શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By કલ્યાણી દેશમુખ|

બાળદિવસ - સાચા મનના બાળકો

W.D
આ વ્યસ્ત જીંદગીમાં માણસને રોજ નવા-નવા ટેંશનોનો સામનો કરવો પડે છે. રોજ નવા પડકારો તેની સામે આવીને ઉભા રહે છે. એક થાકેલો માણસ જ્યારે ઘરે જાય ત્યારે તેનું સ્વાગત તેના બાળકો હસતાં-હસતાં અને ઉમળકાથી કરે છે. તેથી તેનો બધો થાક પળવારમાં દૂર થઈ જાય છે.

બાળકોને કારણે જ આપણાં જીવનમાં હાસ્ય, ઉમંગ, કે દરેક પ્રકારની મુસીબતનો સામનો કરવાની શક્તિ છે. બાળકો ન હોય તો માણસ યંત્રવત બની જાય. દિવસભર ઓફિસમાં બેસી રહેલો માણસને સાંજે તેની રાહ જોતા બાળકો નજર સમક્ષ દેખાય છે તેથી જ તે સમયસર ઘરે જાય છે. બાળકોને કારણે આપણે આજે પણ બગીચામાં, પ્રાણી સંગ્રહાલયમાં કે મેળાઓમાં હા ના કરતા જતાં જ રહીએ છીએ. પરંતુ બાળકોને મજા કરાવતા આપણા ચહેરા પર પણ હાસ્ય આવી જ જાય છે. આઈસ્ક્રીમ આમ, એકલા ખાવામાં મજા નથી જે મજા બાળકો સાથે ખાવામાં આવે છે.

સામાન્ય રીતે આપણે બાળકોની ગંદી આદતો જેવી કે કેવા પણ હાથ આપણા કપડાં પર લગાવી દેવા, ઘરમાં રમકડા હોય કે ચોપડીઓ બધાને વેરવિખેર કરી મુકવું વગેરેને લઈને તેમની પર ગુસ્સો કરતા હોઈએ છીએ, પરંતુ બાળકોને બે દિવસ માટે પણ ક્યાંક મોકલીને જુઓ, તમને ઘરમાં બિલકુલ નહી ગમે. તમારું વ્યવસ્થિત રહેલું ઘર જ તમને ખાવા દોડશે.

 
બાળકો મનનાં સીધા, ભોળા અને અતૂટ પ્રેમ છલકાવનારા હોય છે. તેમ તેમને ગમે તેટલું લઢો, પણ જો તમને કંઈક થશે તો તરત જ તેમના હાવભાવ કે તેમના લાગણીભર્યા શબ્દો સાંભળજો. એવું લાગશે કે હા, ભાઈ સાચે જ આપણે ધન્ય છે કે આપણને ઈશ્વરે બાળકો આપ્યા છે.

આવા આ સાચા મનના બાળકોને આમ તો આપણે ઘણું અવાર-નવાર આપતા રહીએ છીએ, પરંતુ આજે તેમના ખાસ દિવસે, એટલે બાળદિવસના રોજ પણ એક દિવસ નહી તો એકાદ-બે કલાક તેમની સાથે વિતાવીએ, તેમને સમજીએ, તેમની સાથે બાળકો બનીને રમીએ. પછી જો જો તમારા બાળકોના ચહેરાની ખુશી.... તેઓ જરૂર મનમાં કહેશે કે રોજ બાળ દિવસ હોય તો કેવી મજા પડે.... !