બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. તહેવારો
  4. »
  5. મેરી ક્રિસમસ
Written By વેબ દુનિયા|

ડ્રાય ફ્રૂટ કેક

W.D
સામગ્રી - 100 ગ્રામ મેંદો, 25 ગ્રામ ઘી, 50 ગ્રામ દળેલી ખાંડ, 1/2 ચમચી સોડા, 1/2 ચમચી બેકિંગ પાવડર, ચપટી સાઈટ્રિક એસિડ, 50 ગ્રામ કાપેલા ડ્રાય ફ્રૂટ્સ (કાજુ, કિશમિશ, બદામ વગેરે), 2 ટીપા વેનીલા એસેંસ, 100 ગ્રામ દૂધ.

વિધિ - મેદો, બેકિંગ પાવડર અને મીઠા સોડાને મેદાની ચારણીથી બે વાર ચાળો. ઘી અને ખાંડને એક વાડકીમાં હલકા થવા સુધી ફેટી લો. હવે તેમા દૂધ અને મેદાને ધીરે ધીરે હાથથી ચલાવો. સૂકોમેવો અને એસેંસ નાખીને સારી રીતે ચલાવો.

જ્યારે બિલકુલ એકસાર થઈ જાય ત્યારે ઓવનમાં બેક થવા મૂકી દિ. 20-25 મિનિટ પછી ચોખ્ખુ ચપ્પુ નાખીને જુઓ. જો તેના પર કેક ન ચોટે તો સમજો કે કેકે તૈયાર છે. આઈસિંગ કરીને સર્વ કરો.