શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

લંડન ડ્રીમ્સ : દોસ્તી, સંગીત અને પ્રેમનો ત્રિકોણ

IFM
બેનર : હેડસ્ટોર્ટ ફિલ્મ્સ યૂકે લિ. બ્લોકબસ્ટર મૂવી એંટરટેનર્સ
નિર્દેશક : વિપુલ શાહ
સંગીત : શંકર-અહેસાન-લો
કલાકાર : સલમાન ખાન, અજય દેવગન, અસિન, ઓમપુરી, મનોજ પાહવા, બરખા બિષ્ટ રણવિજય સિંહ, આદિત્ય રોય કપૂર.

રેટિંગ : 2.5/5

વિપુલ શાહ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લંડન ડ્રિમ્સ' બનાવવાની પ્રેરણા ઘણી ફિલ્મોમાંથી લેવામાં આવી છે. મૈત્રી, પ્રેમ ત્રિકોણ અને સંગીતને આધાર બનાવવામાં આવી છે. પરંતુ ફિલ્મનું તો ફક્ત પેકેજિંગ જ શ્રેષ્ઠ બની શક્યુ છે. ફિલ્મ સાથે આટલા મોટા નામ જોડાયેલા હોવાથી જે અપેક્ષાઓ ફિલ્મની સાથે રહે છે એના પર તે ખરી નથી ઉતરતી.

પંજાબમાં રહેનારો મન્નુ (સલમાન ખાન) અને અર્જુન (અજય દેવગન) ખાસ મિત્રો છે. બાળપણથી જ અર્જુનનુ સપનુ ખૂબ મોટા રોકસ્ટાર બનવાનુ અને લંડનમાં આવેલી વેમ્બલી સ્ટેડિયમમાં પરફોર્મ કરવાનુ. સપનાને પૂરા કરવા માટે એ કોઈપણ હદ ઓળંગી શકે છે. બીજી બાજુ મન્નુમાં નૈસર્ગિક પ્રતિભા છે અને એ આ વાતથી અજાણ છે.

બાળપણમાં અર્જુનના પિતાનુ અવસાન થઈ જાય છે અને તેના કાકા (ઓમપુરી) તેને લંડન લઈ જાય છે. પોતાના કાકાના ઘરેથી ભાગીને તે સંઘર્ષ શરૂ કરે છે અને મોટો થઈને એક બેંડ બનાવે છે. જેમા પ્રિયા (અસીન)નો પણ સમાવેશ છે. પ્રિયાને અર્જુન મનમાં ને મનમા ચાહે છે.

અર્જુન પોતાના બાળપણના મિત્ર મન્નુનેપણ આ બેંડ સાથે જોડી લે છે અને અહીંથી જ એની પરેશાની શરૂ થાય છે. અર્જુન કરતા મનુ વધુ પ્રતિભાશાળી છે. અને એ તેના કરતા વધુ લોકપ્રિય થઈ જાય છે. સાથે સાથે એ પ્રિયાનુ દિલ પણ જીતી લે છે. ઈર્ષાની આગમાં બળતો અર્જુન મન્નુને બરબાદ કરવામાં લાગી જાય છે.

IFM
આ વાર્તામાં બધા પ્રકારના મસાલા હોવા છતા વાર્તાને સારી રીતે લખી નથી. વાર્તા કહેવામાં ઉતાવળ કરવામાં આવી છે. દરેક મહત્વપૂર્ણ ઘટના એકદમ જ થઈ જાય છે. જેની પાછળ કોઈ મજબૂત કારણ નથી દેખાતુ.

લંડનમાં અર્જુન પોતાના કાકાને છોડીને ભાગી જાય છે. તેના કાકા તેને શોધવાનો પ્રયત્ન કેમ નથી કરતા. અર્જુન કેવી રીતે પોતાની જીંદગી વિતાવે છે એ પણ સ્પષ્ટ નથી.

અર્જુન જે રીતે બેંડ બનાવે છે એ એકદમ હાસ્યાસ્પદ છે. લંડનના એક વ્યસ્ત વિસ્તારમાં તે એકદમ ગાવાનુ શરૂ કરી દે છે. કેટલાક અંગ્રેજ તેના હિંદી ગીત પર નાચે છે. અચાનક બે પાકિસ્તાનીઓ પણ તેની સાથે જોડાય છે અને બની ગયુ બેંડ. આ હિંદી બૈંડની લોકપ્રિયતા બતાવવામાં પણ ઉતાવળ કરવામાં આવી છે.

મન્નુ ડ્રગ્સ લેવા માંડ્યો છે એ વાત બધા જાણે છે. પરંતુ તેની પ્રેમિકા પ્રિયા આ વાત ઘણા દિવસો પછી જાણે છે. જ્યારે કે એ ટૂરમાં તેની સાથે જ રહેતી હોય છે. આ જ રીતે પ્રિયાના રૂઢિવાદી પિતા જે પાશ્ચાત્ય સંગીતના વિરોધી છે તેમણે પણ આ વાત ઘણા દિવસો પછી ખબર પડે છે કે તેમની દીકરી 'લંડન ડ્રીમ્સ; નામના બૈંડ સાથે જોડાયેલી છે જ્યારે કે આ બેંડ એ વખતે ખૂબ જ ધૂમ મચાવતુ હોય છે. કદાચ પ્રિયાના પિતાજી છાપુ વાંચતા જ નથી. કારણ કે ફિલ્મમાં આ બેંડના વખાણથી ભરેલા છાપા બતાવાયા છે. વેમ્બલી સ્ટેડિયમમાં હજારો દર્શકોની સામે અર્જુન દ્વારા મન્નુના વિરુધ્ધ પોતાના મનની ભડાશ કાઢવી એ દ્રશ્ય ફિલ્મી લાગે છે.

નિર્દેશક વિપુલ શાહ પણ શક્યત વાર્તાના આ ઉણપોથી વાકેફ હતા, તેથી તેમણે પોતાનો બધો જોર રોમાંસ, કોમેડી અને ભવ્યતા પર લગાવ્યો. તેમણે ફિલ્મની ગતિ ઝડપી રાખી, જેથી દર્શકોનુ ધ્યાન આ ઉણપો પર ન જાય અને જેમા તેઓ સફળ પણ રહ્યા.

ફિલ્મમાં કેટલાક ઉલ્લેખનીય દ્રશ્ય છે, અજયના ગીતો પર સલમાન દ્વારા જુદી જુદી ધૂન બનાવવી, વિમાનમાં સલમાન અને એયર હોસ્ટેસની વચ્ચેનુ દ્રશ્ય, વિમાનમથક પર સલમાન દ્વારા પત્રકારની ધુલાઈ કરવી, ચાંદની રાતમાં સલમાન અને અજય દ્વારા વાતચીત કરવી.

ફિલ્મ સંગીત પર આધારિત છે પણ શંકર-અહેસાન લોયનુ સંગીત નિરાશ કરે છે. ફિલ્મમાં હિટ ગીતોની કમી ખૂંચે છે.

સલમાન ખાને મન્નૂનુ પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યુ છે. આ ચરિત્ર તેમની ઈમેજ સાથે બંધબેસતુ પણ છે. તેણે કેટલાક સંવાદ અને દ્રશ્ય પણ મળ્યા છે. તેમણે પોતાની હેયર સ્ટાઈલ પર ધ્યાન આપવુ જોઈએ. અજય દેવગને પોતાનુ પાત્ર એકદમ ગંભીરતાથી ભજવ્યુ છે, પરંતુ જે તીવ્રતા તેમના પાત્રને જોઈતી હતી એ ન આપી શક્યા.

IFM
અસિનની ભૂમિકા એકદમ નબળી છે. બૈંડમાં એ પુષ્ઠભૂમિકામાં ફક્ત નાચતી જોવા મળી છે, જ્યારે કે અજય દેવગન તેના પિતાને કહે છે કે અસિનને બૈંડ સાથે જોડાવવા દો, કારણ કે તે ખૂબ જ પ્રતિભાશાળી છે.

તકનીકી રૂપે ફિલ્મ ખૂબ સશક્ત છે. સેજલ શાહે દરેક દ્રશ્ય સુંદરતાની સાથે ફિલ્માવ્યુ છે. ફિલ્મને ભવ્યતા પ્રદાન કરવા માટે પુષ્કળ પૈસો ખર્ચ કરવામાં આવ્યો છે. સલીમ-સુલેમાનનુ બેકગ્રાઉંડ મ્યુઝિક શ્રેષ્ઠ છે.

બધુ મળીને 'લંડન ડ્રીમ્સ'ની મજા તમે વાર્તાની નબળાઈ પર ધ્યાન ન આપી જ ઉઠાવી શકો છો.