શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 20 માર્ચ 2014 (15:50 IST)

અડવાણી પોતાની નારાજગી છુપાવી શકતા નથી.....

મિતેશ મોદી

P.R
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતનાં પાટનગર ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાત ભાજપની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યુ છે, અને હવે દિલ્હીથી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.પરંતુ અડવાણીની વાત કોઈ કાને ધરતા નહતા. છેલ્લે લોકસભા ચૂંટણી માટે ભાજપનું પ્રથમ લિસ્ટ જાહેર થયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની વર્તમાન સીટ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે ગાંધીનગરથી પાંચ વખતનાં સાંસદ લાલકૃષ્ણ અડવાણીને આ પહેલા પાર્ટીએ રાજ્યસભાનો પ્રસ્તાવ આપ્યો હતો. પણ તેમણે ઇનકાર કર્યો હતો. અડવાણી ગાંધીનગર બેઠક પરથી 1991, 1998, 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીત્યા છે. 2009માં તેઓ ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર હતા. પરંતુ મોવડીમંડળ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહતો. અડવાણી લાચાર અને નિઃસહાય દેખાવા લાગ્યા હતા.તેથી તેમણે ગુજરાતથી મહેચ્છા છોડીનેભોપાલની વાટ પકડવાનો નિર્ણય કર્યો ત્યારે હાઈકમાન્ડે તેમને ગાંધીનગરથી ચૂંટણી લડવાનો આદેશ કર્યો છે.

ભાજપના ભીષ્મપિતામહ ગણાતા અડવાણીને આજે પોતાની ઈચ્છા પ્રમાણે સીટ મળી નથી. જ્યારે મોદીને મનપસંદબે બેઠકો, રાજનાથને લખનૌ, અરૃણ જેટલીને અમૃતસર, સુષ્માને વિદિશા, હેમામાલીનીને મથુરાની પસંદગીનેસીટો ફાળવવામાં આવી છે જ્યારે અડવાણીને શા માટે હવે પોતાની પસંદગીની સીટ ભોપાલ પણ આપવામાં આવી નથી. આખરે ધાર્યું તો મોદીનું જ થયું.

જો કે આમ જોઈએ તો અડવાણીએ મોદી સામે મોરચો માંડવામાં અડવાણીએ કોઈ કચાશ રાખી નહોતી. મોદી વિરુદ્ધ વિષમન કરવામાં કોઈ પાછીપાની કરી નથી. જો કે આ આંતરિક કલહને લઈ આજે વિરોધી પક્ષોએ ‘મોદીને સરમુખત્યાર શાહી બજાવે છે તથા વરિષ્ઠનેતાઓની આ હાલત છે તો ભવિષ્યમાં અન્ય નેતાઓની પણ શું હાલત થશે? વગેરે.... સંવાદો દ્વારા દેશના તમામ પક્ષો આજે ભાજપ પર ભારે કટાક્ષ કરી રહ્યા છે.’ અડવાણી પણ પોતાની નારાજગી છુપાવી શકયા નથી. હવે જોવાનું છે કે આ આંતરિક વિગ્રહ કિનારે આવેલું વાહન ડુબાડશે નહીં ને......