ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : મંગળવાર, 1 માર્ચ 2022 (11:30 IST)

મહાશિવરાત્રિ 2022- આ પાંચ વસ્તુઓથી મહાશિવરાત્રિ પર જરૂર કરવી જોઈએ શિવ આરાધના

મહાશિવરાત્રીનો પર્વ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રાખે છે. આ તહેવાર હિન્દ્ય કેલેંડરના ફાગણ માસની ચતુર્દશી તિથિ પર ઉજવાય છે. હિન્દુ માન્યતા મુજબ 
 
મહાશિવરાત્રી પર ભગવાન શિવ અને માતા પાર્વતીનો લગ્ન થયું હતું. આ દિવસે આખો દિવસ વ્રત અને પૂજા પાઠ કરવાનો વિધાન હોય છે. આ વખતે આ પર્વ 4 માર્ચ સોમવારએ છે. મહાશિવરાત્રી પર શિવ ભક્ત મંદિરોમાં જઈ શિવલિંગનો જળાભિષેક કરે છે. તે સિવાય મહાશિવરાત્રી પર પૂજામાં 5 ખાસ વસ્તુઓનો ખાસ મહત્વ હોય છે. 
બિલીપત્ર- ભગવાન શિવને બિલીપત્ર ખૂબજ પ્રિય હોય છે. જે પણ શિવભક્ત જાણ કે અજાણ શિવલિંગ પર બિલીપત્ર અર્પિત કરે છે ભગવાન શંકર તેના પર જરૂર પ્રસન્ન હોય છે. 
 
ધતૂરો- મહાશિવરાત્રી પર શિવલિંગ પર જે ભક્ત ધતૂરો ચઢાવે છે તેના  જીવનમાં બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે. 
 
ગંગાજળ- મહાશિવરાત્રી પર ભગવાન શિવને ગંગાજળથી જળાભિષેક કરવાથી સુખ અને સંપન્નતા આવે છે. 
 
શેરડીનો રસ- મહાશિવરાત્રી પર ભગવાન શંકરને શેરડીનો રસ પણ અર્પિત કરવું. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. 
 
ભાંગ- ભાંગનો ભોગ પણ ભોળાનાથને ખૂબ પ્રિય હોય છે. તેથી ભગવાન શિવને મહાશિવરાત્રિ પર્વ પર ભાંગ જરૂર ચઢાવો.