શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

વેક અપ સિડ : તાજગીભરી

IFM
બેનર : યૂટીવી મોશન પિક્ચર્સ, ધર્મા પ્રોડક્શંસ
નિર્માતા : કરણ જોહર, હીરુ જોહર
નિર્દેશક : અયાન મુખર્જી
ગીત : જાવેદ અખ્તર
સંગીત : શંકર-અહેસાન-લોય, અમિત ત્રિવેદી
કલાકાર : રણવીર કપૂર, કોંકણા સેન શર્મા, અનુપમ ખેર, શિખા તલસાનિયા, નમિતા દાસ, સુપ્રિયા પાઠક, કાશ્મીરા શાહ, રાહુલ ખન્ના (વિશેષ ભૂમિકા)

રેટિંગ : 3/5

'વેક અપ સિડ'માં જીંદગીના એ ભાગને બતાવવામાં આવ્યુ છે, જેમાં થઈને મોટાભાગના લોકો પસાર થાય છે. અભ્યાસ પુરો થયા પછી ઘણાઓની સામે કોઈ લક્ષ્ય નથી હોતુ. તેમનો દરેક દિવસ વગર કોઈપણ યોજના વગર વીતે છે. આની પણ એક અલગ જ મજા છે કે આવનારી ક્ષણમાં આપણે શુ કરીશુ એ આપણને પણ ખબર નથી હોતી.

કોલેજના છેલ્લા વર્ષમાં સિડ (રણવીર કપૂર) ફેલ થઈ ગયો છે અને જીંદગીમાં આગળ શુ કરવાનુ છે એનુ કોઈ લક્ષ્ય નથી. હોંડા સીઆરવીમાં લોંગ ડ્રાઈવ, સવાર સુધી ચાલતી પાર્ટીઓ, ઈંટરનેટ પર વીડિયો ગેમ્સના સહારે જીંદગી વીતે છે. પૈસાનો અભાવ તેણે જોયો જ નથી. ક્રેડિટ કાર્ડથી એ ખર્ચ કરે છે અને પપ્પા પૈસા ચુકવે છે.

સિડના પપ્પાની ઈચ્છા છે કે એ તેમના વેપારમાં મદદ કરે, પરંતુ સિડને રસ નથી. જેને લઈને સિડ અને તેના પપ્પા વચ્ચે અવાર-નવાર વિવાદ થાય છે અને સિડ પોતાની મિત્ર આયેશા બેનર્જી(કોંકણા સેન)ની સાથે રહેવા જતી રહે છે.

આયેશાના વિચાર સિડથી બિલકુલ જુદા જ છે. તેના કેટલાક લક્ષ્ય છે, જેને મેળવવા એ કલકત્તાથી મુંબઈ આવી છે. વયમાં સિડથી થોડી મોટી આયેશા સિડને બાળક સમજે છે અને તે પરિપક્વ પુરૂષની શોધમાં છે. જૂના ગીતો તેને ગમે છે અને મહાન લેખકોના પુસ્તકો તે વાંચે છે. જીંદગી પ્રત્યે વિપરિત નજરિયો મૂકનારા જ્યારે બે વ્યક્તિ સાથે રહે છે તો એકબીજાના ગુણ-અવગુણ અપનાવી લે છે.

IFM
બગડેલો હોવા છતા સિડ વ્યવસ્થિત રહેવુ. આમલેટ બનાવવુ અને કપડાં ધોવાનુ સીખી લે છે. એટલુ જ નહી તેને જ્યા આયેશા કામ કરે છે એ મેગેઝીનમાં નોકરી પણ મળી જાય છે. બીજી બાજુ આયેશાને પણ એવુ લાગવા માંડે છે કે વ્યક્તિએ હંમેશા ગંભીરતા અને પરિપક્વતાનુ આવરણ ઓઢી રહેવાને બદલે થોડુ બાળપણ પણ પોતાની અંદર રાખવુ જોઈએ. બંને જ્યારે જુદા પડે છે ત્યારે તેઓ અનુભવે છે કે તેઓ એકબીજાને મિસ કરી રહ્યા છે, અને આ જ પ્રેમ છે.

સિડ અને આયેશાનો સંબંધ અને જીંદગી પ્રત્યેના નજરિયાને ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે બતાવ્યુ છે, પરંતુ તેની પાછળ ચાલી રહેલ ઘટનાક્રમ પર ધ્યાન નથી આપવામાં આવ્યુ જેને કારણે ફિલ્મનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

કલકત્તાથી લેખક બનવા આવેલી આયેશા 'મુંબઈ બીટ'ના સંપાદકની આસિસ્ટંટ બનવાનુ કેમ મંજૂર કરે છે, જેનુ કામ તેને કોફી પીવડાવવાનુ, ટાઈમ ટેબલ બનાવવાનુ અએન ટેબલ સાફ કરવાનુ છે. એ બીજી કોઈ જગ્યાએ પણ કામ કરી શકતી હતી.

નોકરી મળતા પહેલા જ એ ફ્લેટ ભાડેથી લઈ લે છે અને સાજ-સજ્જા પાછળ પુષ્કળ પૈસા ખર્ચ કરે છે. છેવટે ક્યાંથી આવ્યા આટલા રૂપિયા ? જ્યારે કે એ સિડ જેવા શ્રીમંત પરિવારમાંથી નથી. બગડેલા સિડને સુધારવામાં પણ ઉતાવળ કરવામાં આવી છે.

'દિલ ચાહતા હૈ' અને 'લક્ષ્ય'થી પ્રભાવિત 26 વર્ષીય અયાન મુખર્જીએ યુવાઓને ધ્યાનમાં મૂકીને આ ફિલ્મ નિર્દેશિત કરી છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે યુવાઓ તેજ ગતિની ફિલ્મો પસંદ કરે છે અને 'વેક અપ સિડ'ની ગતિ ધીમી છે.

વાર્તામાં વધુ ઉતાર-ચઢાવ કે નાટકીય ઘટનાઓ નથી. આ ફક્ત સંવાદોના મદદથી આગળ વધે છે અને ફક્ત બે પાત્રોની આસપાસ જ ફરે છે. તેથી નિર્દેશક પર એ જવાબદારી આવી જાય છે કે તે એ વાતનુ ધ્યાન રાખે કે દર્શકોનો રસ ફિલ્મમાં બન્યો રહે. અહીં અયાન થોડા સફળ રહ્યા છે.

તેમણે ઘણા દ્રશ્યોને સારી રીતે રજૂ કર્યા છે, જેમ કે આયેશાના જન્મદિવસને સિડ દ્વારા સેલિબ્રેટ કરવો, સિદ અને તેના પિતા વચ્ચેની ટક્કર, સિડ દ્વારા પોતાની માતા સાથે સારો વ્યવ્હાર ન કરવો અને પાછળથી પોતાની ભૂલ સમજવી. કહી શકાય છે કે અયાનમાં એક સારા નિર્દેશક બનવાની શક્યતા છે અને પ્રસ્તુતિકરણમાં તાજગી છે.

IFM
અયાને પોતાના કલાકારો પાસેથી ઉત્તમ અભિનય કરાવ્યો છે. રણબીર કપૂરે સિડના પાત્રને જીવંત બનાવ્યુ છે અને તેનો આ અત્યાર સુધીનો સર્વોત્તમ અભિનય છે. કોંકણા સેન જેવી સશક્ત અભિનેત્રી સામે એ જરાય પાછળ નથી પડ્યા. કોંકણા માટે આ પ્રકારનો અભિનય કરવો એ ડાબા હાથની રમત છે. અનુપમ ખેરે ઘણા દિવસો પછી ઉત્તમ અભિનય કર્યો. રાહુલ ખન્ના અને કાશ્મીરા શાહને વધુ તક નથી મળી.

'વેક અપ સિડ' યાદગાર ફિલ્મ નથી, પરંતુ તેમા તાજગી છે, જેના કારણે આ એકવાર જરૂર જોઈ શકાય છે.