શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By વેબ દુનિયા|

બંગાળમાં બીજેપીના ઉદય પાછળ મોદી ફેક્ટર

.
P.R
એવુ લાગે છે કે નરેન્દ્ર મોદીની લહેર બંગાળ સુધી પહોંચી ગઈ છે. કારણ કે ભાજપાની રાજ્ય એકમની સદસ્યતામાં બેગણાથી વધુનો વધારો થયો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપાના એક નેતાએ કહ્યુ કે વર્ષ 2011માં રાજ્યમાં પાર્ટીના કુલ સભ્યો લગભગ 3 લાખ હતા જે વર્ષ 2013માં 7 લાખથી વધુ થઈ ગયા છે.

છેલ્લા છ મહિનામાં પાર્ટીના બે લાખ નવા સભ્યો બન્યા છે. પાર્ટીના નેતા તેનો શ્રેય પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપે છે. ભાજપાના પ્રવક્તા અને પાર્ટીની બંગાળ એકમના સહ પ્રભારી સિદ્ધાંત સિંહે જણાવ્યુ કે પાર્ટીની યુવા શાખા એબીપીપીના સભ્યો વધ્યા છે અને છેલ્લા એક વર્ષમાં તેમા 45000 નવા કાર્યકર્તાઓ જોડાયા છે. તેમણે કહ્યુ કે ભાજપાની અલ્પસંખ્યક અને મહિલા શાખાઓની
સદસ્યતામાં પણ 50 ટકાનો વધારો થયો છે.

સિંહે જણાવ્યુ પશ્ચિમ બંગાળમાં ભાજપાની સભ્યપદ વધવાના બે મુખ્ય કારણ છે. પાર્ટી દ્વારા મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા અને રાજ્યમાં વિપક્ષનો અભાવ' ભાજપાના વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે આવો ઉત્સાહ પહેલા બે અવસરો દરમિયાન જોવા મળ્યો. એક તો 90ના દસકાના શરૂઆતમાં રામ મંદિર આંદોલન અને બીજુ કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીનુ શાસન

સિંહે જણાવ્યુ 'મોદીની લહેર આખા દેશમાં છે અને બંગાળ તેનાથી અલગ નથી. કલકત્તામાં 5 ફેબ્રુઆરીના રોજ મોદીની રેલી દરમિયાન અમે તેને સાબિત કરી દઈશુ. સામાન્ય રીતે ભાજપા અને આરએસએસનો પશ્ચિમ બંગાળમાં ઊંડો પ્રભાવ નથી રહ્યો. જો કે પાર્ટીના પૂર્વવર્તી સ્વરૂપ 'જનસંઘ'ની સહ સ્થાપના માટી પુત્ર શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી.