શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (16:56 IST)

કુંડળીમાં વિષ યોગ હોય છે અતિ અનિષ્ટકારી, જાણો કારણ અને નિવારણ

દરેક જાતકની કુંડળીમાં આવનારા યોગ-સંયોગથી તેમના જીવનમાં આવનારા કાર્યો, સફળતાઓ અને કષ્ટોનું નિર્માણ અને નિવારણ થાય છે.  જો યોગ્ય સમય પર કુંડળીના અશુભ યોગને ઓળખ કરી યોગ્ય ઉપાય કરવામાં આવે તો આ દોષોથી થનારી પીડાને કંઈક ઓછી પણ કરી શકાય છે. આવા જ અનિષ્ટકારી યોગોમાંથી એક છે વિષ-યોગ. 
 
કોઈપણ જાતકની કુંડળીમાં વિષ-યોગનુ નિર્માણ શનિ અને ચન્દ્રમાંના કારણે બને છે. શનિ અને ચન્દ્રની જ્યારે યુતિ (બે કારકોનુ જોડાયેલુ હોવુ) હોય છે.  ત્યારે વિષ યોગનુ નિર્માણ થાય છે. કુંડળીમં વિષ-યોગ ઉત્પન્ન થવાને કારણે લગ્નમાં જો ચન્દ્રમાં છે અને ચન્દ્રમાં પર શનિની 3, 7 અથવા 10માં ઘર થવા પર પણ યોગનુ નિર્માણ થાય છે. 
 
કર્ક રાશિમાં શનિ પુષ્ય નક્ષત્રમાં હોય અને ચન્દ્રમાં મકર રાશિમાં શ્રવણ નક્ષત્રનો રહે અથવા ચન્દ્ર અને શનિ વિપરિત સ્થિતિમાં હોય હોય અને બંને પોતપોતાના સ્થાનથી એક બીજાને જોઈ રહ્યા હોય તો ત્યારે પણ વિષ-યોગની સ્થિતિ બની જાય છે. 
 
જો કુંડળીમાં આઠમા સ્થાન પર રાહુ  રહેલો છે અને શનિ (મેષ કર્ક સિંહ વૃશ્ચિક)લગ્નમાં હોય ત્યારે પણ વિષ-યોગની સ્થિતિ બની જાય છે. 
 
મૃત્યુ તુલ્ય કષ્ટ આપે છે વિષ યોગ - આ યોગ મૃત્યુ, ભય, દુખ, અપમાન, રોગ, દરિદ્રતા, દાસતા, બદનામી, વિપત્તિ, આળસ અને કર્જ જેવા અશુભ યોગ ઉત્પન્ન કરે છે અને આ યોગથી જાતક નકારાત્મક વિચારોથી ધેરાવવા લાગે છે અને તેના બનેલા કામ પણ બગડી જાય છે. 
 
કેવી રીતે થાય છે વિષ યોગનુ નિવારણ - શનિ અને ચંદ્રમા6 હોવાથી આ યોગથી ગ્રસિત જાતકને શિવજી અને હનુમાનજીની પૂજાથી વિશેષ લાભ મળે છે. 
 
વિષ યોગની પીડા ઓછી કરવા માટે ૐ નમ: શિવાયનો મંત્ર રોજ સવાર-સાંજ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ. 
શિવ ભવવાનના મહા મૃત્યુંજય મંત્રનો જાપ રોજ (5માળા જાપ)કરવથી પણ પીડા ઓછી થઈ જાય છે. 
હનુમાનજીની પૂજા કરવા, હનુમાન ચાલીસા અને સંકટમોચનન હનુમાનજીની આરાધનાથી પણ આ યોગથી થનારી પીડા શાંત થાય છે. 
આ જ રીતે શનિવારે શનિદેવનો સાંજના સમયે તેલાભિષેક કરવાથી પણ પીડા ઓછી થઈ જાય છે.