શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભમેળો
Written By
Last Modified: મંગળવાર, 14 જુલાઈ 2015 (11:14 IST)

કુંભનુ મહત્વ - જાણો કુંભનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

વાસ્તવમાં કુંભ મેળો એક એવો અકલ્પનીય આયોજન છે. જે માત્ર પવિત્ર ગંગામાં જ્યોતિષની દ્રષ્ટિથી એક ચોક્કસ શુભ સમયમાં ડૂબકી લગાવવા સુધી જ સીમિત નથી જો સદીયોથી ભારતના કરોડો લોકો આ પરંપરામાં અખંડ વિશ્વાસ બનાવતા આવી રહ્યા છે કે કુંભ મેળામાં સંગમ (ગંગા યમુનાનું મિલન સ્થળ) પર એક ડૂબકી પણ છેલ્લા કેટલાક જન્મોના ખરાબ કાર્મિક પ્રભાવોને દૂર કરવાની ક્ષમતા રાખે છે. તો તેનો કોઈ તો આધાર હશે. 
 
પરંપરાગત રૂપથી હિંદુઓને માનવુ છે કે કોઈ પણ કુંભ મેળામાં પવિત્ર ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં ત્રણ ડૂબકી લગાવવાથી કોઈપણ પૂર્વ વર્તમાન અને ભવિષ્યના જન્મોના બધા પૂર્વ વર્તમાન અને ભાવી પાપોને ધોઈને જન્મ પુર્નજન્મ અને મૃત્યુના અવરજવર ચક્રથી મુક્ત થઈ શકે છે. શાસ્ત્રો મુજબ કુંભ મેળામાં બધા તીર્થયાત્રીઓના જીવનમાં શુભ્રતા, પવિત્રતા અને મોક્ષ ભાવના આત્મસાત કરવાની તક મળે છે. 
 
કુંભ મેળા સ્થળ 
 
મોટાભાગના લોકો જાણે છે કે ભારતમાં કુંભ મેળો ચાર સ્થાનો પર આયોજીત કરવામાં આવે છે. ઈલાહાબાદ, હરિદ્વાર, ઉજ્જેન અને નાસિક. હરિદ્વારા (ઉત્તરાખંડ) માં જ્યા પવિત્ર ગંગા શક્તિશાળી હિમાલયના મેદાનોમાં પ્રવેશ કરે છે. ત્યા આ દરેક 12 વર્ષ પછી મનાવાય છે. આ જ રીતે આ પવિત્ર પ્રયાગ(ઈલાહાબાદ)માં પણ અહી 12 વર્ષ પછી મનાવાય છે. ઈલાહાબાદમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ પર મધ્ય પ્રદેશની ઐતિહાસિક ઉજ્જૈન નગરીમાં પવિત્ર ક્ષિપ્રા નદીના તટ અને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ નાસિક નગરમાં ગોદાવરીના તટ પર આનુ આયોજન સદીયોથી થતુ આવ્યુ છે.  
 
કુંભની સ્ટોરી 
 
પ્રાચીન હિંદુ ધાર્મિક ગ્રંથો મુજબ દેવતાઓ અને રાક્ષસો વચ્ચે પૌરાણિક કાળમાં થયેલ અમૃત મંથન દરમિયાન અન્ય દિવ્ય પદાર્થોની જેમ જ અમૃતથી ભરેલો એક ઘડો પણ નીકળ્યો. રાક્ષસ ઈચ્છતા હતા કે અમૃત પીને તેઓ અમર થઈ જાય. દૈત્યોએ અમૃત કળશને દેવો પાસેથી છીનવાનો પ્રયત્ન કર્યો તો દેવરાજ ઈન્દ્રના પુત્ર જયંત આ કળશ લઈને ભાગી નીકળ્યો. દૈત્ય જયન્તની પાછળ ભાગ્યા અને તેનાથી બચવા માટે જયંત સંપૂર્ણ બ્રહ્માંડમાં ભાગતો રહ્યો. જયન્ત સ્વર્ગમાં આઠ અને પૃથ્વી પર ચાર સ્થાનો પર કુંભ લઈને ભાગ્યો. પૃથ્વી પર જે સ્થાનો પર આ ભાગદોડ દરમિયાન આકાશમાંથી અમૃત પડ્યુ તે દરેક સ્થાને દરેક 12 વર્ષ પછી કુંભ પર્વ મનાવવામાં આવે છે. 
 
જ્યોતિષીય મહત્વ - ગ્રહ નક્ષત્રોના કુંભ રાશિમાં વિચરણ મુજબ હરિદ્વારા, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈનમાં સદીયોથી દર ત્રીજા વર્ષે અર્ધ કે પૂર્ણ કુંભનુ આયોજન કરવામાં આવે છે. આ મૂળ રૂપે બૃહસ્પતિ અને સૂર્ય ગ્રહની સ્થિતિના આધાર પર વિવિધ સ્થાનો પર મનાવાય હ્ચે. 
 
1. હરિદ્વાર - ગુરૂ કુંભ રાશિ પર અને સૂર્ય મેષ રાશિ પર હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. 
2. પ્રયાગ (ઈલાહાબાદ) જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે ત્યારે મેષ કે વૃષભ રાશિમાં બૃહસ્પતિ ત્યારે પ્રયાગમાં કુંભ મેળો આયોજીત થાય છે. 
3. ઉજ્જૈન - સૂર્ય તુલા રાશિ પર સ્થિત હોય અને ગુરૂ વૃશ્ચિક રાશિ પર હોય ત્યારે કુંભ મેળો ઉજ્જૈનમાં ઉજવવામાં આવે છે. 
4. નાસિક (ત્ર્યંબકેશ્વર) જ્યારે ગુરૂ સિંહ રાશિ પર સ્થિત હોય અને સૂર્ય અને ચંદ્ર કર્ક રાશિ પર હોય ત્યારે નાસિકમાં કુંભ મેળાનુ આયોજન કરવામાં આવે છે. 
 
મહાકુંભ  ? પુર્ણ કુંભ ? કુંભ ? અર્ધ કુંભ ?  માઘ કુંભ ? 
 
ઉપરોક્ત બધા સ્થાનો પર દરેક 12 વર્ષ પછી આયોજીત કુંભ મેળો ત્રુટિવશ પુર્ણ કુંભ પણ કહેવાય છે. વસ્તુત દરેક કુંભ મેળો પુર્ણ કુંભ જ હોય છે અને દરેક કુંભ મેળાના છઠ્ઠા વર્ષે આયોજીત કુંભ મેળો અર્ધ કુંભ કહેવાય છે. ઉપરોક્ત સ્થાનો પર દરેક વર્ષે આયોજીત ગંગા સ્નાનનો મેળો માઘ કુંભ, ગંગા પરબી કે ગંગા મેળો (સ્થાનીય સ્નાન પર્વ)કહેવાય છે. બાર કુંભ મેળા પછી આયોજીત કુંભ મેળાને મહાકુંભ મેળો કહેવામાં આવે છે અને તેનુ આયોજન માત્ર હરિદ્વારમાં જ થાય છે.  12 કુંભ મેળા પછી કુંભ મેળો હરિદ્વાર અને પ્રયાગ દર 144 વર્ષ પર વિશેષ રૂપે આયોજીત કરવામાં આવે છે. 
 
કુંભ મેળાની સ્ટોરી 
 
કુંભ મેળાનુ આયોજન વસ્તુત: પ્રલય પછી પોતાની અને પોતાની સંતતિની રક્ષા માટે દેવો અને દાનવોની વચ્ચે સમૃદ્ર મંથનની પૌરાણિક ઘટના પછી અમૃત કળશની ઉત્પત્તિની સાથે દેવો અને દાનવોમાં અમૃત પીવાની હોડની કથાથી જુદુ માનવામાં આવે છે. આ સ્ટોરીના અનેક રૂપ મળે છે.  
 
ભવિષ્યના કુંભ અને અર્ધકુંભ મેળા 
 
સૂર્ય ચંદ્રમાં અને બૃહસ્પતિના ઉપરોક્ત રાશિચક્રીય અતરણોના વિશેષ સંયોજનના મુજબ 2022 સુધીના ભાવિ કુંભ મેળો નિમ્નામુજબ આયોજીત કરવામાં આવશે.