શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

દિલ બોલે હડિપ્પા

બેનર : યશરાજ ફિલ્મ્સ
નિર્માતા : આદિત્ય ચોપડા
નિર્દેશક : અનુરાગ સિં
ગીતકાર : જયદીપ સાહની
સંગીત : પ્રીતમ ચક્રવર્તી, જૂલિયસ
રિલીઝ ડેટ - 18 સપ્ટેમ્બર 2009
કલાકાર : શાહિદ કપૂર, રાની મુખર્જી, શેર્લિન ચોપડા, પૂનમ ઢિલ્લો, અનુપમ ખેર, રાખી સાવંત, બ્રજેશ હીરજી.

વીરા (રાની મુખર્જી) એક નાનકડા ગામમાં રહેનારી નટખટ છોકરી છે. તેના સપના મોટા છે. તે એક લોકલ થિયેટર ગ્રુપમાં કામ કરે છે, પરંતુ તેંડુલકર અને ધોનીની સાથે ક્રિકેટ રમવા માંગે છે.

રોહન (શાહિદ કપૂર) ઈગ્લેંડમાં કાઉંટી ક્રિકેટ ટીમનો કપ્તાન છે અને એક સારો ક્રિકેટ ખેલાડી છે. ભારતમાં તેના પિતાની ક્રિકેટ સતત આઠ વર્ષથી એક સ્પર્ધામાં હારી રહી છે. પોતાના પિતાની ટીમને જીતાડવા માટે રોહન ભારત આવે છે.

IFM
વીરા જે ગામમાં રહે છે, ત્યાં છોકરીઓ ક્રિકેટ નથી રમતી. છોકરાઓની સાતેહ રમવા માટે વીરા નકલી દાઢી અને પાઘડીનો ઉપયોગ કરે છે. તેની શાનદાર રમત તેને રોહનની ટીમમાં સ્થાન અપાવી દે છે. વીર કૌર હવે વીર પ્રતાપ સિંહ બની જાય છે.

ત્યારબાદ વીર, રોહન અને વીરાની એક એવી મનોરંજક યાત્રા શરૂ થાય છે, જેમા રોમાંસ, હાસ્ય અને સંગીતનો સાથ છે. પંજાબની મહેક ચ છે. વાર્તામાં એવા ટિવસ્ટ આવે છે, જેના પર તમારુ દિલ પણ નાચી ઉઠશે અને બોલશે 'હડિપ્પા'.