મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. માતૃત્વ દિવસ
Written By

માતાના આશીર્વાદ

રાતનો સન્નાટો વધી રહ્યો હતો, રેલગાડીની સ્પીડ પણ વધતી જઈ રહી હતી. કુમુદ ગભરાઈને ઉઠી બેસી. આસપાસ બધા જ આરામથી સૂઈ રહ્યા હતા. બસ એને જ ઉંધ નહોતી આવતી તેનુ મન બેચેન થઈ ગયુ, ચાર વર્ષ પછી પિયરની ગલી, એ જ પોતાનુ ઘર, એ જ તુલસીના ક્યારાવાળું આંગણ, જોવા મળશે પણ માં.. કુમુદની આંખોથી આંસૂ વહેવા માંડ્યા. તેને બારી બહાર અંધારુ જોયુ તો એ ગભરાઈ ગઈ. તેને પોતાના પિયરની એ છેલ્લી રાત યાદ આવી ગઈ.

જ્યારે માંએ તેને આવા અંધારામાં તેના માથા પર ઓઢણી ઓઢાવી હતી અન ચુપચાપ દરવાજો ખોલ્યો હતો અને મારી રાહ જોઈ રહેલ હૈદરના હાથમાં મારો હાથ સોંપી દીધો હતો. ન જાણે શુ વિચારીને માં એ કહ્યુ હતુ - જો બેટા, મને કંઈ થઈ જાય તો તેરમાંમાં જમાઈરાજાને લઈને જરૂર આવજે. તેને તો ત્યારે વિચાર્ય પણ નહોતુ કે એ દિવસ પછી માં કદી પણ જોવા નહી મળે. કુમુદના હોઠો પર ધ્રસકુ આવી ગયુ.