શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (12:36 IST)

વડાપ્રધાન મોદીના 67માં જન્મ દિવસે અનેક રેકોર્ડ બ્રેક થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 67મો જન્મ દિવસ આવતી કાલે ઉજવવાના છે જેમાં અનેક રેકોર્ડ બ્રેક થશે.  નવસારીમાં એક કાર્યક્રમમાં ત્રણ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ  અને એક નેશનલ રેકોર્ડ થવાની શક્યતા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોમાં 17,000 કિટ્સ 11,233 દિવ્યાંગો વચ્ચે વહેંચવામાં આવશે. વ્હીલચેર પર દિવ્યાંગને બેસાડીને કોઇ ચોક્કસ લોગો અથવા તો ફોટો પણ બનાવવામાં આવશે. આ રીતનો એક ગિનીઝ રેકોર્ડ અમેરિકામાં થયો હતો. જ્યાં વર્ષ 2010માં 346 વ્હીલચેર સાથે રેકોર્ડ બન્યો હતો. જ્યારે મોદીજીના જન્મ દિવસ પર 1000 લોકો વ્હીલચેર પર હશે. જે એક નવો રેકોર્ડ હશે. આ ઉપરાંત જે લોકો સાંભળી નથી શકતા તેવા 1000 લોકોને કાનનું મશીન આપવામાં આવશે. જ્યારે 1500 ઓઇલ લેમ્પ એક જ સ્થળે એક સાથે સળગાવવામાં આવશે. આ રેકોર્ડ માટે ગિનીઝ અધિકારીઓ નવસારી આવશે. આ પ્રસંદે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેન્દ્ર અને રાજ્યના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. 17 સપ્ટેમ્બરે થનારા કાર્યક્રમમાં 11 હજારથી વધારે દિવ્યાંગોને લગભગ 10.7 કરોડ રૂપિયાના નિશુલ્ક ઉપકરણો આપવામાં આવશે. તો આ તરફ સુરતમાં  1 લાખ 40 હજાર પસ્તીએકત્રીત કરવામાં આવી છે. આ રેકોર્ડ બ્રેક પસ્તીદાન થકી એકઠી થયેલી રકમનો ચેક વડાપ્રધાનને વડાપ્રધાન રીલીફ ફંડમાં અર્પણ કરવામાં આવશે.  1 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધીમાં 2 લાખ કિલો પસ્તી ભેગી કરવાનું આયોજન છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધી 10 હજાર લોકોએ પસ્તીદાન કર્યું છે. પસ્તીદાનમાંથી આવનાર પૈસા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપવામાં આવશે