શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Updated : સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (17:38 IST)

મહાશિવરાત્રિ પર બની રહ્યા છે 3 ખાસ યોગ જરૂર કરો આ ઉપાય

શિવ અને શક્તિની આરાધનાનો પર્વ મહાશિવરાત્રિ શ્રદ્ધા અને ભક્તિ સાથે 24 ફેબ્રુઆરીએ ઉજવાશે .
 
આ વખતે ત્રણ ખાસ યોગ બનવાના કારણે મહાશિવરાત્રિ શિવ ભક્તો માટે ખાસ રહેશે. 
 
આ સમયે મહાશિવરાત્રિ પર સવાર્થ સિદ્ધના યોગ સાથે જ પ્રદોષ, શ્રવણ નક્ષત્ર હોવાથી આ ખાસ ફળદાયી રહેશે. 
ખાસ કરીને મહાશિવરાત્રિની પૂજા એક દિવસ પહેલા રાતથી જ શરૂ થઈ જાય છે પણ આ સમયે શિવરાત્રિ  દિવસે 24 ફેબ્રુઆરીથી થશે. 
 
શિવરાત્રિ ફેબ્રુઆરી ગુરૂવારે રાત્રે 4.30 વાગ્યે શરૂ થઈ જશે. પણ ઉદય તિથિ હોવાના કારણે આ 24 ફેબ્રુઆરીએ જ ઉજવાશે. તેથી આ દિવસે રાત્રે શિવ પૂજન શ્રેષ્ઠ ફળદાયી છે. 
 
જ્યોતિષિઓ મુજબ શ્રવણ નક્ષત્ર સાથે શિવરાત્રિના યોગ તેના પૂર્વ 2006, 2007 અને વર્ષ 2009 , 2015માં બન્યું હતું. બે વર્ષ પછી મહાશિવરાત્રિ પર નક્ષત્ર યોગ અને પ્રદોષમાં શ્રવણ નક્ષત્રના યોગ શિવ ભક્તો પર વધારે કૃપા વરસાવશે. આવી રીતે કરો શિવને પ્રસન્ન 
 
પંડિત શાસ્ત્રી મુજબ આ દિવસે શિવલિંગ અને મંદિરમાં શિવને રાઈના કાચા દૂધથી સ્નાન કરાવતા વિદ્યા પ્રાપ્ત થાય છે. 
 
શેરડીના રસથી સ્નાન કરાવતા લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને શુદ્ધ જળથી સ્નાન કરાવતા બધી ઈચ્છાઓ પૂરી થાય છે. 
 
પુરાણોમાં કહ્યું છે કે માણસ આખુ વર્ષ એકપણ ઉપવાસ ન કરે  પણ શિવરાત્રિ પર વ્રત રાખે તો વર્ષભર ઉપવાસ રાખવાનું ફળ મળી જાય છે. 
 
શિવરાત્રિના દિવસે ભોલેનાથને જળાભિષેક કરાવવાની સાથે ગંગા સ્નાન અને દાન વધારે પુણ્યદાયક ગણાય છે. 
 
ચાર પહરની પૂજાનું મૂહૂર્ત
 
શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રિ પર ચાર પહરની પૂજાનો ખાસ મહ્ત્વ હોય છે. ચાર પ્રહરની પૂજાનું મૂહૂર્ત આ રીતે છે. 
 
પ્રથમ પહર- સાંજે 6.20 થી 9.30 વાગ્યા સુધી 
બીજું પ્રહર - રાત્રે 9.30 થી 12.39 વાગ્યા સુધી 
ત્રીજું પ્રહર -  12.39 થી 3.49  વાગ્યા સુધી 
ચોથો પ્રહર- 3.49 થી 6.58  વાગ્યા સુધી