શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

26 જુલાઈ એટ બરિસ્તા

IFM
નિર્માતા : સુમીત ચાવલા
નિર્દેશક : મોહન શર્મા
સંગીત : સંદર્ભ
કલાકાર :સિમરન વેદ, પરમવીર, આશીષ દુગ્ગલ, રિતા જોશી, કબીર સાહની, સીમા પાંડે.

26 જુલાઈની તારીખ મુંબઈવાસીઓ કદી પણ ભૂલી નહી શકે. કેટલાક વર્ષો પહેલા આ જ તારીખે મુંબઈમાં મુશળઘાર વરસાદ પડ્યો હતો અને જેને કારણે મુંબઈમાં રહેનાર દરેક વ્યક્તિ પર તેની અસર પડી હતી.

ઘરોમાં પાણી ઘુસી ગયુ હતુ. બસ અને રેલ્વે સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. મોબાઈલ અને ફોને કામ કરવુ બંધ કરી દીધુ હતુ. લાઈટ જતી રહી હતી. લોકો સુરક્ષિત સ્થાન શોધવા માટે અહીં તહીં ફરી રહ્યા હતા. કરોડો રૂપિયાનુ આર્થિક નુકશાન થયુ હતુ. દરેક વ્યક્તિની પાસે આ દિવસની કોઈને કોઈ ઘટના જરૂર છે.

આ ઘટનાને લઈને '26 જુલાઈ એટ બરિસ્તા' નામની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કોફી શોપ પર ભેગા થયેલા લોકો દ્વારા વાર્તા કહેવામાં આવી છે. આ કોફી શોપમાં એક પટકથા લેખક, એક અભિનેત્રી, યુવાનોનો એક સમૂહ અને કેટલાક લોકો હાજર છે.

એક કલાક પછી પોલીસ ઓફિસર આવે છે. ફિલ્મ આવે છે. એક સ્ત્રી આવે છે જેની સાથે સામૂહિક બળાત્કાર થયો છે. એક બાળક પોતાના પિતાને અને એક માઁ પોતાના બાળકની શોધમાં ત્યાં આવે છે.

IFM
આખી ફિલ્મ એક ફાલતુ પ્રયાસ છે. ફિલ્મ આ કુદરતી આપત્તિના શિકાર લોકોના પ્રત્યે કોઈ પણ પ્રકારનુ દુ:ખ કે હમદર્દી નથી જગાવી શકતી. ફિલ્મ મોટાભાગની અંધારામાં જ ફિલ્માવવામાં આવી છે કારણકે વીજળી નથી.

પટકથા અને નિર્દેશન વિશે કશુ પણ કહેવુ એ સમયની બરબાદી છે. ફિલ્મમાં મોટાભાગના નવા ચહેરાઓ છે. કબીર સાહની અને સિમરન વેદનો અભિનય ઠીક છે.

બધુ મળીને '26 જુલાઈ એટ બરિસ્તા' જોવા કરતા ઘરે બેસીને કોફી પીવી ઠીક છે.