શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By

પીકૂ - ફિલ્મ સમીક્ષા

પિતા-પુત્રના સંબંધો પર અનેક ફિલ્મો બની છે. પણ પિતા-પુત્રીના સંબંધો પર ઓછી જ ફિલ્મો જોવા મળી છે.  આ સંબંધને લઈને શુજીત સરકારે પીકુ નામની અનોખી ફિલ્મ બનાવી છે. વિકી ડોનર, મદ્રાસ કેફે પછી ત્રીજી શ્રેષ્ઠ ફિલ્મ શુજીતે આપી છે અને સાબિત કર્યુ છે કે આ માઘ્યમ પર તેમની ખાસી પકડ છે. 
 
દિલ્હીમાં રહેનારી પીકૂ (દીપિકા પાદુકોણ) એક વર્કિંગ વુમેન છે. મા આ દુનિયામાં નથી. ઘર પર તે પોતાના સત્તર વર્ષીય પિતા 
ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન)ની દેખરેખ કરે છે. આ વયની બીમારીને લઈને ફોબિયા રહે છે અને અચ્છા ખાસા ભાસ્કરને આશ્ચર્ય થય છે. જ્યારે રિપોર્ટમાં તેમને સ્વસ્થ બતાવાય છે.  કબજિયાતની બીમારીથી તેઓ પીડિત છે અને દરેક વાતે તેઓ મોશન સાથે જોડી દે છે. હોમિયોપેથીથી લઈને ઘરેલુ નુસ્ખા સુધી અજમાવવામાં આવે છે. નિયમિત સમયે બ્લડ પ્રેશર અને તાવ માપતા રહે છે અને એક સારા મોશનને લઈને દિવસ-રાત ચિંતા સતાવતી રહે છે.  
 
પીકુની વય 30ની આસપાસ છે. પણ પિતા માટે તેણે પોતાની જાતને ભૂલાવી નાખી છે. ભાસ્કર બેનર્જી અનેકવાર તેમની સાથે 
સ્વાર્થથી ભરેલો વ્યવ્હાર કરે છે. તેમને ભય સતાવતો રહે છે કે પુત્રીએ લગ્ન કરી લીધુ તો તેમનો ખ્યાલ કોણ રાખશે. જ્યા તેમને લાગ્યુ કે કોઈ છોકરો પીકુમાં રસ લઈ રહ્યો છે તો તેઓ પુત્રીની સામે જ કહી દે છે કે પીકૂ વર્જિન નથી. આટલો ખુલ્લો અને મીઠાસથી ભરેલો સંબંધ છે પિતા-પુત્રીની વચ્ચે. જેમા કારણ વગરની ભાવુકતા નથી.  
 
આખી ફિલ્મમાં પીકૂ અને તેના પિતા ભાસ્કર બેનર્જી ચર્ચા કરતા રહે છે.  એક બીજાનું બિલકુલ નથી સાંભળતા. પણ આ ચર્ચાથી જ તેમનો પ્રેમ ટપકે છે.  કહેવાય પણ છે કે જેનાથી વધુ પ્રેમ રહે છે તેનાથી નાની-મોટી વાતો પર તકારાર થતી રહે છે. આ વાત દર્શાવવી સરળ નથી. પણ ફિલ્મની લેખક જૂહી ચતુર્વેદી અને નિર્દેશક સુજીતે જટિલ કામ એટલા શ્રેષ્ઠ રીતે રજુ કર્યા છેકે તમે સતત હસતા રહો છો અને બંનેના મજબૂત સંબંધોની દાદ આપો છો. 
 
ભાસ્કર બેનર્જીની પોતાની ફિલોસોફી છે જે વિચારવા મજબૂર કરે છે. તેમનુ માનવુ છે કે યુવતીનો જ્યા સુધી કોઈ ઉદ્દેશ્ય ન હોય ત્યા સુધી લગ્ન ન કરવા જોઈએ. જો ફક્ત પતિની સેવા કરવી અને રાત્રે સેક્સ કરવો હોય તો  એ માટે લગ્ન કરવાની જરૂર નથી.  સારુ રહેશે કે પતિ ને બદલે માતા-પિતાની સેવા કરવામાં આવે. વૃદ્ધાવસ્થામાં આમ પણ પોતાના પેરેંટ્સની દેખરેખની જરૂર પડે છે. પીકુ પોતાના પિતાને ફરિયાદ કર્યા વગર તેમની દેખરેખ કરે છે અને તે પણ પિતાની જેવી ગુસ્સેલ થઈ ગઈ છે જેથી છોકરાઓ તેનાથી દૂર રહે. 
 
ભાસ્કર બેનર્જી દિલ્હીથી કલકત્તા જાય છે અને આ યાત્રા રોડ દ્વારા નક્કી કરે છે. પીકૂના વ્યવ્હારથી ટેક્સી ચલાવનારા ડ્રાયવર 
ચિઢેલા છે અને ટેક્સી સર્વિસનો માલિક રાણા ચૌઘરી (ઈરફાન ખાન) ખુદ ડ્રાઈવ કરે છે. આ લાંબી યાત્રામાં કોઈ મજેદાર ઘટનાઓ બને છે જે જોવા લાયક છે.  
 
પિતા પુત્રીનો સંબંધ મહિલાઓની સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા અને પેરેંટ્સની દેખરેખ સંબંધી મુદ્દે પીકૂ માં ઉઠાવેલ છે. પણ આ ભારે ભરકમ ઈમોશનથી ભરેલી ફિલ્મ નથી. ફિલ્મ હલ્કી ફુલ્કી છે અને વિવિધ પડમાં આ વાત છિપાયેલ છે જેને નિર્દેશક અને લેખકે ઈશારામાં દર્શાવી છે.  
 
બંગાલી પરિવારની પુષ્ઠભૂમિ જોઈને ફિલ્મને મનોરંજક બનાવી છે. પીકૂના ઘરે સ્વામી વિવેકાનંદની સાથે સત્યજીત રેની તસ્વીર પણ 
 
લાગી છે. જે બતાવે છેકે રે પ્રત્યે બંગાળીઓમાં કેટલો આદર છે.  એક અદદ નોકર કાયમ તેમની સાથે હોય છે. તેમને પોતાની બુદ્ધિ પર ગર્વ છે. જ્યારે બિન બંગાલી રાણા ચૌઘરી હોશિયારીની વાતો કરે છે તો તેને એક બંગાળી ટોકે છે કે કેમ તમને વિશ્વાસ છે કે તમે બંગાળી નથી ? 
 
મોશનને લઈને ગજબનું હ્યુમર રચવામાં આવ્યુ છે. આમ પણ સવાર સવારે એક સારુ મોશન થવુ દુનિયામાં મોટા સુખમાંથી એક છે. ભાસ્કર બેનર્જી પોતાની પોટીને લઈને ચિંતિત રહે છે અને સેમી સૉલિડ કે મેંગો પલ્પથી લઈને તેમના રંગની પણ ચર્ચા ડાઈનિંગ ટેબલ પર કરે છે. તેઓ દિલ્હીથી કલકત્તાના યાત્રામાં એક પૉટી કરનારી ખુરશી લઈને સાથે જાય છે. અને ઢાબા પર એ ખુરશીનો ઉપયોગ કરવામાં આવે છે.  વેસ્ટર્ન કે ઈંડિયન ટોયલેટમાં કયુ સારુ છે તેને લઈને ઈરફાન જે તર્ક આપે છે તેને સાંભળીને તમે હસ્યા વગર નહી રહો. 
 
લેખક જુહી ચતુર્વેદીનુ કામ વખાણવા લાયક છે. એક સારી ફિલ્મ તેમણે લખી છે. ફિલ્મના પાત્રો વચ્ચે જે વાર્તાલાપ છે તે ખૂબ મનોરંજક છે.  ભાસ્કર બેનર્જી અને તેમના પરિવારની જીંદગીનો એક ભાગ દર્શકોની સામે મુક્યો છે જે હસાવે છે. 
 
શુજીત સરકારે કલાકારો પાસેથી સારુ કામ કરાવ્યુ છે અને ફિલ્મને વાસ્તવિકતાની નિકટ મુકી છે. દરેક પાત્રને તેમણે ઝીણવટાઈથી ઉભાર્યુ છે. સ્ટોરીના પાત્રોની જીંદગીનો કેટલો ભાગ છે અને તેમા લાંબી સ્ટોરી નથી. આવામાં નિર્દેશકનુ કામ મુખ્ય હોય છે અને એ જવાબદારી એમણે કુશળતાથી ભજવી છે. 
 
પીકુ ફક્ત કલાકારોના અભિનયને કારણે પણ જોઈ શકાય છે. એક થી એક ચઢિયાતા અભિનેતા તેમા છે. એક વૃદ્ધ..જીદ્દી ઝક્કી. આલોચનવાદી અને જેને સહેલાઈથી સાંભળવા લાયક છે.   અમિતાભને અનેક ભૂમિકાઓ ભજવી છે. પણ આ પ્રકારની ભૂમિકામાં તેમને ક્યારેય નહી જોયા હોય. બોલીવુડના શહેનશાહનો અભિનય જોવા લાયક છે.   
 
ઈરફાન ખાનનો અભિનય સમ્મોહિત કરનારો હોય છે. દર્શકોની ઈચ્છા રહે છે કે તેઓ કાયમ તેમને સ્ક્રીન પર જુએ. રાણા ચૌધરીના પાત્રને  તેમણે સંપૂર્ણતા સાથે અદા કરી છે. 
 
દીપિકાના ચેહરાના એક્સપ્રેશન જોવા લાયક છે.  તે ફરિયાદ નથી કરતી પણ તેનો ચેહરો બધુ કહી દે છે. આ તેમના કેરિયરના બેસ્ટ પરફોર્મેંસેસે છે. 
 
પીકૂ જોવાના અનેક કારણૉ છે અને તેને મિસ ન કરવુ જોઈએ. 
 
બેનર - એમએસએમ મોશન પિક્ચર્સ. સરસ્વતી ઈંટરટેનમેંટ. રાઈજિંગ સન ફિલ્મ્સ પ્રોડક્શંસ 
નિર્માતા - એનપે સિંહ . રોની લહીએ. સ્નેહા રાજાની 
નિર્દેશક - શૃજીત સરકાર 
કલાકાર - અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ ઈરફાન ખાન મૌસમી ચેટર્જી. જીશુ સેનગુપ્તા રઘુવીર યાદવ
 
રેટિંગ 3.5/5