Widgets Magazine

નાડીદોષ શુ છે ? નાડીદોષ કોને નડતો નથી

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (14:57 IST)

Widgets Magazine

ભારતીય જ્યોતિષમાં વર-વધૂની કુંડળી મિલાનમાં અષ્ટ કૂટ ગુણ મેળાપમાં કુલ 36 ગુણોનુ નિર્ધારણની એક પ્રક્રિયા બની છે. જેના હેઠળ વર્ણ માટે 1 અંક, વશ્ય માટે 2, તારા માટે 3, યોનિ માટે 4, ગ્રહમૈત્રી માટે 5, ગુણ માટે 6, ભકૂટ માટે 7 અને નાડી માટે 8 ગુણનુ વિધાન છે. આદિ, મધ્ય અને અંત્યા  આ ત્રણ પ્રકારની નાડી હોય છે. ભારતીય જ્યોતિષમાં નાડીને કુંડળી મેળાપમાં સર્વાધિક 8 અંક આપવામાં આવ્યા છે.  જ્યોતિષ મુજબ જો વર-વધૂ બંનેની નાડી એખોય તો નાડી દોષને કારણે વૈવાહિક સંબંધ લાંબો ટકતો નથી. મહર્ષિ વશિષ્ઠ મુજબ નાડી દોષ હોવિ અને વર-વધૂના નક્ષત્રોની પરસ્પર નિકટનો વૈવાહિક સંબંધ અને સંતાન પક્ષની માનસિક/શારીરિક સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ નાખે  છે.  આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્રમાં નાડી-શિશને આતિ-વાત, મઘ્ય-પિત્ત અને અંત્ય-કફની સંજ્ઞા આપવામાં આવે છે. એક માન્યતા મુજબ આદિ નાડી દોષ થતા વાત પ્રધાનતાને કારણે વર-વધૂમાં પરસ્પર પ્રેમ/ખેંચાવની કમી, મધ્ય નાડી સ્થિતિ અને અંત્ય નાડી દોષ હોય તો કફની પ્રધાનતાથી કેટલાક વિશેષ પરિસ્થિતિમાં નાડી દોષ લાગતો નથી.. 
 
1. વર-વધૂનો જન્મ નક્ષત્ર એક પણ ચરણ જુદા જુદા હોય 
2. વર-વધૂની જન્મ રાશિ એક હોય અને જન્મ નક્ષત્ર જુદા-જુદા હોય 
3. વર-વધૂનુ નક્ષત્ર એક હોય પણ જન્મ રાશિ જુદી જુદી  હોય 
4. ગ્રહ મૈત્રી, ગણ, ભકૂટ અને લગ્ન મેળાપ શુભ હોય હોય તો નાડી દોષ માન્ય હોતો નથી.
 
એવી ગેરમાન્યતા છે કે નાડી દોષ હોય તો સંતાનસુખ મળતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં કુલ ત્રણ પ્રકારની નાડીઓ છે. (૧) આદ્ય, (૨) મધ્ય અને (૩) અંત્ય. આદ્ય નાડી એટલે કફ પ્રકૃતિ, મધ્ય નાડી એટલે પિત પ્રકૃતિ અને અંત્ય નાડી એટલે વાત પ્રકૃતિ. શાસ્ત્ર મુજબ પતિ અને પત્ની બંને સમાન નાડી ધરાવતા ન હોવા જોઈએ. કારણકે એક જ નાડી ધરાવતા યુગલનું સંતાન જે-તે પ્રકૃતિની અધિકતા ધરાવતું જન્મે. સંતાનનું શારીરિક બંધારણ નબળું રહે.
 
નાડી એ અષ્ટકૂટ પદ્ધતિનો એક ભાગ છે. એટલે કે નાડી ચન્દ્રના નક્ષત્રના આધારે નક્કી કરવામાં આવે છે. સંતાન કેવું રહેશે તે જાણવાની આ એક સાદી, સરળ અને ઝડપી પદ્ધતિ છે. સંતાન વિષે ચોકસાઈપૂર્વક જાણવા માટે કુંડળીમાં પંચમસ્થાન, પંચમેશ અને સંતાનકારક ગુરુની સ્થિતિનો અભ્યાસ કરવો પડે. જો કુંડળી સંતાન બાબતે અનુકૂળ ગ્રહ યોગો દર્શાવતી હોય તો નાડી દોષને ગૌણ જ માનવો રહ્યો. એવા કેટલાય ઉદાહરણ છે જેમાં યુગલ નાડી દોષ ધરાવતું હોવા છતાં તેમને સ્વસ્થ અને નિરોગી સંતાનોની પ્રાપ્તિ થઈ હોય.
 
લગ્ન મેળાપક એ કુશળતા અને કાળજી માગી લેતું કાર્ય છે. તેમાં ઉતાવળિયા નિર્ણયો ન ચાલી શકે.
 
નાડી દોષના  ઉપાય

- પીયૂષધારા ગ્રંથ મુજબ
 
1.  સ્વર્ણ, ગાય, અન્ન દાન કરવાથી અને સુવર્ણની સર્પાકૃતિ પ્રાણપ્રતિષ્ઠિત કરી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી નાડી દોષ ન્યૂન(સમાપ્ત) થઈ જાય છે. 
2. પોતાના લગ્નની વર્ષગાંઠ પર આદિ-વાત, મધ્ય-પિત્ત અને અંત્ય-કફનો પ્રભાવ દૂર કરવા માટે અનુકૂળ આહાર દાન કરો. 
3. આયુર્વેદ મુજબ જે દોષની અધિકત હોય તેના પ્રભાવને દૂર કરનારા આહારનુ સેવન વધુ કરો. 
 
એવી ગેરમાન્યતા છે કે નાડી દોષ હોય તો સંતાનસુખ મળતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં કુલ ત્રણ પ્રકારની નાડીઓ છે. (૧) આદ્ય, (૨) મધ્ય અને (૩) અંત્ય. આદ્ય નાડી એટલે કફ પ્રકૃતિ, મધ્ય નાડી એટલે પિત પ્રકૃતિ અને અંત્ય નાડી એટલે વાત પ્રકૃતિ. શાસ્ત્ર મુજબ પતિ અને પત્ની બંને સમાન નાડી ધરાવતા ન હોવા જોઈએ. કારણકે એક જ નાડી ધરાવતા યુગલનું સંતાન જે-તે પ્રકૃતિની અધિકતા ધરાવતું જન્મે. સંતાનનું શારીરિક બંધારણ નબળું રહે.
 
નાડી એ અષ્ટકૂટ પદ્ધતિનો એક ભાગ છે. એટલે કે નાડી ચન્દ્રના નક્ષત્રના આધારે નક્કી કરવામાં આવે છે. સંતાન કેવું રહેશે તે જાણવાની આ એક સાદી, સરળ અને ઝડપી પદ્ધતિ છે. સંતાન વિષે ચોકસાઈપૂર્વક જાણવા માટે કુંડળીમાં પંચમસ્થાન, પંચમેશ અને સંતાનકારક ગુરુની સ્થિતિનો અભ્યાસ કરવો પડે. જો કુંડળી સંતાન બાબતે અનુકૂળ ગ્રહ યોગો દર્શાવતી હોય તો નાડી દોષને ગૌણ જ માનવો રહ્યો. એવા કેટલાય ઉદાહરણ છે જેમાં યુગલ નાડી દોષ ધરાવતું હોવા છતાં તેમને સ્વસ્થ અને નિરોગી સંતાનોની પ્રાપ્તિ થઈ હોય.આ પણ વાંચો :  

જ્યોતિષવિજ્ઞાન

news

રવિવારે રાશિ મુજબ કરો આ ઉપાય , 2017માં નસીબ જાગશે

મેષ - બળદને જવ ખવડાવો વૃષભ - મંદિર કે કોઈપણ ધાર્મિક સ્થળ પર સફેદ ધ્વજા ચઢાવો. મિથુન - ...

news

સાપ્તાહિક રાશિફળ (25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી 2017 )

મેષ- આ અઠવાડિયા તમને કોઈ સારી ખબર મળશે . નોકરી કે ધંધામાં સ્થિતિઓ તમારા ફેવરમાં રહેશે. ...

news

લીંબૂ - લવિંગના આ ટોટકા 24 કલાકમાં દૂર કરશે તમારી દરેક સમસ્યા

તાંત્રિક ગ્રંથોમાં ઘણા એવા પ્રયોગો વિશે જણાવ્યા છે જેની મદદથી અશકય કાર્યને પણ શકય બનાવી ...

news

વર્ષ 2017માં જો તમને ધન જોઈતુ હોય તો રાશિ મુજબ કરો આ સહેલા ઉપાય

વર્ષ 2017ની શરૂઆત થવામાં હવે બસ થોડો જ સમય બચ્યો છે. આવતુ વર્ષ તમારી માટે કેવુ રહેશે આ ...