઢવો મુશ્કેલ થશે. કાર્યભાર વધશે જૂના મિત્રોની મુલાકાત થવાની શકયતા છે. જેના કારણે તમારી ચિંતા ઓછી થઈ શકે છે. 
શુભ રંગ - ભૂરો    શુભ અંક -  7 
 

કુંભ- આ સમય શેર અને પ્રાપર્ટી ખરીદવા માટે શુભ છે. પણ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. આ અઠવાડિયે તમારી લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરવાની કોશિશ કરવી. સવાર અને સાંજના સમયે વૉક પર જવાનો પ્લાન બનાવો. આ અઠવાડિયે તમારું સોશિયલ સર્કલ વધી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે સમય અનૂકૂળ છે. આ અઠવાડિયે પરિવારમાં માતા-પિતા કે કોઈ વડીલ સાથે વિવાદ થઈ શકે છે. બોલતા પહેલા તમારા શબ્દો પર ધ્યાન રાખવું. કોઈ પણ મુદ્દા પર સલાહ આપતા સમયે ઉત્તેજિત ન થવું. 
 
શુભ રંગ - સફેદ     શુભ અંક -8  
 
મીન - અઠવાડિયાની શરૂઆતમાં રોકાણ કરવું સારું રહેશે. આ નિવેશ આગળ ચાલી તમને મોટું ફાયદો આપશે. મિત્રતા અને વ્યાપારને જુદો-જુદો રાખવું. જૂના રોગ આ અઠવાડિયા તમને પરેશાન કરી શકે છે. શારીરિક પરેશાની માનસિક પરેશાની ના બને તે માટે દવા લો અને ચિંતિંત ન થવું. સંબંધોને મજબૂત કરવા માટે કસોટીથી ગુજરવું પડશે. આ અઠવાડિયા તમને પણ કસોટીઓનો સામનો કરવું પડી શકે છે. આ અઠવાડિયા છાત્રોને વધારે મેહનત કરવાની જરૂર છે. એકાગ્રતા બનાવી રાખવી. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માતે તેના પર એકાગ્ર થઈને કાર્ય કરવું. આ અઠવાડિયે કોઈ જૂના મિત્રથી ભેંટ થઈ શકે છે. પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ બની રહેશે. 
 
શુભ રંગ - લાલ    શુભ અંક -  1