ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

વોંટેડ : રાધેનો જાદુ

IFM
બેનર : સહારા વન મોશન પિકચર્સ
નિર્માતા - બોની કપૂર
નિર્દેશક - પ્રભુદેવા
સંગીત - સાજિદ-વાજિદ
કલાકાર - સલમાન ખાન, આયેશા ટાકિયા, મહેશ માંજરેકર, પ્રકાશ રાજ, વિનોદ ખન્ના, ગોવિંદ નામદેવ, મનોજ પાહવા, ઈન્દર કુમાર, મહક ચહલ, મેહેમાન કલાકાર - ગોવિંદા, અનિલ કપૂર, પ્રભુદેવા.

રેટિંગ : 3/5

વન ટૂ થ્રી... સિનેમાઘરમાં અંધારુ થતા જ સલમાન ખાનનો શો શરૂ થઈ જાય છે. સલમાનની એટ્રી એક્શન સીન દ્વારા થાય છે. અચાનક જ 'દિવાર'ના અમિતાભ બચ્ચનની જેમ તેઓ શટર પાડી તેને તાળુ મારે છે. ત્યારબાદ તેઓ 19-20 માણસોને ધોઈ નાખે છે.

જોરદાર એક્સન સીન પછી તરત જ જોરદાર ગીત. ગણેશજીની મૂર્તિની સામે સલમાન 'જલવા'ગીત પર ઠુમકા મારે છ. એક્શન અને ગીત દ્વારા નિર્દેશકે બતાવી દીધુ કે રાધે કેવા પ્રકારનો માણસ છે. એ લોકોને ગાજર-મૂળાની જેમ કાપે છે અને ઈશ્વર આગળ નમે છે.

રાધે (સલમાન ખાન)એક શૂટર છે. તેના ચમચા તેને બ્રૂસલીના નાના અને રેમ્બોના કાકા કહે છે. 'તુમ જીસ સ્કૂલ મે પઢે હો ઉસકા હેડમાસ્ટર મેરે સે ટ્યૂશન લેતા છે' જેવા ચવાયેલા ડાયલોગ પણ એ બોલે છે.

પૈસા માટે એ કંઈ પણ કરી શકે છે. પરંતુ થોભી જાવ.... અહી તેના પણ કેટલાક નિયમ છે. સ્ત્રીઓ અને બાળકો પર હાથ નહી ઉઠાવવાનો. જે કામ ગમે તે જ કરવાનુ. દારૂ અને માણસનુ લોહી જ્યારે ઈચ્છા હોય ત્યારે પીએ છે અને એ પણ પેટ ભરીને. પડીકીને એ મોતનુ સામાન સમજે છે. એકવાર કમીટમેંટ થયુ તો પછી એ પોતાનુ પણ નથી સાંભળતો.

IFM
એક્શનની વચ્ચે રોમાંસ પણ જરૂરી છે. આ ગુંડા જેવા માણસ પર છોકરીઓ ફીદા છે. કારણ કે હથિયાર સાથે એ સારુ રમી શકે છે. 'તુમ ગુંડે હો, પર દિલ કે અચ્છે હો' કહીને જાહ્નવી(આયેશા ટાકિયા)તેના પર ફિદા થઈ જાય છે, પરંતુ રાધેનુ ક્રૂર રૂપ જોઈને એ પણ કંપી જાય છે.

જાડી-તાજી જાહ્નવી પર બીજા બે લોકો પણ ફીદા છે. અધેડ વય ધરાવતો મકાન માલિક (મનોજ પાહવા), જે થોડી થોડી વારે દર્શકોને હસાવે છે અને ઈસપેક્ટર તલપદે (મહેશ માંજરેકર)જેની હરકતો પર દર્શકોને ગુસ્સો આવે છે.

ગની ભાઈ(પ્રકાશ રાજ)ને માટે રાધે કામ કરે છે અને તેના દુશ્મનોને ઠેકાણે લગાવે છે. ગની ભાઈના ખાસ માણસનુ મર્ડર થઈ જાય છે, અને છોકરીઓની કુશ્તી જોવાનુ પસંદ કરનારા ગનીભાઈ વિદેશથી ભારત આવી જાય છે. અહીં આવ્યા પછી તેને એક રહસ્યની જાણ થાય છે, ત્યારબાદ તેની અને રાધેની દુશ્મની થઈ જાય છે. વાર્તામાં ટિવસ્ટ આવે છે અને લોહિયાળ રમત પાછળ રાધેનો શુ મકસદ છે તેની સર્વને જાણ થઈ જાય છે.

તમિલ ફિલ્મ 'પોકિરી' પર આધારિત 'વોંટેડ'ની વાર્તા દોરા જેવી પાતળી છે. તેમા નવુ કંઈ જ નથી. છતાં ફિલ્મ દર્શકોને બાંધી રાખે છે, કારણ કે નિર્દેશક પ્રભુદેવાએ દ્રશ્યોનુ અસેબલિંગ બહુ સારી રીતે કર્યુ છે. એક્શન, હાસ્ય અને રોમાંસનુ મિશ્રણ યોગ્ય પ્રમાણમાં કર્યુ છે.

આ ઉપરાંત તેમણે સલમાનના પાત્રને ખૂબ જ સારી રીતે રજૂ કર્યુ છે. સલમાનના મોટાભાગના દર્શકો તેને આ જ રૂપમાં જોવા માંગે છે. સલમાનની ઈમેજ રાધેના પાત્રને મેચ કરે છે. અકડુ, થોડો બગડેલો પણ હીરા જેવો ,નીડર, લાર્જર ધેન લાઈફનુ વ્યક્તિત્વ પોતાની મરજીથી જીવનારો સ્ટાઈલિશ, સ્ત્રીઓનુ સન્માન કરનારો, એવુ લાગતુ જ નથી કે સલમાન એક્ટિંગ કરી રહ્યો છે.

આખી ફિલ્મમાં સલમાનનુ પ્રભુત્વ છે. સલ્લુની હીરોગીરી જોવા માટે સ્ક્રિપ્ટની ખામીઓને પણ નજરઅંદાજ કરી દીધી છે. સલમાનને કારણે દર્શકો એ ભૂલોને ભૂલી ગયા છે. સલમાન પર સેકડો ગોળીઓ ચાલે છે પરંતુ તેને લીસોટો પણ નથી પડતો.

એક્શન આ ફિલ્મનુ મુખ્ય આકર્ષણ છે. ઘણી એક્શન/સ્ટંટ સારા બની પડ્યા છે. જેમાં સલમાનની એટ્રીવાળા સીન, આયેશાને ટ્રેનમાં છોડનારા ગુંડાને મારપીટવાળો સીન અને ફિલ્મનુ ક્લાયમેક્સ ઉલ્લેખનીય છે.

સંગીતની વાત કરવામાં આવે તો 'જલવા' અને 'લવ મી' શ્રેષ્ઠ છે. દરેક ગીતનુ ફિલ્માંકન સુંદર લોકેશંસ પર ભવ્ય રીતે કરવામાં આવ્યુ છે. તકનીકી રૂપે ફિલ્મ સશક્ત છે.

આયેશા ટાકિયાએ સલમાનની સાથ સારો ભજવ્યો છે. ગનીભાઈના રૂપમાં પ્રકાશ રાજે પોતાની છાપ છોડી છે. પોલીસની પકડમાં રહીને તેણે ખૂબ હસાવ્યો છે. મહેશ માંજરેકરને જોઈને નફરત થાય છે અને આ જ તેમની સફળતા છે. વિનોદ ખન્ના કોઈ પ્રભાવ નથી પાડી શક્યા.

જો તમે એક્શન ફિલ્મ પસંદ કરો છો અને સલમાન ખાનના પ્રશંસક છો તો 'વોન્ટેડ' મસાલા સાથેની ફિલ્મ તમારા માટે છે.