ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

શુ આપ જોશો સલમાનની ફિલ્મ 'જય હો' ? જાણો શુ છે સ્ટોરી

જય હો ની સ્ટોરી

બેનર - ઈરોજ ઈંટરનેશનલ, સોહેલ ખાન પ્રોડક્શન
નિર્માતા - સુનીલ એ લુલ્લા, સોહેલ ખાન
નિર્દેશક - સોહેલ ખાન
સંગીત : સાજિદ-વાજિદ, અમાલ મલિક
કલાકાર : સલમાન ખાન, ડેજી શાહ, તબ્બૂ, ડૈની ડૈજોંપ્પા, નાદિરા બબ્બર, સુનીલ શેટ્ટી, અશ્મિત પટેલ
રજૂઆત તારીખ : 24 જાન્યુઆરી 2014
P.R

જય (સલમાન ખાન) એક આમ આદમી છે. જેણે ભ્રષ્ટાચાર અને અન્યાય વિરુદ્ધ યુદ્ધ છેડ્યુ છે. જયનું એક જ મિશન છે લોકોની મદદ કરવી. તેનો મંત્ર ખૂબ જ સરળ છે - લોકોની મદદ કરો અને પછી તેમને વિનંતી કરો કે તેઓ બીજાની મદદ કરે. આ રીતે મદદ કરનારા લોકોની સંખ્યા સતત વધતી જશે.

P.R

પોતાના મિશનમાં જયનો સામનો એક ખૂબ જ શક્તિવાન રાજનેતા (ડેની) અને તેના પરિવાર સાથે થાય છે. ભૂતપૂર્વ આર્મી ઓફિસર હોવાને નાતે જય કોઈપણ પ્રકારના પડકારથી ગભરાતો નથી. તેને વિશ્વાસ છેકે દેશની સેવા કરવા માટે યૂનિફોર્મ પહેરવાની જરૂર નથી.

P.R


રાજનેતા અને તેની ફોજ સાથે મુકાબલો કરવા જય તૈયાર છે પણ તેની બહેન ગીતા (તબ્બૂ) ને એ અંદાજો છે કે આ લડાઈ જય અને તેના સમગ્ર પરિવાર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
P.R

ગીતા પોતાના ભાઈ જય પર દબાવ નાખે છે કે તે રાજનેતા સાથે સમજૂતી કરી લે. ખોટા મનથી જય આ કામ કરી લે છે. આ કારણે જ્યારે જયને અપમાન સહન કરવુ પડે છે ત્યારે તે પોતાના ગુસ્સા પરનો કંટ્રોલ ગુમાવી દે છે અને રાજનેતા વિરુદ્ધ આરપારની લડાઈ શરૂ કરી દે છે.
P.R


આ લડાઈ અસંતુલિત છે. એક બાજુ રાજનેતા અને તેના ખતરનાક સાથી અને બીજી બાજુ જય એકલો. જય નથી જાણતો કે જે લોકોની તેણે અત્યાર સુધી મદદ કરી છે તે તેને માટે એકત્ર થઈ રહ્યા છે જેથી 'જય હો'ની ગૂંજ દૂર સુધી સાંભળવા મળે.