શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 14 માર્ચ 2014 (16:19 IST)

એક સમયે દેશને જગાડનારા અણ્ણા આજે રાજકીય આટાપાટામાં કેમ ખોવાયા ?

મિતેશ મોદી

W.D


ગાંધીના વિચારો ધરાવતા અણ્ણા દેશમાંથી ભષ્ટાચારને નાથવા માટે ગાંધી સ્વરૃપે ઊતરી આવ્યા હોય એમ એમના નાનકડા ગામના મેદાનમાંથી સીધા જ દિલ્હીના રામલીલા મેદાનમાં ખાબક્યા હતા. મીડિયાએ એમને ઘણું મહત્વ આપી દીધું. પરંતુ અણ્ણાની રાષ્ટ્રવ્યાપી અસર લોકસભાની ચૂંટણી આવતાં પહેલાં તેમની અસર બીલકૂલ ધોવાઈ ગઈ. ભ્રષ્ટાચાર નાબૂદી માટે તેમણે કોંગ્રેસ વિરુદ્ધ શંખનાદ કર્યો. ભાજપમાં તેમને તારણહાર દેખાયા પરંતુ પાછળથી તેઓ પણ તેના સમર્થનમાં ખસી ગયા. પરંતુ આમાંથી ખરી તકલીફ એ પડી કે તેમના પ્રિય શિષ્ય એવા કેજરીવાલે તેમનાથી છૂટા પડીને રાજીકીય પાર્ટી બનાવી દીધી. પોતાના હનુમાન ગણાતા કેજરીવાલ હવે તેમની પાસે રહ્યા નથી. તેમણે પોતાની લડતને ટકાવવા માટે દિલ્હીમાં તૃણમૂલ કોંગ્રેસની રેલીમાં હાજર ન રહેવાની બાબતને બીજાનુ ષડયંત્ર ગણાવતા અણ્ણા હજારેએ મમતા બેનર્જીથી કિનારો કર્યો છે. અણ્ણાએ કહ્યુ કે કેટલાક લોકોને કારણે તાલમેલ ન થઇ શક્યો. અણ્ણાએ કહ્યુ કે જ્યારે 11 વાગ્યે તપાસ કરી તો જાણવા મળ્યુ કે રામલીલા મેદાનમાં અંદાજે અઢી હજાર લોકો હતા, પણ 1 વાગ્યે તપાસ કરી તો જાણવા મળ્યુ ત્યાં કોઇ ન હતુ. અણ્ણાએ પોતાના સહયોગી સંતોષ ભારતીય પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો.

અણ્ણાએ કહ્યુ કે હું મમતાનાં વિચારોનું સમર્થન કરી રહ્યો હતો, તેમની પાર્ટી ટીએમસીનું નહીં. નોંધનીય છે કે દિલ્હીનાં રામલીલા મેદાનમાં મમતા બેનર્જીની રેલી દરમિયાન અણ્ણા હજારે હાજર રહેવાના છે, તેમ જણાવવામા આવ્યુ હતુ., પણ અણ્ણા ન આવ્યા. અણ્ણાએ ખુલાસો કર્યો કે જે રામલીલા મેદાનમાં હજારોની ભીડ આવે છે, ત્યાં માત્ર બે-અઢી હજાર લોકોની હાજરીથી હું ન આવ્યો.

એટલુ જ નહી અણ્ણાએ પોતાના સહયોગી સંતોષ ભારતીય પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અણ્ણા સતત મમતાનું સમર્થન કરી રહ્યા હતા, અને મમતાને વોટ આપવાની અપીલ પણ કરી રહ્યા હતા. પણ અચાનક જ યુ-ટર્ન લેતા અણ્ણાએ મમતાથી કિનારો કર્યો છે