ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. કુંભમેળો
Written By વેબ દુનિયા|

મૌની અમાસના રોજ ત્રણ કરોડથી વધુ લોકો સ્નાન કરશે !!

P.R
અલાહાબાદ. ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલ મહાકુંભને ધ્યાનમાં રાખતા 10 ફેબ્રુઆરીના રોજ મૌની અમાસના દિવસે ત્રણ કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવી આશા છે. આ પ્રસંગ પર મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખતા રેલવે તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર રેલવેના અધિકારીઓનુ માનીએ તો આ દિવસે 17 વધુ રેલગાડી ઓ ચલાવવામાં આવશે. મહાકુંભમાં 10 ફેબ્રુઆરીના રોજ મૌની અમાસના પ્રસંગ પર થનારા મહાસ્નાનના દિવસે લગભગ ત્રણ કરોડ લોકોના પ્રયાગનગરીમાં પહોંચવાનું અનુમાન છે. રેલવેને અનુમાન છે કે તેમાંથી ત્રણ લાખથી વધુ લોકો રેલ દ્વારા યાત્રા કરી શકે છે.

ઉત્તર રેલવેના ડીઆરએમ જગદીપ રાયે જણાવ્યુ કે રેલગાડીમાં સવાસો વધુ કોચ લગાવવામાં આવશે. ક્ષણ ક્ષણની ગતિવિધિ પર નજર રાખવા માટે પ્રયાગ ઘાટ, પ્રયાગ સ્ટેશન અને ફાફા મઠ સ્ટેશન પર કુલ 35 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ડીઆરએમ ઉપરાંત મુખ્યાલય સ્તરના અધિકારી ખુદ બધી ગતિવિધિ પર ઓનલાઈન નજર રાખી રહ્યા છે. આંકડા મુજબ મકર સંક્રાંતિ કરતા ઘણા અધિક લોકો મૌની અમાસના રોજ સ્નાન કરશે. મકર સંક્રાંતિના રોજ 9500 યાત્રાળુઓએ રેલવે લખનૌ મંડળની રેલગાડીમાં યાત્રા કરી હતી જે માટે રેલને 3.75 લાખ રૂપિયાનું રાજસ્વ મળ્યુ.