શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

જોન રેમ્બો : સિલ્વેસ્ટરનુ કમબેક

P.R
નિર્માતા : અવી લેર્નર, કેવિન કિંગ, જોન થોમસન
નિર્દેશક : સિલ્વેસ્ટર સ્ટેલોન
કલાકાર : સિલ્વેસ્ટર સ્ટેલોન, જૂલી બેજ, સેમ એલિયટ, મેથ્યૂ માર્ડસન, પોલ શૂલ્જ.

બે દશક પહેલા સિલ્વેસ્ટર સ્ટેલોનને એક્શન હીરોના રૂપે ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. સિલ્વેસ્ટરના સ્ટાઈલીશ એક્શનને જોઈ કેટલાય લોકો તેના પ્રશંસક બની ગયા હતા. તેમની રેમ્બો સિરીજની ફિલ્મોને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મળી હતી. 'જોન રેમ્બો' ના રૂપમાં સિલ્વેસ્ટરે ફરી ઈતિહાસનું પુનરાવર્તન કરવાની કોશિશ કરી છે.

ફિલ્મની શરૂઆતમાં કમ્બોડિયા, વિયતનામ, થાઈલેંડ અને બર્માનો નકશો બતાવવામાં આવે છે. ત્યારપછી બર્મામાં થઈ રહેલા અત્યાચારની ઝલક જોવા મળે છે. પછી વાર્તા જોન રેમ્બો (સિલ્વેસ્ટર સ્ટેલોન) પર, જે થાઈલેંડના એક ગામમાં નાવિક છે. અને તેને નદીના રસ્તાઓનુ સારુ એવુ ભાન છે. તે જંગલોમાંથી મોટા મોટા સાપ પકડીને વેચે છે. બર્મામાં ચાલી રહેલા ભીષણ ગૃહયુધ્ધથી તેને કશુ લગતુ વળગતુ નથી. તેનુ માનવુ છે કે કશુ પણ બદલવુ મુશ્કેલ છે.

તેની પાસે અમેરિકન મિશનરીજના કેટલાય સભ્યો આવે છે, જે તેને નદીના રસ્તે બર્મા જવાનુ કહે છે. તેઓ ત્યાં જઈને અત્યાચારનો ભોગ બનેલા લોકોનો ઈલાજ કરવા માંગે છે. તેમને દવાઓ અને ધાર્મિક ચોપડીઓ વહેંચવા માંગે છે. રેમ્બો પહેલા તો તેમની મદદ કરવાની ના પાડે છે, પણ પછી સારાહ(જૂલી વેજ)ના કહેવાથે માની જાય છે અને તેમને છોડીને પાછો આવે છે.

થોડા દિવસ પછી તેને આર્થર માર્શ જણાવે છે કે તે દળ પાછુ નથી ફર્યુ અને તેમના વિશે કોઈ સમાચાર નથી. આર્થર કેટલાક ભાડાના સૈનિકોને નદીના રસ્તે ત્યા પહોંચાડવાનુ કહે છે. રેમ્બો આ કામ કરી દે છે. તે ઈચ્છે છે કે તે પણ તેમની સાથે તે દળની શોધ કરે, પણ ભાડાના સૈનિકો ચોખ્ખી ના પાડી દે છે.

રેમ્બો છતા પણ જાય છે અને મુસીબતમાં ઘેરાયેલા ભાડાના સૈનિકોના જીવ બચાવે છે. આ ઘટના પછી તેઓ તેને પોતાની સાથે જોડી દે છે. રેમ્બો અને તેમના મિત્રોને ખબર પડે છે કે સારાહ અને માઈકલના દળને પકડી લેવામાં આવ્યો છે. રેમ્બો મુઠ્ઠી જેટલા મિત્રોની મદદથી કેટલીય ગણી સેનાનો સામનો કરે છે, અને દળને સુરક્ષિત પાછુ લઈ આવે છે.

ફિલ્મના શરૂના એક કલાકમાં બર્મામાં થઈ રહેલા અત્યાચારોને બતાવવામાં આવ્યા છે કે કેવી રીતે તેઓ બર્માની સેના નિર્દોષ અને માસૂમ લોકોને વગર કોઈ કારણે કીડી-મકોડાની જેમ મારી નાખે છે. તેમની ક્રૂરતા અને બર્બરતાને પડદાં પર આબેહૂબ રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે. તે લોકોના હાથ, પગ, માથા ગાજર-મૂળાની જેમ કાપી નાખવામાં આવે છે. જીવતા માણસેને ભૂખ્યા ડુક્કરોને ખાવા આપી દે છે.

શરૂઆતમાં ધીમે ચાલનારી ફિલ્મ તે સમયે ગતિ પકડે છે જ્યારે રેમ્બોની એક્શન જોવા મળે છે. ફિલ્મનુ ક્લોયમેક્સ શ્રેષ્ઠ છે, જ્યારે રેમ્બો એકલા હાથે આખી સેનાનો સામનો કરી વિજય પ્રાપ્ત કરે છે.

ફિલ્મની વાર્તા એ પ્રકારે લખવામાં આવી છે કે રેમ્બોને પોતાની બહાદુરી બતાવવાની તક મળે. બર્મામા ચાલી રહેલા ગૃહયુધ્ધ સાથે તેને કોઈ લેવા દેવા નથી. ઉદ્દેશ્યહીન જીંદગી જીવી રહેલા રેમ્બોને અમેરિકન મિશનરીજના દળને બચાવવામાં લક્ષ્ય મળી જાય છે. અચાનક તે કેમ બદલાય જાય છે તે સ્પષ્ટ નથી, કદાચ તેને સારાહ પ્રત્યે લાગણી બંધાઈ જાય છે, તેથી તે પોતાનો જીવ જોખમમાં મુકે છે.

P.R
ફિલ્મ થાઈલેંડના જંગલોમાં ફિલ્માંકન કરવામાં આવ્યુ છે. તેઓ ફિલ્મમાં ખૂબ જ ઓછા સંવાદ બોલે છે આખી ફિલ્મમાં તેમણે એક જેવી મુખમુદ્રા બનાવી મૂકી છે. તેમની મોટાભાગની એક્શનમાં લાઈટ થોડી ઓછી રાખવામાં આવી છે જેથી કરીને નબળાઈઓને છુપાવી શકાય. જૂલી બેંજ, પોલ શૂલ્જ, મેથ્યૂ માર્ડસને સિલ્વેસ્ટરનો સાથ સારી રીતે નિભાવ્યો છે.

ગ્લેન મક્ફર્સનનુ કેમેરા વર્ક આંતરરાષ્ટ્રીય સ્તરનું છે. એક્શન દ્રશ્યોના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. બધ દ્રશ્યો હકીકત લાગે છે. બેકગ્રાઉંડ મ્યૂઝિક ફિલ્મને વધુ આકર્ષિત બનાવે છે.

બધુ મળીને 'જોન રેમ્બો' એ અપેક્ષાઓ પર ખરી ઉતરે છે જેટલી દર્શકોએ આ ફિલ્મ માટે રાખી હતી. એક્શન ફિલ્મ પસંદ કરતા લોકોને આ ફિલ્મ જરૂર ગમશે.