Akbar Birbal Tales - બીરબલના બાળકોની પરીક્ષા

Widgets Magazine

akbar birbal

એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું. 

એક દિવસ જ્યારે બિરબલ કશા કામ અર્થે બહાર ગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવા નક્કી કર્યું.

અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમતા બિરબલનો મોટો પુત્ર અકબરને જોઇને બોલ્યો "આ આવ્યો"

ત્યારે નાનો પુત્ર બોલ્યો "પરંતુ તેને નથી" અને અંતે બિરબલની દિકરી બોલી "એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય"

અકબર રાજા બિરબલનાં બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યો નહીં. અને તે ત્યાંથી જ રાજદરબારમાં પરત ફર્યા. અકબર આખી રાત બિરબલનાં બાળકોની વાત-ચીત પર વિચારે ચડ્યો, તેને નિંદર ન આવી. બીજા દિવસે દરબારમાં તેણે આ ત્રણે વાક્યોનો અર્થ બતાવવા દરબારીઓને કહ્યું.

દરબારમાંથી કોઇ પણ બિરબલનાં બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ બતાવી ન શક્યું. અંતે અકબરે બિરબલને પુછ્યું ત્યારે બિરબલ બધુ સમજી ગયો.

બિરબલે અકબરને પૂછ્યું "તમે કોઇનાં ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો? "

અકબરે કહ્યું "હા બિરબલ, પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોનાં અર્થ કહે."

ત્યારે બિરબલ બોલ્યો, મહારાજ પ્રથમ વાક્ય "આ આવ્યો" નો અર્થ થાય કે... "આ ગઘેડો આવ્યો"
કારણ કે મહારાજ તમે તે ઘરનાં સભ્યોને પૂછ્યા વગર તેનાં ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાચુને મહારાજ ?

અકબરે કહ્યું કે બરોબર છે.

બિરબલે બીજા વાક્ય "પરંતુ તેને નથી" નો અર્થ કહ્યો કે.... "પરંતુ તેને પુછડું નથી"

અને ત્રીજા વાક્ય "એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય"નો અર્થ "પૂછડું કોઇને હોય કોઇને ન હોય"

બિરબલનાં જવાબ સાંભળીને અકબર રાજાને ખાત્રી થઇ ગઇ કે બિરબલનાં બાળકો પણ બિરબલ જેવા જ ચતુર અને હાજર જવાબી છે. ત્યાર બાદ અકબરે કદી પણ બિરબલનાં બાળકોની બુદ્ધિની ખાત્રી કરવાની કોશીશ કરી નહીં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

બાળ જગત

news

Story- માતા-પિતાની વાર્તા

એક વારની વાત છે એક જંગલમાં સફરજનનો એક ઝાડ હતો. એક બાળક દરરોજ એ ઝાદ પાસે રમતો. એ ક્યારે ...

news

ગુજરાતી વાર્તા - ના પડાય જ કેમ!

એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. ...

news

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

વેબદુનિયા ગુજરાતી વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ...

news

ગુજરાતી વાર્તા - મગર અને વાંદરો

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા ...

Widgets Magazine