શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

લવ કા તડકા

P.R
બેનર : સિનેમા ટુડે પ્રા.લિ.
નિર્દેશક - રાજન વાઘઘરે
સંગીત - આદેશ શ્રીવાસ્તવ
કલાકાર - સમીર દત્તાની, નૌહીદ, બખ્તિયાર ઈરાની, સતીષ કૌશિક, રાકેશ બેદી, વૃજેશ હીરજી.

આદિત્ય (સમીર દત્તાની) એક મધ્યમવર્ગીય પરિવારનો હોય છે અને ઈઝી ફાઈનેસ નામની કંપનીમાં કામ કરે છે. આદિત્યની જીંદગી તેના મિત્ર વિક્કી અને ભ્રષ્ટ બોસની આજુબાજુ ફરે છે. આદિત્ય ભૂલથી સોનિયા (નૌહીદ) સાથે અથડાય છે. જે તેને રંગીલો છોકરો સમજી બેસે છે.

વિક્કીની સલાહથી આદિત્ય ઘણીવાર સોનિયાની ગેરસમજ દૂર કરવાની કોશિશ કરે છે, પરંતુ દરેક વખતે વાત બનવાને બદલે બગડે છે. પરંતુ ધીરે ધીરે બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે અને લગ્ન કરી લે છે. અહીંથી વાર્તા પૂરી નથી થતી કે - ત્યારપછી એ બંને સુખી જીવન વિતાવે છે, પરંતુ તેમાં તડકો તો આ પછી લાગે છે.

સોનિયાને મેળવવા માટે આદિત્ય તેના પિતાને ખોટુ કહે છે કે એ કંપનીમાં ઉંચી પોસ્ટ પર છે અને તેનુ શાનદાર મકાન છે. જ્યારે કે લગ્ન પછી એ સોનિયાને એક ચોલમાં રાખે છે.

નવુ ઘર ખરીદવા માટે આદિત્ય પૈસા એકત્ર કરે છે, પરંતુ તેના પર ત્યારે મુસીબત આવી પડે છે જ્યારે સોનિયાના પિતા આદિત્યના ઘરે આવવા માંગે છે. તેમનાથી બચવા એ તેમને થોડા દિવસ વિક્કીના ઘરે રાખે છે. છેવટે એ કોઈ પણ રીતે પોતાનુ નવુ ઘર ખરીદી લે છે અને તેને લાગે છે કે હવે બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. પરંતુ નવી મુસીબત તેની રાહ જોતી હોય છે.

P.R
જે સોસાયટીમાં એ ઘર લે છે ત્યાં ફક્ત શાકાહારી લોકો જ ઘર લઈ શકે છે. સોનિયાના પિતા માંસાહારી છે અને તેમને રોજ ભોજનમાં મનપસંદ માંસાહારી વ્યંજન જોઈએ. આદિત્ય અને સોનિયા તેમને એવુ નથી બતાવતા કે અહીં માંસાહારી ભોજન ખાવાની મનાઈ છે.

સાચી મજા તો ત્યારે આવે છે જ્યારે આદિત્ય અને સોનિયા પોતાના અપિતાને માટે પ્રતિબંધિત ભોજન બનાવે છે. સોસાયટીન અન્ય સભ્યો અને પિતા વચ્ચે સંતુલન બનાવવામાં ઘણી હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ ઉભી થાય છે.