બાળ દિવસ સ્પેશ્યલ : દસમાંથી દસ...હવે કરો બસ..

Widgets Magazine

kids poem


દસમાંથી દસ નથી લાવતુ મારુ બાળક

પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારુ બાળક

રમે છે સપના જુએ છે. જીદ કરે છે..

અને કહી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ ..

અને હા. તે વાંચે છે પણ એટલુ જ જેટલી જરૂર છે.

કહી શકો છો તમે કે સાધારણ છે તે..

 

હુ નથી જતી જોવા તેની ઉત્તરવહી

એ માટે નહી કે મને ફરિયાદ છે તેના માટે

પણ કદાચ એ માટે.. કે ખૂબ જ દર્દનાક લાગે છે શાળા મને

અને કાંપી જાઉ છુ શાળાના દાદરા ઉતરતી વખતે

 

હાથમાં કાગળના ટુકડા લઈને

સાથે કોઈ બાળકને ઢસેડતા ગુનેગારની જેમ

તેના માર્કસ પૂછતા કોઈ મમ્મી-પપ્પાને

કેટલા આવ્યા મેથ્સમા ? અને કેટલા સાયંસમાં ?

સાંભળી-સાંભળીને લાગે છે

ત્રણ નંબર કપાય ગયા જે એ જ હતુ સર્વસ્વ


મને નથી જોવો ગમતો એ

બાળકોના ક્લાસરૂમમાં સ્મશાન જેવો સન્નાટો

ઉત્તરવહીના ઢગલાં પાછળ બેસેલી ટીચર

ચિઢાતા માતા-પિતા.

પરસ્પર નાઈન અને નાઈન એંડ અ હાફ જેવી

ગળાકાપ સ્પર્ધાની વાતો કરતા પાગલ માતાપિતા

 

બાળપણની પરિભાષા મોઢા પર ઉકેરતા

માસૂમ ચેહરા પર ટપકતા આંસુઓ

સોરી મમ્મી. સોરી મમ્મી.. હવે પછી.. હવે.. પછી

કહીને ધ્રૂજતા બાળકો

મને નથી જોવી ગમતી એ નિર્જીવ કોપીઓ

કોપીમાં આંખો ઘૂસાડીને નંબર ગણતા માતા-પિતા

 

મને તો ગમે છે જોવુ બસ..

ચકલીઓ પાછળ દોડતુ બાળપણ

દીવાલ પર વાંકીચૂંકી લાઈન ખેંચીને

પોતાનુ મન ઉકેરતુ બાળપણ...

 

ગલીઓમાં કૂતરાના નાના-નાના બચ્ચા પર

ન્યોછાવર થઈ જતુ બાળપણ..

માળામાં નાના બચ્ચાના મોઢામાં

દાણો નાખતી ચકલી પાસેથી

પ્રેમ સીખતું બાળપણ..

 

(અનુવાદ - કલ્યાણી દેશમુખ) Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બાળ દિવસ જવાહરલાલ નહેરુ ટીચર વિશે કવિતા બાળ દિન કલ્યાણી દેશમુખૢ બાળપણ ચિલ્ડ્રન ડે ચાચા નેહરુનો જન્મદિવસ કવિતા બાળ જગત બાળ વાર્તા દસમાંથી દસ હવે કરો બસ Bal Din Children's Day Poems In Gujarati Children Day. Nehru Chacha. Pt. Jawaharlal Nehru. Child Story

બાળ જગત

news

"પદ્માવતી’નો ઈતિહાસ - શા માટે કર્યું હતું જોહર

રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી ...

news

ટીપુ સુલ્તાનની હકીકત જાણશો તો ચોકી જશો તમે પણ.. જાણો કેવો હતો મૈસૂરનો સુલ્તાન ?

ટીપૂ સુલ્તાન જેને 'મૈસૂર કા શેર' કહેવાતો હતો તેણે દેશના કેન્દ્રીય મંત્રી બળાત્કારી કેમ ...

news

પદ્માવતી’ નો ઈતિહાસ - રાણી પદ્માવતીની સુંદરતા વિશે....

રાણી પદ્મીની ચિતૌડની રાણી હતી. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. ૧૨ મી અને ૧૩ મી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine