શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (14:58 IST)

મોદી માટે ભવિષ્યવાણી - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ શનીની દશાથી પીડિત છે

આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા આજે તે નરેન્દ્ર મોદી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી શનિની સાઢે સાતી મધ્ય ભાગમાં રહેશે. આ કારણે મોદી વર્તમન દિવસોમાં વધુ ચિંતાઓમાં ડૂબેલા છે. 
 
આમ તો મોદી માટે ભવિષ્યવાણીની વાત કરીએ તો જે પ્રકારના ગ્રહ નરેન્દ્ર મોદીની કુંડળીમાં છે તેને જોઈને એ નથી કહી શકાતુ કે તેનો વિજયી રથ હજુ પણ આગળ વિજયી રહેશે. 
 
ચન્દ્રમાની મહાદશાથી હાલ આગામી વિધાનસભા ચૂંટણીમાં મોદીની મળતાવડી અસર જોવા મળશે. 
 
જે પ્રકારનુ પરિણામ મોદી ઈચ્છે છે તે તો ચોક્કર રૂપથી નથી મળવાનુ. આમ તો જ્યારે શનિની દશા સારી નથી હોતી તો વ્યક્તિને બીજાથી વધુ નુકશાન પોતાના લોકોથી જ થાય છે. આ સમય એવો છે જ્યારે નરેન્દ્ર મોદીને એ જોવાનુ છે કે એ કયા લોકો છે જેમનાથી તેમણે દૂર રહેવુ જોઈએ. 
 
અમારા જ્યોતિષ મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયા સુધી તો શનિની દશાને કારણે મોદીજી કેટલાક કાયદાકીય રૂપે પરેશાન રહેવાના છે. ચંદ્રમાને લોકોને વિખ્યાત કરવામાં ખૂબ મહત્વનો રોલ ભજવે છે તે હાલ યોગ્ય ઘરમાં ન હોવાને કારણે મોદીજી લોકો વચ્ચે પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે.  ચંદ્રમાની મહાદશામાં ચંદ્રમાનુ અંતર અને સૂર્યનો પ્રત્યાંતર સારુ નથી એવુ કહી શકાય. 
 
આવનારા દિવસોમાં મોદીજીને પારિવારિક દુ:ખ અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. 
 
તો ક્યારે આવશે અચ્છે દિન ?
 
જ્યોતિષનુ માનીએ તો અત્યાર સુધી જો નરેન્દ્ર મોદીજી કોઈપણ જાતના મોટા આરોપો વગર પદ પર કાયમ છે તો તેનુ કારણ બૃહસ્પતિ ગ્રહ છે જે તેમને શક્તિ પ્રદાન કરી રહ્યો છે.  કુંડળીના કાર્ય પર આ બૃહસ્પતિની નજરે જ મોદીજીને અત્યાર સુધી સાચવીને રાખ્યા છે. આવનારા દિવસોમાં મોદી આ ગ્રહને કારણે કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે. 
 
આ નિર્ણયથી બની શકે કે તેમના વિરોધીઓ ચૂપ થઈ જાય. 
 
વર્ષનો હાલનો સમય જે જાન્યુઆરીથી માર્ચના અંત સુધીનો છે તે સમય મોદી માટે શનિથી પીડિત રહેનારો છે. આ સમયમાં મોદીના વિરોધીઓ તેમના પર વધુ હાવિ રહેશે. જનતાનો વિશ્વાસ હાલ તેમના ઉપરથી ઓછો થતો પણ જોવા મળી શકે છે. 
 
જ્યોતિષચાર્યોની સલાહ મુજબ હાલ મોદીજીએ પોતાના સલાહકારને બદલવાની જરૂર છે. બીજા લોકો કરતા વધુ જો ખુદ પર વિશ્વાસ કરી લેવામાં આવે તો સારુ રહેશે.  સાથે જ જલ્દી એકવાર રહેવાના સ્થાન પર મોદીજીએ હનુમાન યજ્ઞનુ આયોજન કરી લેવુ જોઈએ.