શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શુક્રવાર, 2 ઑક્ટોબર 2015 (10:25 IST)

બિહાર ચૂંટણી - બિહારના ગ્રહો કહે છે કે "લાલુ-નીતીશ પર ભાડે પડી શકે છે મોદી"

બિહાર ચૂંટણીની રણભેરી વાગી ચુકી છે. બસ હવે રાહ જોવાય રહી છે એ ક્ષણની જ્યારે પ્રદેશના મતદાતા ઈવીએમનું બટન દબાવીને પોતાના ઉમેદવારોના નસીબનો નિર્ણય કરી દેશે. ગ્રહોની ચાલ કહે છે કે આ વખતે ચૂંટણીનો મુકાબલો ખૂબ જ રસપ્રદ રહેશે. બીજી બાજુ દિગ્ગજોને હારનો સામનો કરવો પડી શકે છે. જાણો બિહાર ચૂંટણીમાં શુ કહે છે ગ્રહો.... 
 
જ્યોતિષિયોની ગણના મુજબ સિતારાના ઈશારા કોઈ ફેરફારની આહટને અભિવ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર ચૂંટણી બિહારના સ્થાનીક મુદ્દાને બદલે નીતીશ કુમાર વિરુદ્ધ નરેન્દ્ર મોદી થઈ ગઈ છે. જો બિહારના સીએમ નીતીશ કુમારની કુંડળી પર આપણે નજર નાખીએ તો આ તેમને માટે શુભ સંકેટ નથી આપી રહી. 1 માર્ચ 1951ના રોજ જન્મેલા નીતીશની કુંડળી મિથુન લગ્નની છે.  
 
આ સમય તેમની કુંડળીમાં રાહુની મહાદશા ચાલી રહી છેજે ગુરૂ સાથે મળીને અશુભ યોગનુ નિર્માણ કરી રહી છે. આ કારણથી તેમને રાજનીતિમાં પ્રબળ શત્રુ લાલુ યાદવ સાથે હાથ મિલાવ્યા પડ્યા. જોકે રાહુ-ગુરૂની વિશોત્તરી દશા નીતીશની કુંડળીમાં છે. આ તેમની છબિને ધૂમિલ કરી શકે છે અને ચૂંટણીમાં મનગમતી સફળતામં અવરોધ બની શકે છે.   વૃશ્ચિક રાશિના ચંદ્રના કેપદ્રુમ યોગમાં હોવાથી અનેક અવરોધો આવી શકે છે અને શત્રુ પક્ષ પ્રબળ થઈ શકે છે.  
 
બીજી બાજુ 17 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળી પણ મુશ્કેલ સંઘર્ષ  તરફ ઈશારો કરી રહી છે.  શનિની સાઢેસાતીને કારણે તેમની નીતિયોને લઈને અનેક પ્રશ્નચિહ્ન લાગી રહ્યા છે. આ દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ વર્ગોત્તમ શુક્રનો પ્રત્યુંતર મળવાથી ભાજપાની સ્થિતિ મજબૂત થશે અને તેનો ફાયદો એનડીને મળશે. 
 
બિહારની કુંડળી પણ ભાજપા અને તેના ગઠબંધન દલોની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી છે. તાજેતરમા થયેલ  ચંદ્રગ્રહણ પણ બિહારમાં સત્તા પક્ષને શુભ પરિણામ નહી આપે.  ભાજપાની કુંડળી મિથુન લગ્નની હોવાથી સૂર્ય અને શનિ તેને શુભ પરિણામ આપશે. તેથી ચૂંટણી પછી જ્યા એનડીએની તાકતમાં વધારો થઈ શકે છે. તો બીજી બાજુ લાલૂ-નીતીશના ગઠબંધનમાં દરાર પડી શકે છે.