શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2016 (15:39 IST)

ચિલ્ડ્રન ડે કોના માટે ?- બાળકો માટે કે બાળકોનો ?

14 નવેમ્બરે ભારતના પહેલા પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નહેરુના જન્મ દિવસને આપણે બાળ દિવસના રૂપથી માનીએ છીએ. નહેરુજીને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ હતો એટલા માટે એમના જન્મ દિવસ પર જ એને ઉજવવામાં આવે છે. નહેરુજી નેતા હોવાની સાથે બાળકો માટે સમય પણ નિકાળતા હતા. તેમને નાના બાળકો સાથે રહેવાનું ખૂબ પસંદ હતું. નહેરુજી પોતાના દેશ અને બાળકો માટે નિસ્વાર્થ સેવા પણ કરતાં હતા. બાળ દિવસ બાળકો માટે ખૂબ ખાસ હોય છે. દરેક સ્કૂલમાં એને લઇને કેટલાક કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. હાલમાં દુનિયામાં એવા કેટલાક બાળકો છે જેમને બાળ દિવસ માટે ખબર પણ હોતી નથી. એ બાળકોની આપણે નિસ્વાર્થ રૂપે મદદ કરીને એ બાળકોની મદદ કરીને આ દિવસને ખાસ બનાવી શકીએ છીએ. જે બાળકોને મદદની જરૂર છે એ બાળકોને મદદ કરીને, તેમની મુશ્કેલીનું સમાધાન શોધીને, અસહાય બાળકોને ભોજન આપીને અથવા એવા ઘણા અનાથાલય છે જે બાળકોના માતા પિતા નથી એમની સાથે થોડોક સમય પસાર કરીને આપણે એ બાળકોને બાળ દિવસની ખુશી આપી શકીએ છીએ. એનાથી ફક્ત એમને નહીં પણ આપણને પણ શાંતિ મળશે. ગરીબ બાળકોને ફ્રીમાં ઉપચાર કરીને, તેમને શિક્ષા આપીને આપણે એ કામ કરી શકીએ છીએ. જો આપણે આવું કરી શકીએ છીએ તો આપણએ કહી શકીએ છીએ બાળ દિવસ ફક્ત બાળકો માટે નહીં પરંતુ આપણા માટે પણ ખાસ છે. આ રૂપથી આપણે આપણા લક્ષ્યને પણ પૂરું કરી શકીએ છીએ. પરંતુ આજના જમાનામાં કદાચ જ એવું કોઇક કરતું હશે કારણે કે આજકાલના સમયમાં જે રીતે બાળ દિવસ ઉજવવામાં આવે છે એના પરથી તો એું જ લાગે છે કે આ ફક્ત ઔપચારિક્તા જ રહી ગઇ છે. બાળ દિવસને આપણે બે અર્થમાં કહી શકીએ છીએ. ”બાળકોનો દિવસ અથવા બાળકો માટેનો દિવસ”. આજે જે રીતે ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે એ ફક્ત બાળકોના દિવસ માટે મનાવવામાં આવે છે જે માત્ર 14 નવેમ્બરે જ હોય છે. બીજા અર્થમાં વાત કરીએ તો આ દિવસે બાળકો માટે કંઇ ખાસ હોતું નથી