મંગળવાર, 19 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : શનિવાર, 28 એપ્રિલ 2018 (11:50 IST)

Akbar Birbal - બીરબલની બુદ્ધિની પરીક્ષા

બીરબલ અકબરનો પ્રિય મિત્ર અને વજીર હતો. અકબર બઘીજ વાતમાં તેની સલાહ લેતા. રાજયમાં બીરબલ કહે તેમ જ થાય. તેથી ઘણા દરબારી ઓને બીરબલની ઇર્ષાં થતી. તેઓ બીરબલને વજીર પદેથી દુર કરવાનું કાવતરૂ ઘડીને બાદશાહ પાસે ગયાં અને બોલ્યાં,  જહાંપનાહ ! આપના દરબારમાં તાનસેન જેવો શ્નેષ્ઠ સંગીતકાર છે, અકબર કહે હા ! હું તે જાણું છુ પણ તેનું અત્યારે શું છે, દરબારીઓ કહે કે બાદશાહ આપને શું એવું નથી લાગતું કે બીરબલની જગ્યાએ તાનસેન આપનો વજીર હોવો જોઇએ.
 
અકબર દરબારી ઓની ચાલ સમજી ગયો. છતાં તેણે કહ્યું કે કસોટી કર્યાં વગર તાનસેનને વજીર પદ આપી ન શકું. જો એ મારી કસોટી માંથી સફળ થશે તો બીરબલને બદલે એને વજીરનું પદ ચોક્કસ આપીશ. દરબારીઓ મલકાયાં. અકબરે તાનસેન અને બીરબલને બોલાવ્યાં. બંને ને દરબારી ઓની ઇચ્છા જણાવી. તેણે એક પત્ર લખીને કવરમાં બંઘ કરીને આપ્યો.પછી કહ્યું તમે હમણાં જ ઇરાનનાં બાદશાહ પાસે જાઓ,આ પત્ર તેને આપજો અને તેનો જવાબ લેતા આવજો. તરત જ બંન્ને જણાં ઇરાન જવા રવાના થયાં.ઇરાન પહોંચીને તેમણે ઇરાનના બાદશાહને અકબરનો પત્ર આપ્યો.
 
ઇરાનનાં બાદશાહને નવાઇ લાગી એને થયું કે આ બે જણાંને ફાંસી આપવા માટે છેક અહી મોકલવાની જરૂર શી હતી. પછી તેણે બીરબલ અને તાનસેનને કહ્યું આમાં તમને ફાંસી આપવાનું કહ્યું છે.તાનસેન તો આ વાત સાંભળીને ડરથી ઘ્રુજી ગયો. એના આખા શરીરે પરસેવો વળી ગયો. એણે બીરબલને કહ્યું કે તું ગમે તેમ કરીને મારો જીવ બચાવી લે મારે વજીર નથી થવું.
 
બીરબલે તાનસેનનાં કાનમાં કાંઇક કહ્યું, એટલે તાનસેન શાંત થયો. એનામાં થોડીક હિંમત આવી. સિપાઇઓ બંન્ને સીડી પાસે લઇ ગયાં. ત્યાં બિરબલ એકદમ આગળ આવીને જલ્લાદને કહ્યું કે પહેલા મને સૂળી ચડાવો. તાનસેને કહ્યું ના પહેલા મને સૂળીએ ચડાવો. વાત વધી ગઇ. બેય રકઝક કરવા લાગ્યાં. જલ્લાદને નવાઇ લાગી એણે બાદશાહને આ ખબર પહોંચાડી. બાદશાહે બંન્નેને દરબારમાં પાછા બાલાવ્યાં. તમે બંન્ને મરવા માટે કેમ ઝઘડો છો.? બીરબલ કહે કે એ વાત કહી શકાય એવી નથી. મને પહેલા શૂળીએ ચડાવી 'દો. બાદશાહ કહે હવે તો કારણ જાણ્યા વગર  હું તમને શૂળીએ ચડાવી ન શકું. બીરબલ કહે કે અમારા બાદશાહને તમારૂ રાજય જીતવું છે તમે પવિત્ર માણસ છો એટલે તેઓ તેમાં સફળ થતાં નથી. એમના ગુરૂએ જ કહ્યું છે કે જો ઇરાનનાં બાદશાહને હાથે બે નિર્દોંષ માણસોની હત્યાં થાય તો જ તમને ઇરાન ઉપર જીત મેળવી શકશો. આથી અમને બંન્નેને બાદશાહે તમારી પાસે મોકલ્યાં છે. બાદશાહે કહ્યું હવે હું આ વાત સમજયો, પણ તમે બંન્ને જણા પાછા એકબીજા કરતા પહેલા મરવા માટે કેમ ઝઘડો છો. ? બીરબલે કહ્યું તમે બંન્ને નિર્દોંષ છો. તેથી તમારા માંથી જે પહેલો મરશે તે બીજા જન્મમાં રાજા થશે, જે બીજો મરશે તે તેનો વજીર થશે. મારે રાજા જ થવું છે એટલે તમે મને પહેલા શૂળીએ ચડાવી 'દો. ઇરાનનાં બાદશાહે કહ્યું હું શા માટે બે નિર્દોંષ માણસોની હત્યાં કરું. હું તમને હુકમ કરું છુ કે તમે અત્યારેને અત્યારે તમારા વતનમાં પાછા ચાલ્યા જાઓ.
 
તાનસેન અને બીરબલ અકબર પાસે જીવતા પાછા આવી ગયા, એટલે અકબર કઇંક બોલે એ પહેલાં તાનસેન બોલ્યો જહાંપનાહ ! વજીરનાં પદ માટે તો બીરબલ જ લાયક છે. તમે તેને જ વજીર બનાવો. મારે વજીર થવું નથી. પછી જયાંરે તાનસેને બઘી વાત કરી ત્યારે અકબર ઊઠીને બીરબલને ભેટી પડયો. ત્યારે બઘા દરબારીઓ જોઇ રહ્યાં.