શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

યૂ,મી ઔર હમ : પહેલી નજરનો પ્રેમ.

નિર્માતા : અજય ફિલ્મ્સ
નિર્દેશક : અજય દેવગન
સંગીત : વિશાલ ભારદ્વાજ
કલાકાર : અજય દેવગન, કાજોલ, સુમીત રાધવન, દિવ્યા દત્તા, કરણ ખન્ના ઈશા શ્રાવણી.

P.R
અજય દેવગનની બાળપણથી નિર્દેશક બનવાની ઈચ્છા હતી જે હવે 'યૂ, મી ઔર હમ' દ્વારા પૂરી થઈ છે. એક નિર્માતાના રૂપમાં અજયે અસફળ અને ખરાબ ફિલ્મો જ બનાવી છે.

વર્તમાન સમયમાં રોમાંટિક સ્ટોરીઓ પડદાં પરથી ગાયબ થઈ ચૂકી છે, પણ નિર્દેશકના રૂપમાં અજયે પ્રેમ કથાને પસંદ કરી છે. વાર્તા કહેવાનો અંદાજ તેમણે 'નોટ બુક'માંથી ઉઠાવ્યો છે અને ફ્લેશ બેકનો શ્રેષ્ઠ પ્રયોગ કર્યો છે.

ક્રૂજ પર અજય અને પિયાની પ્રેમ કથા શરૂ થાય છે. અજય પોતાના મિત્રોની સાથે મોજ-મસ્તી કરવા આવ્યા છે અને પિયા જહાજ પર કામ કરે છે. અજય પહેલી વાર પિયાને જોતા જ તેનો દિવાનો થઈ જાય છે.

તે તેનુ દિલ જીતવાના બધા પ્રયત્નો કરે છે, ખોટુ પણ બોલે છે, પણ પ્રિયા પ્રભાવિત નથી થતી. જ્યારે યાત્રા પૂરી થાય છે તો તે પિયાની પાસે પોતાનો એડ્રેસ છોડીને જતો રહે છે. કેટલાક મહિનાઓ પછી પિયા તેની પાસે જાય છે અને બંને લગ્ન કરી લે છે.

વાર્તામાં ત્યારે વળાંક આવી જાય છે જ્યારે પિયાને અલ્જીમર નામની ભૂલવાની ગંભીર બીમારી થઈ જાય છે. તેની યાદદાસ્ત આવતી-જતી રહે છે. કદી તો તે પોતાના બાળકો અને પતિને પણ ભૂલી જાય છે તો કદી તે એકદમ સામાન્ય થઈ જાય છે.

તેની હાલત બગડતા જોઈને પોતાના બાળકોના હિત માટે અજય તેને કેયર સેંટરમાં દાખલ કરી દે છે. તેના મનમાં ક્યાંક થોડો સ્વાર્થ જાગી જાય છે, પણ પિયા વગર અજય રહી નથી શકતો. તે એને ફરી ઘરે લઈને આવી જાય છે કારણ કે અજય પિયાને સાચો પ્રેમ કરે છે.
P.R

પહેલી નજરનો પ્રેમ. પ્રેમની પવિત્રતા, ભાવનાઓ, તાકત, અને ગહેરાઈને આ વાર્તાના દ્વારા બતાવવામાં આવી છે. અજય અને પિયાની આ વાર્તાની સાથે સાથે અજયના બે મિત્રોની ઉપકથાઓ પણ ચાલે છે. જેમાં કે વિવાહિત છે અને છુટાછેડાના કગારે આવી પહોંચ્યો છે. બીજી જોડીની વચ્ચે પ્રેમ ચાલી રહ્યો છે. આ ઉપકથાઓ દ્વારા લગ્ન પહેલાના પ્રેમની તુલના લગ્ન પછીના પ્રેમની સાથે કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા તો સારી છે પણ નિર્દેશક અજયે આ વાર્તાને ખૂબ જ લાંબી ખેંચી છે.શરૂઆતમાં ઝડપથી ચાલે છે, પણ પિયાની બીમારી પછી લાંબી સ્થિરતા આવી જાય છે અને ફિલ્મના દર્શકોના ધીરજની પરીક્ષા થવા માંડે છે. વચ્ચે વચ્ચે થોડી હસાવવાની કોશિશ કરવામાં આવી છે પણ તેને માટે લેખકોએ એસએમએસમાં આવતા જોક્સનો પ્રયોગ કર્યો છે.

ફિલ્મમાં વધુ પાત્રો નથી, ફક્ત છ પાત્રોની આસપાસ ફિલ્મ ફરે છે. તેને સતત જોવાથી પણ ફિલ્મમાં એકરસતા આવી જાય છે. ફિલ્મમાં મોટા કલાકારની ઉણપ લાગે છે, કારણકે અજય અને કાજોલને છોડીને કોઈ મોટો કલાકાર ફિલ્મમા નથી.

નિર્દેશકના રૂપમાં અજયમાં આશાઓ જોવા મળી છે. એક નિર્દેશક પોતાની પહેલી ફિલ્મમાં દરેક રીતે દર્શકોને પ્રભાવિત કરવાના પ્રયત્નો કરે છે, સાથે સાથે તેને પોતાના કામ પ્રત્યે પણ પ્રેમ થઈ જાય છે. તેથી ફિલ્મ જરૂર કરતા લાંબી થઈ જાય છે. કારણ કે તે દ્રશ્યો કટ કરવાની હિમંત નથી રાખતો. જો અજય થોડી હિમંત કરીને ફિલ્મને નાની કરી હોત તો ફિલ્મનો પ્રભાવ વધી જતો. અજયે દ્રશ્યોને પણ ખૂબ જ લાંબા રાખ્યા છે.

પિયાની બીમારીના લક્ષણો તેમણે શરૂઆતમાં પણ બતાવ્યા હતા, જ્યારે પિયા વોડકની જગ્યાએ ટેકિલા લઈને આવે છે અને સાલસા શીખવા સવારે છ વાગ્યાને બદલે સાત વાગ્યે આવે છે. આ દ્રશ્યોનુ મહત્વ તે સમયે પડે છે જ્યારે પિયાની બીમારીનુ રહસ્ય ખુલે છે.

અજયનો અભિનય સારો છે પણ દેખાવ ખૂબ જ ખરાબ છે. તે ઘણા નબળા અને ઉંમરલાયક દેખાયા છે.
અજયે ફિલ્મમાં જે કપડા પહેર્યા છે તે કોઈ પણ રીતે સારા નથી.

હંમેશાની જેમ કાજોલનો અભિનય સારો છે. તે આજે પણ તાજગીથી ભરેલી લાગે છે. અજયના મિત્રોના રૂપમાં કરણ ખન્ના, સુમિત રાઘવન, ઈશા શ્રાવણી, અને દિવ્યા દત્તાએ પોતાની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે.
P.R

અસીમ બજાજે આખી ફિલ્મમાં કલોજ અપનો હદથે વધુ પ્રયોગ કર્યો છે. ઓછામાં ઓછા અજય દેવગનના ક્લોજઅપ તો ઓછા લેવા જોઈતા હતા, કારણકે તે આ દ્રશ્યોમાં ખૂબ જ ખરાબ લાગે છે. અશ્વની ધીરના સંવાદો અર્થ વગરના છે.

વિશાલ ભારદ્વાજનુ સંગીતે આ ફિલ્મમાં નિરાશ કર્યા છે. એક પણ ગીત ગમે તેવુ નથી. કાજોલ પર ફરમાયેલુ ગીત 'સૈયા' તરત જ હટાવી લેવુ જોઈએ કારણકે આ ગીત આ ફિલ્મમાં કોઈપણ રીતે ફિટ નથી બેસતુ. મોંટી શર્માનુ બેંકગ્રાઉંડ સંગીત શ્રેષ્ઠ છે.

બધુ મળીને 'યુ, મી ઔર હમ' તે દર્શકોને ગમશે, જે પૂરી ધીરજથી ભાવનાત્મક ફિલ્મો જોવી પસંદ કરે છે.