શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ખુશ્બુ : પ્રેમની મહેક

IFM

નિર્માતા : ચિરાગ નિહલાની
નિર્દેશક : રાજેશ રામ સિંહ
સંગીત : અદનાન સામી, બપ્પી લાહિરી
કલાકાર : ઋષિ રેહાન, અવંતિકા, હિમાની શિવપુરી

વર્તમાન સમયનો યુવા વર્ગ પ્રેમની સાથે સાથે કેરિયરને પણ વધારે મહત્વ આપી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ખુશ્બુ ફિલ્મ બનાવવામાં આવી છે.

રઘુ એક યુવા, મહત્વકાંક્ષી અને સફળ વ્યક્તિ છે. તેની પોસ્ટીંગ ન્યોયોર્કમાં થાય છે પરંતુ તે પહેલાં તેણે ચંડિગઢ એક કંપનીમાં કામને લીધે જવું પડે છે.

ચંડિગઢમાં પિંકી નામની છોકરી તેના રસ્તામાં આવી જાય છે અને અજાણપણે તે તેની તરફ આકર્ષિત થઈ જાય છે. પિંકીને તે મળવાનો પ્રયત્ન કરે છે પરંતુ નાકામ રહે છે.

એક દિવસની રઘુની ઈચ્છા પુર્ણ થાય છે. પિંકી અને તેની મુલાકાત થાય છે. તેઓ બંને એકબીજાને જાણે છે, ઓળખે છે અને બંને એકબીજા માટે બની રહે છે.
IFM

પિંકી અચાનક ગુમ થઈ જાય છે. મહિનાઓ પછી પિંકી અને રઘુ ફરીથી ટકરાય છે. પિંકી ઈચ્છે છે કે રઘુ તેના પરિવાર સાથે મુલાકાત કરે કેમકે તેને માટે પરિવાર સર્વોપરી હોય છે.

રઘુ પિંકીના પંજાબી પરિવારને મળે છે જે ખુબ જ વિશાળ છે. રઘુ સાથે તે ખુબ જ ગર્મજોશીથી મળે છે. શુ રઘુ આ પ્રેમના ભરેલા પરિવારને છોડીને ન્યુયોર્ક જઈ શકશે? શું પિંકી અને રઘુ લગ્ન કરશે? કેરિયર જરૂરી છે કે પ્રેમ? રઘુ વિચારમાં પડી જાય છે.

ખુશ્બુમાં પ્રેમની મહેક અને પારિવારિક મુલ્યોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.