શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By સમય તામ્રકર|

મનોરંજક 'સંડે'

IFM
નિર્માતા : કુમાર મંગત - સુનીલ લુલ્લા
નિર્દેશક : રોહિત શેટ્ટી
સંગીત : સંદિપ ચૌટા, સુરુર, દલેર મહેંદી, શિબાની કશ્યપ, રાઘવ, અમર મોહિલે.
કલાકાર : અજય દેવગન, આયેશા ટાકિયા, અરશદ વારસી, ઈરફાન ખાન, અંજના સુખાની, તુષાર કપૂર(વિશેષ ભૂમિકા), ઈશા દેઓલ(વિશેષ ભૂમિકા)

વિજય આનંદની 'તીસરી મંજીલ' અને 'જ્વેલ થીફ' કેટલાય ફિલ્મકારો માટે પ્રેરણા બની છે. આ બે ક્લાસિક ફિલ્મોથી પ્રભાવિત થઈને કેટલાય યુવા નિર્દેશકોએ ફિલ્મો બનાવી છે. નિર્દેશક રોહિત શેટ્ટી પણ 'તીસરી મંજીલ'ના પ્રશંસક છે અને તેની અસર તેમની ફિલ્મ પર જોવા મળે છે. જો કે ફિલ્મ 'સંડે'ની પ્રેરણા તેલુગૂ ફિલ્મ 'અનુકોકુંડા ઓકા રોજૂ'(2005)માંથી લેવામાં આવી છે.

IFM
એક હત્યા અને પછી હત્યારાને પકડવાની ગાંઠને કેવી રીતે ખોલવામાં આવે છે આ વાત ફિલ્મમાં રસપ્રદ રીતે બતાવવામાં આવ્યુ છે. કેટલાય પાત્રો પર શકની આંગળી ઉઠે છે અને દર્શક સતત પોતાના હિસાબથી અનુમાન લગાવવાનો પ્રયત્ન કરતા રહે છે.

રોહિત શેટ્ટી દ્વારા સ્ટોરી કહેવાનો અંદાજ તેમની છેલ્લી બે ફિલ્મો (જમીન,ગોલમાલ)ના મુકાબલે સારો છે. તેમને હાસ્ય અને રહસ્ય વચ્ચે સારુ સમતોલન બનાવી રાખ્યુ છે જેનાથી ફિલ્મ સામાન્ય લોકોને વધુ પસંદ આવશે.

સેહર(આયેશા ટાકિયા) ની જીંદગીમાંથી એક સંડે મિસિંગ છે અને આને જ આધારે સસ્પેંસ રચાયુ છે. આ વાર્તામાં બલ્લૂ(અરશદ વારસી), ટેક્સી ડ્રાઈવર અને તેમનો મિત્ર કુમાર(ઈરફાન ખાન), રિતુ(અંજના સુખાની)નું પાત્ર પણ સમાયેલ છે અને એસીપી રાજવીર (અજય દેવગન) આ રહસ્યને ઉકેલે છે.

IFM
ફિલ્મમાં હાસ્ય અને સસ્પેંસ સાથે ચાલે છે, પણ બંને વચ્ચે સારુ સમતોલન છે, જેથી એક પળમાં હસતા દર્શકો બીજી જ ક્ષણે ગંભીર થઈ જાય છે. રોહિતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે - મનોરંજક ફિલ્મ બનાવવી.

સ્ટોરી કોઈ નથી, પણ પટકથા (કે. સુભાષ, રોબિન ભટ્ટ અને તુષાર હીરાનંદાની)પ્રથમ એક કલાક બાંધી રાખે છે. મધ્યાંતર પછી બધુ ઠંડુ પડવા માંડે છે. કારણ ? લાંબુ કાર ચેંજ દ્રશ્ય, અને 'પ્યાર તો હોના હી હૈ' જેવા ગીતો ફિલ્મની ગતિમાં વિધ્ન નાખે છે. ફિલ્મનો અંત ચોંકાવનારો નથી જેને કારણે અંત ફિક્કો લાગે છે.

પટકથા લેખકોને ફિલ્મની બીજી બાજુ પર ઓછી મહેનત કરી છે, જ્યારે કે એ જ ફિલ્મનો મુખ્ય ભાગ છે. રોહિત શેટ્ટીએ તેમની નબળાઈને સંતાડવાની કોશિશ કરી છે.

ફિલ્મમાં કેટલાય સંગીતકારોએ સંગીત આપ્યુ છે, તેથી કેટલાય પ્રકારની ધુનો સાંભળવા મળે છે. ઈશા દેઓલ પર ફિલ્માંકન કરાયેલુ ગીત 'કશ્મકશ' સારુ છે. ઈશાએ આ ગીત પર શ્રેષ્ઠ નૃત્ય કર્યુ છે. તુષાર કપૂર પર ફિલ્માંકન કરાયેલ ગીતની કોરિયોગ્રાફી જોવા લાયક છે.

જયસિંહના સ્ટંટ સ્ટાઈલિશ છે. અસીમ બજાજની સિનેમાટોગ્રાફી ઉચ્ચ ક્વોલિટીની છે. અસીમ સતત સારુ કામ કરી રહ્યા છે. સાજિદ-ફરહદના સંવાદ ફિલ્મના મૂડ મુજબના છે. ઈશા દેઓલ પર રજૂ કરાયેલુ ગીતનો સેટ ખૂબ જ સારો છે.

IFM
બધા કલાકારોએ સારો અભિનય કર્યો છે. અજય દેવગને બતાવ્યુ છે કે તે કોમેડી પણ સારી રીતે કરી શકે છે. આ ફિલ્મ જોયા પછી તેના પ્રશંસકોની સંખ્યા વધી જશે.

હંમેશાની જેમ અરશદ વારસી ફોર્મમાં છે. તેમને જોવાની મજા જુદી જ છે. ઈરફાન ખાન સરપ્રાઈઝ આપે છે. આયેશા ટાકિયાને જોઈને લાગતુ જ નથી કે તે અભિનય કરી રહી છે. મુકેશ તિવારી, મુરલી શર્મા, બ્રજેશ હીરજી અને અલી અસગરે પણ પોત પોતાનુ કામ સારી રીતે કર્યુ છે.

બધુ મળીને 'સંડે' એક મનોરંજક ફિલ્મ છે અને આમા એવો મસાલો છે જે દર્શકોને પસંદ આવશે.