મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 22 મે 2015 (15:11 IST)

સંપૂર્ણ પારિવરિક અને પૈસા વસૂલ ફિલ્મ છે " તનુ વેડ્સ મનુ રિટર્નસ

ફિલ્મ  -તનુ વેડ્સ મનુ રિટંર્સ
 
ડાયરેક્ટર - આનંદ એલ રાય 
 
સ્ટાર કાસ્ટ્ કંગના રનૌત , આર માધવન , જીમી શેરગીલ , દિપક ડોબરિયાલ , સ્વરા ભાસ્કર 
 
કલાક - 120 મિનિટી 
 
સર્ટિફિકેટ- U/A 
 
રેટીંગ- 4.5 સ્ટાર 


 
આ વર્ષે બોક્સ ઑફિસ પર અત્યાર સુધી ઘણા પ્રયોગો સાથે ઘણી ફિલ્મો આવી ચૂકી છે. કોઈએ વાર્તા છુપાવી અને રિલીઝ બાદ ફિલ્મ પટકાઈ હતી. પરંતુ કેટલાક એવા પણ ફિલ્મ્મેકર્સ આવ્યા . જેણે દર્શકોને પહેલ જ જણાવી દીધું કે તેમની ફિલ્મમાં શું છે એટલે ફિલ્મની જાણકારી હોવાને કારણે દર્શક તે જ નજરિયાથી ફિલ્મ જોવા માટે પહોચયા સારું સ્ક્રીનપ્લે અને સરળ પરંતુ મિઠાશવાળી વાર્તા સાથે હાલજ આવેલી પીકૂ એ દર્શકોને ખૂબજ મનોરંજન કર્યું છે . 
 
પિતા પુત્રીના સંબંધો પર આધારિત આ ફિલ્મને લોકોઆ ખૂબ પ્રેમ પણ મળ્યો . ત્યા હવે લેખક હિમાંશુ શર્મા અને ડાયરેક્ટર આનંદ એલ રાય દર્શકો માટે તનુ વેડસ મનુ રિટંર્સમાં સીકવલનો તડકો લઈને આવ્યા છે. જો કે ફિલ્મના પ્રોમો પહેલા જ એ બતાવી દે છે કે આ પતિ પત્ની અને વોની વાર્તા પર આધારિત છે. પરંતુ આ વાર્તાને દર્શાવવાનો અંદાજ  કઈક અનોખો છે. 
 
વાર્તા
 
છેલ્લી ફિલ્મ તનુ વેડસ મનુથી આગળ વધતી આ વાર્તામાં તનુ ઉર્ફ તનૂજા ત્રિવેદી ( કંગના રનૌત) અને NRI લંદન બેઈજડ પુત્રી મનુ ઉર્ફ મનોજ શર્મા( આર માધવન) ના લગ્ન થઈ ચોકયા છે. ફિલ્મના શરૂઆતના હિસ્સામાં આ વાતેને ખૂબ જ ક્રેડિટ સાથે દર્શાવવામાં આવી છે. નવી ફિલ્મ લગ્નના ચાર વર્ષ બાદ શરૂ થાય છે. જેમાં હવે સામાન્ય જીવની જેમ પતિ પત્ની વચ્ચે બોલાચલી શરૂ થઈ જાય છે. હાલત ગંભેર હોય છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. 
 
તમુ લંડનમાં પાછી કાનપુર પોતાના ઘરે પાછી ફરે છે જ્યારે મનુને પણ તેનો મિત્ર પપ્પી( દિપક ડોબરીવાલ) કઈ પણ રીતે મનાવીને લંડનથી પાછો કાનપુર લઈ આવે છે. વાર્તામાં આગળ કેટલાક ઘટનાચક્ર એવા હોય છે કે મનુને દિલ્હી જવું પડે છે ત્યાં તેની મુલાકાત હરિયણાના ઝજ્જ્ર જિલ્લાની રહેનારી એથલિટ કુસુમ ઉર્ફ દત્તો (કંગના રનૌત) સાથે થાય છે . કુસુમને પહેલી નજરમાં જોતા જ મનુને પ્રેમ થઈ જાય છે એટલે કે વાર્તામાં પતિ પ્તની વચ્ચે હવે નો એંટ્રી થાય છે . હવે વાત નીકળી છે , તો દૂર સુધી જશે.વાર્તામાં કેટલાક વળાંક આવે છે. ઘટનાઓ ઘટે છે . તનુની મુલાકાત પોતાના જૂના પ્રેમી રાજ અવસ્થી ( જીમી શેરગીલ) સાથે થાય ચે ક્યારેક તનુ રાજા સાથે ફરતી જોવા મળે છે તો કયારેક મનુ પ્પ્પીના દત્તો અને તેની સહેલી સાથે ફરવાનું હોય છે. અંતમાં તમામ મુશકેલીઓ , વિચારો વચ્ચે ફિલ્મ એક સારા નિર્ણય સાથે પૂરી થઈ જાય છે. 
 
સ્ક્રિપ્ટ અને અભિનય 
 
આ ફિલ્મનો  હાર્દ એટલે કે હીરો સ્ક્રિપ્ટ છે. હિમાંશુ શર્માએ જે રીતે વાર્તાને કહી છે તે વખાણના લાયક છે. વાત કાનપુરિયા  લહેકાની હોય કે રસ્તાથી લઈને ગલી મહોલ્લાની દરેક સીનથી લઈને દરેક પાત્રની પોતાની એક અલગ છાપ ફિલ્મમાં જોવા મળે છે. વાર્તા દર્શકોને પોતાના જેવી લાગે છે , પ્રેમ, વિવાહ , સંબંધો અને મુશેકેલીઓ  વચ્ચે હસી મજાક ચાલતી રહે છે. 
 
કંગના રનિટે આ ફિલ્મમાં પણ અભિનય કલાના શીર્ષને સ્પર્શ કર્યો છે. તે આલોચકોને જણાવે છે કે તેમણે રાષ્ટ્રીત પુરસ્કાર આમજ નથી મળતો . તનૂજા ત્રિવેદીનો લુક , દતોની રહેણી કરણી , તેની બોલવાનો લહેકો દરેક વાતમાં કંગનાએ પોતાને સાબિત કરી છે. બન્ને પાત્ર એકબીજાથી અલગ છે , પરંતુ કંગના બોલીવુડની ક્વીન છે અને તેનું કામ પ્રશંસનીય અને વખાણઆ લાયક છે. તે સાચે જ મોહલ્લાની બેટમેન છે. 
 
આર માધવનને મનુ શર્માના રૂપમાં એક પતિ અને પ્રેમી બન્નેનું પાત્ર ખૂબ જ સારું ભજવ્યું છે. ખાસ કરીને ફિલ્મના ક્લાઈમેક્સમાં માધવને ગજબની ભૂમિકા ભજવી છે. તેમની કોમિક ટાઈમિંગ અને ડાયલોગ ડિલીવરી હસવા પર મજબૂર કરી દે છે. ચેહરા પર ગંભારતાના ભાવ સાથે તેમના મોથી  હું કોઈ સંતરું છું કે રસથી ભરાઈ જઉં સાંભળવાની મજા આવે છે. 
 
દિપલ ડોબરિવાલ (પ્પપી) પડદા પર જ્યારે પણ આવે છે દર્શકના ચહેરા પર હંસી આવે છે. જ્યારે પાયલના પાત્રમાં સ્વરા ભાસ્કર અને રાજા અવસ્થીના પાત્રમા6 જીમ્મી શેરગીલે પાત્રથી સાથે ન્યાય કર્યો છે. જીશાન અયૂબ પણ સારા કલાકારના રૂપમાં ઉભરી આવે છે. 
 
સંગીત 
 
ફિલ્મના ગીત પહેલા જ ચાર્ટ્બસ્ટરમાં જગ્યા બનાવી ચૂકયા છે સ્વેગર મૂવ ઓન ઘણી બાવરી સાથે સાથે લગભગ 2 કલાકની આ ફિલ્મમાં ગીત કારણ વગર ભરેલા નથી. લાગતા સોનૂ નિગમના ગાયેલા આલાપને તમે મ્યૂઝીક વગર પણ સાંભળી શકો છો. 
 
શા માટે જોવી  
 
કોઈ પણ ફિલ્મ હકીકતમાં એક વાર્તા હોય છે. જેને દર્શક લેખક અને નિર્દેશનાની આંખોથી પડદ પર જોય છે. તનુ વેડ્સ મનુ રિટર્ંસમાં લેખ્ક હિંમાશુ શર્મા અને ડાયરેક્ટર આનંદ એલ રાય કોઈ અસર છોડી નથી . આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. 

 
તનુ વેડ્સ મનુ રિટર્સ એક પૈસા વસૂલ ફિલ્મ છે.