ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

હાલ-એ-દિલ

IFM
નિર્માતા : કુમાર મંગત
નિર્દેશક : અનિલ દેવગન
સંગીત : વિશાલ ભારદ્વાજ, આનંદ રાજ આનંદ, પ્રીતમ રાઘવ
કલાકાર : અમૃતા પાઠક, નકુલ મહેતા, અધ્યયન સુમન, કાજોલ-અજય દેવગન (વિશેષ ભૂમિકામાં)

નિર્માતા કુમાર મંગત, નિર્દેશક અનિલ દેવગન, અને ફિલ્મમાં કામ કરનારા કલાકાર અમૃતા પાઠક, નકુલ મહેતા અને અધ્યયન સુમનને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે 'હાલ-એ-દિલ'ની પટકથામાં તેમણે એવુ શુ જોયુ, જે આના પર ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો. બીજો પ્રશ્ન લેખક ધીરજ રતનને, એમણે આટલી બેકાર પટકથા કેવી રીતે લખી ? શુ તેમને પટકથા લખતા આવડે છે ?

'ટશન', 'જિમી', જેવી ફાલતૂ ફિલ્મો કરતા પણ સારી છે 'હાલ એ દિલ' અને આનો દોષ લેખકને માથે આવે છે. આ આત્મ વગરનુ સુંદર શરીર છે.

ફિલ્મને શાનદાર લોકેશન પર ફિલ્માવવામાં આવી છે. ફિલ્મનુ સંગીત સારુ છે. ફિલ્મમાં બે કલાકારોએ સારુ કામ કર્યુ છે પણ, લેખકે બધા પર પાણી ફેરવી નાખ્યુ છે. કહી શકાય કે 'હાલ-એ-દિલ'ના દ્વારા એક સારી તકને ગુમાવી દીધી છે. વર્ષના અંતે 2008ની બેકાર ફિલ્મો પર વિચાર કરીએ તો આ ફિલ્મનો પણ તેમા સમાવેશ થશે.

વાર્તા છે - સંજના(અમૃતા પાઠક)ની, જેને માટે પ્રેમ એક પવિત્ર ભાવના છે. વાર્તા છે શેખર(નકુલ મહેતા)ની જે દરેક છોકરીને પ્રેમ કરી બેસે છે. વાર્તા છે રોહિત (અધ્યયન સુમન)ની, જેને માટે પ્રેમની કોઈ સીમા નથી. સંજના એક એવા વળાંક પર આવી જાય છે જ્યાં તેને કોઈ એકને પસંદ કરવાનો છે.

ફિલ્મ શરૂ થતા જ તમે આમાં રસ ગુમાવી બેસો છો. જે સામે આવે છે તેને જોઈને એટલુ જ વિચારો છો કે આ કેમ અને કેવી રીતે થઈ રહ્યુ છે ?

IFM
નિર્દેશક અનિલ દેવગન દ્વારા નિર્દેશિત પાછલી ફિલ્મ 'રાજૂ ચાચા' અને 'બ્લેકમેલ' આ ફિલ્મની આગળ 'ક્લાસિક' લાગે છે. અનિલે બધી રીતે નિરાશ કર્યા છે. સંગીત આ ફિલ્મનુ એકમાત્ર સકારાત્મક પાસું છે. દરેક ગીતને શાનદાર બનાવ્યુ છે.

નકુલ મહેતા પર શાહરૂખ ખાનની અસર છે. તેમનામાં આત્મવિશ્વાસ છે અને પોતાનુ કામ જાણે છે. અધ્યયન સુમન આ ફિલ્મમા શુ કરી રહ્યા છે ? તેઓ પ્રતિભાશાળી છે પરંતુ તેમનો યોગ્ય ઉપયોગ નથી કરવામાં આવ્યો.

અમૃતા સારી અભિનેત્રી છે, પરંતુ ખરાબ મેકઅપને કારણે તેમણે વધુ વયના બતાવી દીધા છે. બધુ મળીને 'હાલ-એ-દિલ'નું બોક્સ ઓફિસ પર ડૂબવુ નક્કી છે.