શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (16:22 IST)

મહાશિવરાત્રિ - આ દિવસે કરો આ ઉપાય મળશે સૌભાગ્ય

ભગવાન શિવનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો લગ્ન થયું હતું. જે લોકો લગ્નની કામના રાખે છે તેના માટે શિવરાત્રિનો વ્રત બહુ ફળદાયી છે. માન્યતા છે કે જે કન્યા મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખે છે તેને મનગમતું વર મળે છે. આ સિવાય તમે આ દિવસે કેટલાક ઉપાય કરીને દુર્ભાગ્યને દૂર કરી શકો છો. 
તો આવો જાણીએ એવા જ કેટલાક ઉપાય 
 
1. મહાશિવરાત્રિના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન પછી મંદિર જવું. જળમાં દૂધ અને સફેદ ચંદન મિક્સ કરી શિવલિંગનો અભિષેક કરો. અભિષેક કરતા સમયે  ૐ નમ: શિવાય: મંત્રનો જાપ કરો. તેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે. 
 
2. મહાશિવરાત્રિના દિવસે શિવનો પૂજન દીપ પ્રગટાવીને અને આરતી કરી કરો. ત્યારબાદ તમારા માથા પર સફેદ ચંદનનો તિલક જરૂર લગાવો. આ ઉપાયથી માનસિક શાંતિ મળે છે. 
 
3. મહાશિવરાત્રિના દિવસે સફેદ આસન પર બેસીને ભગવાન શિવના સામે બેસી રૂદ્રાક્ષની માળાથી  મંત્ર "ૐ સોમાય નમ:" નો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. 
 
4. શિવરાત્રિના દિવસે શિવનો પૂજન  અને મંત્ર જપના સાથે મેવા અને શાકર નો ભોગ લગાડો. 
 
5. શિવરાત્રિના દિવસે સવારે નહાવી-ધોઈને શિવલિંગ પર સફેદ ચંદનથી ભગવાન શિવની પૂજા કરો. શિવલિંગ પર બિલ્વપત્ર, ધતૂરો અને આકડાના ફૂલ અર્પિત કરો. સાથે જ ગાયત્રી મંત્રનો જપ કરો.