શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2016 (12:18 IST)

મોદી સરકારે રજુ કર્યુ 2 વર્ષનુ રિપોર્ટ કાર્ડ, કહ્યુ - બેજોડ કામકાજથી બદલાયો દેશ

નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્રમાં બે વર્ષ પૂર્ણ થતા બીજેપી અને સરકરે વિવિધ ઉપલબ્ધિયો પર ચર્ચા કરતા કહ્યુ છે કે ગરીબો માટે મફત એલપીજી કનેકશન, સ્વાસ્થ્ય વિમા સુવિધા, વંચિતોને બેન્કીંગ સેવાના દાયરામાં લાવવા, અસુરક્ષિત લોકોને સામાજીક સુરક્ષા કવચ, ખેડુતોને રાહત, પ્રત્યક્ષ રોકડ અંતરણ હેઠળ સબસીડી ઉપલબ્ધ કરાવી, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્વચ્છ ભારત, વન રેન્ક વન પેન્શન, ગામડાઓમાં વિજળી પહોંચાડવા, કાળા નાણા ઉપર રોક જેવા નિર્ણાયક પગલાઓ જનહિત માટે લાગુ કરવામાં આવ્યા છે. ભાજપ તરફથી સરકારની ઉપલબ્ધીઓને રેખાંકીત કરવાની કમાન ખુદ અમિત શાહે સંભાળી છે તો સરકાર તરફથી અરૂણ જેટલી, વૈકેયા નાયડુ, મનોહર પરિકર, સુરેશ પ્રભુ, નિર્મલા સીતારામનએ સંભાળી છે.
 
   ભાજપના નેતૃત્વવાળા એનડીએ સરકારના પ્રધાનોએ સરકારની બે વર્ષની ઉપલબ્ધિયોને રેખાંકીત કરતા કહ્યુ છે કે પહેલી વખત ગરીબો માટે ધુમાડા વગરના જીવનને આગળ વધારતા ગરીબને એલપીજી કનેકશન આપવામાં આવ્યા છે. ગરીબો માટે નવી સ્વાસ્થ્ય વિમા યોજના શરૂ થઇ છે અને વડીલો માટે વધારાના વિમા પેકેજની શરૂઆત થઇ છે. સરકારની સિધ્ધિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે, 21 કરોડથી વધુ લોકો સુધી પહેલીવાર નાણાકીય સેવાઓની પહોંચ સ્થાપિત થઇ છે અને પહેલીવાર આટલા ઓછા સમયમાં સ્વચ્છ ભારત હેઠળ 2.07 કરોડ શૌચાલયનું નિર્માણ થયુ છે. ચાર દાયકાથી પેન્ડીંગ બાંગ્લાદેશ સાથેનો ભુમિ વિવાદ ઉકેલાયો છે.
 
   મોદી સરકારે રજુ કરેલા રિપોર્ટ કાર્ડમાં જણાવ્યુ છે કે, ગામડાઓ આઝાદી પછી પણ અંધારામાં હતા. 7779 ગામડાઓમાં વિજળી પહોંચાડી છે સાથોસાથ ચાર દાયકા જુની વન રેન્ક વન પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે, કાળા નાણા પર રોક લાવવા અસરકારક પગલા લેવાયા છે આજે શૌચાલય વગરની એક પણ સ્કુલ નથી. નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી ફાઇલો જારી કરવામાં આવી છે.
 
   દેશમાં જવાબદાર અને પારદર્શી શાસનની પહેલ થઇ છે અને સ્માર્ટ ગવર્નન્સ હેઠળ ઇ-કોર્ટ યોજનાના બીજા તબક્કાને મંજુરી આપવામાં આવી છે. બેટી બચાવો, બેટી પઢાઓ પહેલ આગળ વધી છે. દિલદયાળ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન, પ્રધાન મંત્રી મુદ્રા યોજના, મહિલાઓ માટે સ્વાસ્થ્ય સેવા શરૂ કરવામાં આવી છે. રોજગારની તકોથી યુવાનોની આકાંક્ષાઓને પાંખ આવી છે.
 
   ભાજપે મેરા દેશ બદલ રહા હૈ શિર્ષક હેઠળ સરકારની ખેડુત વિશેની પહેલનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે, બે વર્ષથી દુષ્કાળ છતાં ખેડુતો નિરાશ નથી થયા. ઉત્પાદન 25.20  કરોડ ટનની તુલનામાં ચાલુ વર્ષે 25.23 કરોડ ટન ઉત્પાદન થયુ છે. જથ્થાબંધ ભાવ આધારીત ફુગાવો ઘટી ગયો છે. સરકારે કૃષિ અને ખેડુતોના કલ્યાણ માટે 35984 કરોડ આપ્યા છે. ભાજપે કહ્યુ છે કે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને આગળ વધારવામાં આવી છે. દેશભરમાં ખેડુતોની મદદ માટે એકીકૃત બજાર સ્થાપિત કરવાની પહેલ થઇ છે. રાષ્ટ્રીય કૃષિ બજાર માટે ઇ-પ્લેટફોર્મથી ખેડુતોને ઉપજના સારા ભાવ મળશે.
 
   ભાજપે કહ્યુ છે કે, પાક વિમા હેઠળ ખેડુતોનો વિકાસ થયો છે. ઓછા પ્રિમિયમ દર અને પુર્ણ સુરક્ષાની જોગવાઇ તેમાં છે. સિંચાઇ માટે 20,000 કરોડ રૂપિયાની પ્રારંભિક પુંજીવાળી એક લાંબાગાળાની યોજના નાબાર્ડ સાથે રહીને બનાવાશે.

પીએમ પદની જવાબદારી સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ દિવસની રજા લીધી નથીઃ આનુ કારણ સરકારના કામકાજમાં સુધાર અને વિકાસની પ્રક્રિયાને વેગ આપવાની તેમની અગ્રતા કહેવાય છેઃ સુત્રો કહે છે કે, તેઓએ પીએમઓનુ કાર્ય સંસ્કૃતિમાં પારદર્શિતાની શરૂઆત કરી છેઃ મોદી તમામ વિભાગોના અધિકારીઓને મળતા રહે છેઃ જેમાં મુખ્ય સચિવોથી લઇને પોલીસ વડાઓ સુધીનો સમાવેશ થાય છેઃ પીએમઓમાં ફાઇલોનો નિકાલ ઝડપથી થાય છેઃ પીએમ વિદેશમાં હોય તે દરમિયાન તેમના કાર્યક્રમો સવારથી સાંજ સુધીના હોય છેઃ વિદેશથી પાછા ફર્યા બાદ તેઓ તુર્ત કામ સંભાળી લ્યે છેઃ પ્લેનમાં પણ તેઓ કામ કરતા રહે છે.